LG 26 જૂને ભારતમાં લૉન્ચ કરશે સૌથી સસ્તો ટ્રિપલ રેર કેમેરા સ્માર્ટફોન

22 June, 2019 06:55 PM IST  | 

LG 26 જૂને ભારતમાં લૉન્ચ કરશે સૌથી સસ્તો ટ્રિપલ રેર કેમેરા સ્માર્ટફોન

પ્રતીકાત્મક તસવીર

દક્ષિણ કોરિયન કંપની LG પોતાની નવી સીરીઝ ભારતમાં લૉન્ચ કરવાની તૈયારીમાં છે. કંપની આ સીરીઝમાં પોતાનો પહેલો સ્માર્ટફોન LG W10 ભારતમાં 26 જૂનના લૉન્ચ કરશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ફોન 10000ની પ્રાઇઝ રેન્જમાં લૉન્ચ થઈ શકે છે. આ સ્માર્ટ ફોનના કેટલાક લીક્સ પણ આવી ચૂક્યા છે. આ સ્માર્ટફોન ટ્રિપલ રેર કેમેરાવાળું સ્માર્ટફોન સૌથી સસ્તા સ્માર્ટફોન્સની લિસ્ટમાં સામેલ થઈ શકે છે.

LG W10ના ફીચર્સની વાત કરીએ તો આમાં ગ્લોસી ફિનિશ સાથે પૉલીકાર્બોનેટ બૉડી સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે. આ ફોન ત્રણ કલર ઑપ્શન્સ બ્લેક, ગ્રીન અને બ્લૂ કલરમાં રજૂ થઇ શકે છે. ડિવાઇસના પ્રૉટેક્શન માટે આ ફોનની બન્ને તરફ 2.5 D કવર્ડ ગ્લાસ આપવામાં આવી શકે છે. ફોનમાં 6.2 ઇન્ચનું ફુલ એચડી પ્લસ IPS ડિસ્પ્લે આપી શકાય છે. ફોનને વૉટરડ્રોપ નૉચ ફીચર સાથે રજૂ કરી શકાય છે. ફોનના પ્રોસેસરની વાત કરીએ તો આમાં 12એનએણ ઓક્ટાકોર પ્રોસેસર આપી શકાય છે.

ફોનની કિંમતને જોતાં તેમાં ક્વાલાકૉમ સ્નૈપડ્રેગન પ્રોસેસરની જગ્યાએ મીડિયાટેક હેલિયો ચિપસેટ આપવામાં આવી શકે છે. ફોન 3 GB-32 GBના સ્ટોરેજ ઑપ્શન સાથે લૉન્ચ થઈ શકે છે. ફોનના ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો આમાં એન્ડ્રોઇડ 9 પાઇ હોઇ શકે છે. સાથે જ તેમાં LG UX UI યૂઝર ઇન્ટરફેસ આપવામાં આવી શકે છે.

આ પણ વાંચો : સ્માર્ટફોન બજારમાં ક્રાંતિ, માત્ર 13 મિનિટમાં ચાર્જ થશે 4,000 Mah બેટરી

કંપનીની ઑફિશિયલ વેબસાઇટ પ્રમાણે, આમાં ટ્રિપલ રેર કેમેરો આપવામાં આવી શકે છે. જોકે, કેમેરાના સેન્સર વિશે અત્યારે કોઇ જ માહિતી સામે આવી નથી. આમાં પ્રાઇમરી કેમેરા સાથે એક ટેલીફોટો અને એક અલ્ટ્રા વાઇડ સેન્સર આપવામાં આવી શકે છે. ફોનને પાવર આપવામાં માટે ફોનમાં 4,000 mAhની બેટરી આપવામાં આવી શકે છે.

tech news technology news lg