4G અવેલેબિલીટી બાબતે jioએ કર્યુ ટૉપ, Airtel કરતાં સ્પીડ બાબતે પાછળ

12 February, 2019 06:16 PM IST  | 

4G અવેલેબિલીટી બાબતે jioએ કર્યુ ટૉપ, Airtel કરતાં સ્પીડ બાબતે પાછળ

પ્રતીકાત્મક તસવીર

સ્પીડ ટેસ્ટ કંપની Ooklaએ એક લેટેસ્ટ રિપોર્ટ રિલીઝ કર્યો છે જેમાં ભારતમાં 4G અવેલેબિલીટી અને સ્પીડની માહિતી આપેલ છે. આ રિપોર્ટનું નામ Analyzing India's 4G availability છે જેમાં 15 મોટા શહેરોને સામેલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ, મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોએ 15 શહેરોમાં 98.8 ટકા 4G availability સાથે ટૉપ સ્પોટ મેળવ્યું છે. જેના પછી બીજા ક્રમાંકે 90 ટકા અવેલેબિલિટી સાથે એરટેલ છે અને 84.6 ટકા સાથે વોડાફોન અને 82.8 ટકા સાથે આઇડિયા ચોથા ક્રમાંકે છે.

આ પણ વાંચો : WhatsAppનો ઉપયોગ કરીને જીતો રૂ.1.8 કરોડનું ઈનામ

4G સ્પીડમાં એરટેલે બાજી મારી

4G સ્પીડની વાત કરીએ તો આ સેગમેન્ટમાં એરટેલે ટૉપ કર્યું છે. રિપોર્ટ મુજબ, 2018ની ત્રીજી અને ચોથી ત્રૈમાસિકમાં 11.23 એમબીપીએસની સ્પીડ સાથે એરટેલ 4જી સ્પીડ બાબતે નંબર એક પર જ છે. તો 9.13 એમબીપીએસની સ્પીડ સાથે વોડાફોન બીજા સ્થાને છે. આ સિવાય ત્રીજા સ્થાને જિયો અને આઇડિયા ચોથા સ્થાને છે. સામાન્ય અવેલેબિલિટી બાબતે જિયો બેસ્ટ રહ્યું છે.

mukesh ambani reliance