IRCTC Tejas Expressનું બુકિંગ થયું શરૂ, આવી રીતે ટિકિટ કરો બુક

21 September, 2019 01:50 PM IST  |  નવી દિલ્હી

IRCTC Tejas Expressનું બુકિંગ થયું શરૂ, આવી રીતે ટિકિટ કરો બુક

IRCTC Tejas Expressનું બુકિંગ થયું શરૂ

દેશની પહેલી ખાનગી ટ્રેનનું બુકિંગ શરૂ થઈ ચુક્યું છે. જો તમે વિચારી રહ્યા છો કે પ્રાઈવેટ ટ્રેનનો મતલબ શું છે? જેમને નથી ખબર, તેમને જણાવી દઈએ કે પ્રાઈવેટ ટ્રેનનો મતબલ છે એવી ટ્રેન જેને સરકાર નહીં પણ IRCTC ચલાવે છે. જેમાં ટ્રેક સરકારનો અને ટ્રેન પ્રાઈવેટ હોય છે. મતલબ ટ્રેનના ભાડાથી લઈને બધુ IRCTCના ખાતામાં જશે. લખનઊથી દિલ્હી ચાલતી ટ્રેનને 4 ઓક્ટોબરે યોગી આદિત્યનાથ લીલો ઝંડો બતાવશે. કમર્શિયલ રીતે આ ટ્રેનની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. લખનઊથી દિલ્હીનું ઓછામાં ઓછું ભાડું તેજસ એક્સપ્રેસમાં ચેર કારનું ભાડું 1125 રૂપિયા જ્યારે એક્ઝીક્યુટિવ ચેર કારનું ભાડું 2310 રૂપિયા છે.

જો તમે આ ટ્રેનના બુકિંગને લઈને વિચારી રહ્યા છો, તો અમે તમને જણાવીશું કે કેવી રીતે IRCTCથી કેવી રીતે મોબાઈલથી પણ ટિકિટ બુક કરાવી શકાય છે. આ માટે તમારે IRCTCની એપ ડાઉનલોડ કરવી પડશે. અથવા તો મોબાઈલ બ્રાઉઝરમાં જઈને IRCTCની વેબસાઈટ પરથી પણ ટિકિટ બુક કરાવી શકો છે. બુકિંગ બાદ તમારી પાસે કન્ફર્મેશનનો એસએમએસ આવશે. જેમાં તમારા સીટ નંબરથી લઈને PNR નંબર સુધીની તમામ જાણકારી મળશે. આ એસએમએસ હોય તો તમારે ટિકિટની પ્રિન્ટ કાઢવાની પણ જરૂર નથી.

IRCTC વેબસાઈટના માધ્યમથી પોતાના મોબાઈલથી આવી રીતે ટિકિટ કરો બુકઃ

-સૌથી પહેલા https://www.irctc.co.in/mobile પર પોતાના IRCTC યૂઝર આઈડી અને પાસવર્ડથી લોગીન કરો.

- જે બાદ, બુક ટિકિટ પર ક્લિક કરીને પ્લાન માય ટ્રાવેલ અંતર્ગત પસંદ કરો કે તમારે ક્યાંથી ક્યાં જવું છે.

- ટ્રેન પસંદ કરીને બુકિંગ કરવાનું શરૂ કરે.

- જો તમારી સાથે અન્ય કોઈ પણ મુસાફર છે, તો તેની માહિતી પણ ભરી દો.

- ટિકિટ બુકિંગને કન્ફર્મ કરીને આગામી પેજ પર તમને પેમેન્ટ કરવાનો વિકલ્પ મળશે. જેમાં ક્રેડિટ, ડેબિટ કાર્ડ, વૉલેટ વગેરે જે પણ તમને યોગ્ય લાગે, તે સિલેક્ટ કરી પેમેન્ટ કરી દો.

-અને થઈ ગઈ તમારી ટિકિટ બુક...ટિકિટ બુક થયા બાદ તમને એસએમએસ આવશે, જેમાં કન્ફર્મેશન હશે.

આ પણ જુઓઃ Happy Birthday Kareena: પ્રેમાળ માતા અને પર્ફેક્ટ પત્ની છે બેબો, જુઓ તસવીરો

irctc national news