Nokia 6.2 અને Nokia 7.2 ઓગસ્ટમાં થશે લોન્ચ, આ છે તેની ખાસીયતો

25 July, 2019 10:15 PM IST  |  Mumbai

Nokia 6.2 અને Nokia 7.2 ઓગસ્ટમાં થશે લોન્ચ, આ છે તેની ખાસીયતો

Mumbai :Nokiaની પેરેન્ટ કંપની ફિનલેન્ડની ‘HMD ગ્લોબલભારતમાં ઓગસ્ટ મહિનામાં બે નવા સ્માર્ટફોન નોકિયા 6.2’ અને નોકિયા 7.2’ લોન્ચ કરવાની તૈયારીમાં છે. મળતી માહિતી મુજબ, નોકિયા 6.2 સ્માર્ટફોન કંપનીએ લિસ્ટેડ કરાવેલાં X71નું રિબ્રાન્ડેડ વર્ઝન છે. નોકિયા 6.2 અને નોકિયા 7.2 સ્માર્ટફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે, પણ બંનેની ડિઝાઈન અલગ છે. બંને ફોન રશિયા અને ભારતમાં એક જ તારીખે લોન્ચ કરવામાં આવશે. આ અંગે કંપની તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી.

 

Nokia6.2

રિપોર્ટ અનુસાર, નોકિયા 6.2માં 6 ઈંચની ફૂલ એચડી+ (1,080 x 2,280 pixels) AMOLED ડિસ્પ્લે હશે. ફોનમાં 13 મેગાપિક્સલ હોલ-પંચ ફ્રન્ટ કેમેરા છે. ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ પણ છે જેમાં 20 મેગાપિક્સલનું પ્રાઈમરી સેન્સર આપવામાં આવ્યું છે. તે ઉપરાંત આ ફોનમાં 6 જીબી રેમ અને 64 જીબી ઈન્ટર્નલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. બેટરીની ક્ષમતા 3,300 mAh છે. આ ફોનના 4જીબી રેમ અને 64 જીબી ઈન્ટર્નલ સ્ટોરેજના વેરિઅન્ટની કિંમત 12,000 રૂપિયા છે, જ્યારે 6જીબી રેમ અને 64 જીબી ઈન્ટરનલ મેમરીવાળા વેરિઅન્ટની કિંમત 15,000 રૂપિયા છે.

આ પણ જુઓ : મમતા આચાર્યઃઆ ગુજરાતી ડિમ્પલ ગર્લ ટિકટોક પર છે સુપરહિટ

Nokia7.2
નોકિયા 7.2’માં ડ્યુ ડ્રોપ નોચ સાથેનો HDR10 ડિસ્પ્લે છે. આ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. તે ઉપરાંત ફોનમાં વાઈડ એન્ગલ સેન્સર અને ડેપ્થ સેન્સર પણ છે. ફોનમાં 3500 mAh બેટરી છે. આ સ્માર્ટફોન બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. 4જીબી રેમ અને 64જીબી ઈન્ટર્નલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. બીજા વેરિઅન્ટમાં 6જીબી રેમ અને 128જીબી ઈન્ટર્નલ સ્ટોરેજ છે. આ સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર છે. 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. આ સ્માર્ટફોનની કિંમત 21,990 રૂપિયા હોઈ શકે છે.