PUBG સીઝન 8નું બીટા સર્વર થયું લાઇવ, જાણો રિવર્ડ્સ & ડાઉનલોડના સ્ટેપ્સ

11 July, 2019 04:21 PM IST  |  મુંબઈ ડેસ્ક

PUBG સીઝન 8નું બીટા સર્વર થયું લાઇવ, જાણો રિવર્ડ્સ & ડાઉનલોડના સ્ટેપ્સ

પબજી સીઝન 8 રોલ આઉટ

PUBG પબજી મોબાઇલ સીઝન 8ના બીટા વર્ઝનનું સર્વર અપ થઈ ગયું છે. પ્લેયર્સ આ બીટા વર્ઝનથી રમી શકશે. પબજી મોબાઇલ સીઝન 8ને ઑફિશિયલી 15 જુલાઇના રોજ રોલ આઉટ કરી દેવામાં આવશે. આનું બીટા વર્ઝન રમવા માટે પ્લેયર્સને 0.13.4 બીટા અપડેટ ડાઉનલોડ કરવાનું રહેશે. આ નવા સીઝનમાં પ્લેયર્સને નવા વિપન સ્કીન, નવા રિવર્ડ્સ વગેરે આપવામાં આવશે. પબજી મોબાઇલ સીઝન 7 હવે પોતાના છેલ્લા સ્ટેજમાં છે, આ વાતની માહિતી પબજીએ પાતાના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા આપી છે. આવો, જાણાએ આ નવા સીઝનમાં મળતા ઇન-ગેમ રિવર્ડ્સ વિશે.

ઇન-ગેમ રિવર્ડ્સ
પબજી મોબાઇલ સીઝન 8માં મળતાં રિવર્ડ્સ વિશે વાત કરીએ તો આમાં એલિટ અપગ્રેડ અને એલિએટ અપગ્રેડ પ્લસ યૂઝર્સને નવા રિવર્ડ્સ આપવામાં આવી શકે છે. આ સિવાય 25 રેન્કનો વધારો પણ મળી શકે છે. જ્યારે, એલિટ અપગ્રેડ પ્લસ યૂઝર્સને ગેમ જોઇન કરતાં જ 10,000 UC સુધીનું રિવર્ડ મળી શકે છે. નવા રૉયલ પાસમાં પણ એક નવું ઓસન પાઇરેટ થીમ ફિચર આપી શકાય છે. આ નવી સીઝનમાં નવી સ્કીન સાથે બે નવી ગન DP-28, Scar-L પણ આપવામાં આવી શકે છે. આ ગન સાથે જ અન્ય વિપન્સ પણ પ્લેયર્સને મળી શકે છે. પબજી મોબાઇલએ આ નવી સ્કીનને ટીઝ પણ કરી છે.

આ પણ વાંચો : તમારો ફોન હેક થઇ શકે છે, પબ્લિક WiFi થી કેટલું જોખમ છે તે જોણો

બીટા વર્ઝન કેવી કરવું ડાઉનલોડ?
પબજી મોબાઇલ સીઝન 8ના બીટા વર્ઝનને ડાઉનલોડ કરવા માટે લિંક્સ જાહેર કરી દેવામાં આવી છે. એન્ડ્રોઇડ અને આઇઓએસ યૂઝર્સ આ ઑફિશિયલ પેજ પર જઈને ડાઉનલોડ કરી શકે છે. આ માટે યૂઝર્સે લિન્ક પર ક્લિક કરવાનું રહેશે. બીટા વર્ઝનની ફાઇલ સાઇઝ 1.9 જીબી છે, ડાઉનલોડ કર્યા પછી યૂઝર્સને આના એપીકેને ફાઇલ મેનેજર દ્વારા ઇન્સ્ટોલ કરવું. તેની માટે યૂઝર્સે પોતાના સ્માર્ટફોનમાં અનનોન સોર્સ અન્સ્ટોલ કરવાની પરમિશન ઇનેબલ કરવી પડશે. બીટા વર્ઝન ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા પછી પ્લેયર્સ પોતાના પબજી અકાઉન્ટમાં લોગઇન કરીને આના બીટા વર્ઝનના સર્વરને જોઇન કરી શકશે.

tech news technology news