SuperComputer જે ગણના 10 હજાર વર્ષમાં કરશે, તે 200 સેકેન્ડમાં થઈ

24 October, 2019 06:13 PM IST  |  મુંબઈ ડેસ્ક

SuperComputer જે ગણના 10 હજાર વર્ષમાં કરશે, તે 200 સેકેન્ડમાં થઈ

અશક્ય જેવી લાગતી ગતિથી ગણનાઓને અંજામ આપનારા સુપર કોમ્પ્યુટર વિશે વિચારવું પણ રોમાંચક હોય છે. એવામાં જો એમ કહેવામાં આવે કે વૈજ્ઞાનિકોએ સુપર કોમ્પ્યુટર તૈયાર કરી લીધું છે, કો આના પર વિશ્વાસ કરવું મુશ્કેલ હશે. દિગ્ગજ ટેક્નોલૉજી ફર્મ ગૂગલના વૈજ્ઞાનિકોએ સાઇકામોર નામથી એવી મશીન તૈયાર કરી છે, જે અશક્ય લાગતી ગતિથી ગણનાઓ કરવામાં સક્ષમ છે. આ મશીન ક્વૉંટમ કમ્પ્યુટિંગના સિદ્ધાંત પર કામ કરે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ ક્વૉંટમ કોમ્પ્યુટર એક સેકેન્ડમાં 20,000 લાખ કરોડ ગણતરીઓ કરી શકે છે. પ્રયોગ દરમિયાન આ કોમ્પ્યુટરે 200 સેકેન્ડ્સમાં આ ગણતરીને અંજામ આપી દીધો, જેને અંજામ આપવામાં પારંપારિક સુપર કોમ્પ્યુચરને 10,000 વર્ષનો સમય લાગી જશે. જોવામાં આ મશીન એક ફ્લિપ ફોન જેવો છે.

કેવી રીતે કરે છે કામ
સામાન્ય કોમ્પ્યુટર બાઇનરી સિસ્ટમ પર કામ કરે છે. એટલે કે આવા કોમ્પ્યુટરમાં દરેક પ્રકારનો ડેટા શૂન્ય અને એકના નાના ટૂકડાઓમાં આગળ વધે છે. આ નાના ટુકડાને બિટ કહેવાય છે. એકવારમાં ફક્ત એક બિટ આગળ વધે છે. તો ક્વૉંટમ કોમ્પ્યુટરમાં શૂન્ય અને એક બન્નેને એકસાથે આગળ વધારી શકાય છે. ક્વૉંટમ કોમ્પ્યુટરમાં જેટાના આ સૌથી નાના ટુકડાને ક્યૂબિટ કહેવામાં આવે છે. એક સાથે શૂન્ય અને એકને લઆને ચાલવાની ક્યૂબિટનો ગુણ જ ક્વૉંટમ કોમ્પ્યુટરની ગતિને લાખગણું વધારી દે છે. હાલ વેજ્ઞાનિકોએ જે ક્વૉંટમ કોમ્પ્યુટર બનાવવાનો દાવો કર્યો છે, તેનું પ્રૉસેસર 54 ક્યૂબિટનું છે.

આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

શું છે ફાયદો
કોમ્પ્યુટરની ઝડપ અનેક બાબતોમાં મદદરૂપ નીવડી શકે છે. વિશેષરૂપે નવી દવાઓની શોધમાં તેનો લાભ લઈ શકાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ આધારિત ટેક્નોલૉજીને પણ તેની મદદથી નવી ઊંચાઇ મળી શકે છે. આ કોમ્પ્યુટરની મદદથી સોલાર પેનલ પણ બનાવી શકાશે. નાણાંકીય લેવડદેવડમાં પણ આની ગતિનો સારો ફાયદો થઈ શકશે.

google technology news