WhatsApp પર તમને કોણે કર્યા છે Block આ રીતે પડશે ખબર

04 December, 2019 03:06 PM IST  |  Mumbai Desk

WhatsApp પર તમને કોણે કર્યા છે Block આ રીતે પડશે ખબર

ઇન્સ્ટેન્ટ મેસેજિંગ પ્લેટફૉર્મ WhatsApp પર કેટલાય ફીચર્સ રજૂ કર્યા છે જે યૂઝર્સના અનુભવને બમણું કરવામાં મદદ કરે છે. અહીં કેટલાય ફીચર્સ એવા છે જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો, કેટલાક ફીચર્સ એવા પણ છે જે યૂઝર્સ માટે મુશ્કેલીનું કારણ બને છે. આમાંથી જ એક ફીચર છે જે યૂઝરને બ્લોક કરવાનો. કેટલીય વાર લોકો તમને વૉટ્સએપ પરથી બ્લોક કરી દે છે જેની તમને ખબર પણ નથી પડતી. જો કે, એક એવી રીત પણ છે જેથી તમને ખબર પડી શકે કે તમને વૉટ્સએપ પર કોણે બ્લૉક કર્યા છે. આ પોસ્ટમાં અમે તમને આની રીત જણાવવા જઈ રહ્યા છીએ.

ઑનલાઇન સ્ટેટસઃ જો તમને લાગે છે કે તમને કોઇકે વૉટ્સએપ પર બ્લૉક કર્યા છે તો તમે તે યૂઝરની ચેટ પર જાઓ અને તેનું ઑનલાઇન સ્ટેટસ જુઓ જો તે ઑનલાઇન હોવા છતાં ઑનલાઇન શૉ ન કરે તો તેનો અર્થ છે કે તે યૂઝરે તમને બ્લૉક કર્યું છે.

પ્રૉફાઇલ ફોટો પર પણ આપો ધ્યાનઃ જે યૂઝરે તમને બ્લૉક કર્યા છે તેની પ્રૉફાઇલ ફોટો પર ધ્યાન આપ્યું. જો તમને તે વ્યક્તિની પ્રૉફાઇલ ફોટોનથી દેખાતી તો સમજી જાઓ કે તે વ્યક્તિએ તમને બ્લૉક કર્યું છે. કેટલીય વાર એવું હોય છે કે યૂઝર પોતાની પ્રૉફાઇલ ફોટો હટાવી દે છે. એવામાં તમે અન્ય કોઇના બીજા વૉટ્સએપ અકાઉન્ટ પરથી વ્યક્તિનો પ્રૉફાઇલ ફોટો જોઇ શકો છો.

સિંગલ ચેક માર્કઃ જે વ્યક્તિએ તમને વૉટ્સએપ પરથી બ્લૉક કર્યું છે અને તેને મેસેજ મોકલો. જો મેસેજ પર સિંગલ ચેક માર્ક દેખાય છે તો સમજી જાઓ કે મેસજ ડિલીવર ન થયો અને વ્યક્તિએ તમને બ્લૉક કર્યા છે.

આ પણ વાંચો : આટલી ખૂબસૂરત છે બિગ બૉસ 13ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Madhurima Tuli, જુઓ તસવીરો

વૉટ્સએપ કૉલ પરથી કરી શકો છો તપાસઃ જો યૂઝરે તમને બ્લૉક કર્યા છે તો તેને વૉટ્સએપ કૉલ કરો. જો કૉલ કનેક્ટ ન થાય તો સમજી જાઓ કે યૂઝરે તમને બ્લૉક કર્યા છે.

technology news tech news