સ્માર્ટફોનના બેક કવરથી થઈ શકે છે નુકસાન, ધ્યાનમાં રાખો આ વાતો

25 December, 2018 04:24 PM IST  | 

સ્માર્ટફોનના બેક કવરથી થઈ શકે છે નુકસાન, ધ્યાનમાં રાખો આ વાતો

ફાઇલ ફોટો

ઘણા યુઝર્સ પોતાના સ્માર્ટફોન્સ માટે ફેન્સી બેક કવરનો ઉપયોગ કરે છે. કેટલાક સ્માર્ટફોન કવર એવા હોય છે જે તમારા ફોનને પડી જાય ત્યારે તૂટવાથી બચાવે છે. પરંતુ કેટલાક કવર એવા પણ હોય છે જે તમારા સ્માર્ટફોનને નુકસાન પહોંચાડે છે. આ વાતની યુઝર્સને જાણ જ નથી હોતી. અમે તમને કેટલાંક એવા જ સ્માર્ટફોન કવર્સ વિશે જણાવી રહ્યા છીએ જે ફોન ખરાબ થવાનું મુખ્ય કારણ હોય છે. આ સાથે જ એ પણ જણાવી દઇએ કે સ્માર્ટફોન કવર ખરીદતી વખતે તમારે કઈ વાતોનો ખ્યાલ રાખવો જોઇએ.

રબરના સ્માર્ટોફોન કવરનો ન કરો ઉપયોગ

ઘણા લોકો પોતાના સ્માર્ટફોન માટે રબરનું કવર ખરીદે છે. આ ફોન પડવા દરમિયાન તૂટવાથી તો બચાવી લે છે, પરંતુ તેના કારણે ફોન વધુ ગરમ થઈ જાય છે અને ફોન બ્લાસ્ટ થવાનો અથવા ફાટી જવાનો ડર રહે છે. યુઝર્સે રબરના કવરનો ઉપયોગ ટાળવો જોઇએ. તેના બદલે સિલિકોન કવર્સનો ઉપયોગ કરવો જોઇએ. તે ફોનને ઠંડો રાખવામાં પણ મદદ કરે છે.

લેધરનું કવર પણ કરે છે નુકસાન

લેધર કવર પણ ફોનને નુકસાન પહોંચાડે છે. આ સ્માર્ટફોનને ગરમ કરી દે છે જેનાથી ફોન ખરાબ થવાની સંભાવના રહેલી છે. તેની ગરમી અતિશય વધી જાય તો તેનાથી ફોન ફાટી પણ શકે છે.

પ્લાસ્ટિક કવરનો ઉપયોગ પણ ટાળવો જોઇએ

ફોનના મોટાભાગના કવર પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. આ ફોનના પડી જવા પર તેની સ્ક્રીનને તૂટવાથી પણ બચાવે છે. પરંતુ શું તમે જાણો છો કે પ્લાસ્ટિકનું કવર તમારા ફોનને વધુ ગરમ કરી શકે છે. ફોન સતત કામ કરતો હોવાને કારણે ફોનમાં જે ગરમી પેદા થાય છે તે પ્લાસ્ટિક કવરના કારણે બહાર નથી નીકળી શકતી. તેના કારણે ફોનના પર્ફોર્મન્સ પર અસર પડે છે.

મેટલ કવર પણ બની શકે છે મુશ્કેલીનું કારણ

મેટલ કવર ફોનમાં હીટ નથી વધવા દેતા પરંતુ આ કવરથી પણ મુશ્કેલી તો ઊભી થાય જ છે. પહેલું તો એ કે તે વોટરપ્રૂફ નથી હોતા. જ તે પાણીમાં પલળી જાય તો તેમાં કાટ લાગી શકે છે. સાથે જ તેનાથી ફોનનું બોડી પણ ખરાબ થવા લાગે છે અને ફોનના પડી જવા પર તે તેને સારી રીતે બચાવી નથી શકતા.

tech news