Google Pixel 4 ડ્યુલ સિમ સપોર્ટની સાથે થઈ શકે છે રજૂ

11 February, 2019 04:06 PM IST  | 

Google Pixel 4 ડ્યુલ સિમ સપોર્ટની સાથે થઈ શકે છે રજૂ

પ્રતીકાત્મક તસવીર

Google Pixel 4 સ્માર્ટફોન ડ્યુલ સિમ સપોર્ટની સાથે રજૂ કરાઈ શકે છે. આ બાબતની માહિતી AOSP(એન્ડ્રોઇડ ઓપન સોર્સ પ્રોજેક્ટ) ગેરિટ સિસ્ટમમાં અપાઈ છે. આ રિપોર્ટ મુજબ, આગામી ફ્લેગશિપ Pixel સ્માર્ટફોન ડ્યુલ સિમ સાથે રજૂ થવાની આશા છે. જોકે, Pixel 3 પણ ડ્યુલ સિમને સપોર્ટ કરે છે, પણ આમાં એક નેનો સિમ અને eSIM સપોર્ટ આપેલું છે. પણ આ બન્ને સિમ એકસાથે વાપરી શકાતા નથી. કેટલાય એન્ડ્રોઈડ સ્માર્ટ ફોન્સ ડ્યુલ સિમ, ડ્યુલ એક્ટિવ સપોર્ટ સાથે આવે છે. એનો અર્થ એ છે કે યુઝર્સ ડેટા અને કૉલ માટે મેન્યુઅલી ઓપ્શન્સ સિલેક્ટ કરી શકશે.

આ સિવાય Pixel 4 વિશે પણ વધુ માહિતી નથી મળી રહી. જોકે, આ પહેલા Googleએ એક પેટેન્ટ ફાઈલ કરી હતી જેના લીધે આ ફોન વિશે કેટલીક માહિતી સામે આવી હતી. એમાં કહેવાયું હતું કે આ ફોન ઑલ-સ્ક્રીન ડિઝાઈનની સાથે રજૂ કરવામાં આવશે. આ ફોન વિના નૉચ, ફિંગરપ્રિન્ટ સ્કેનર અને સિંગલ કેમેરા સાથે રજૂ કરાઇ શકે છે.

આ પણ વાંચો : મેડિકલ ક્ષેત્રની આ ટેક્નીકથી સર્જરીના ખર્ચમાં થશે 70 ટકાનો ઘટાડો

Pixel 3 અને Pixel 3 XL લાઈટ વેઇટ થઈ શકે છે લૉન્ચ

Pixel 3 અને Pixel 3 XLના લાઇટ વર્ઝન લૉન્ચ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ફોન્સ વિશે છેલ્લા ઘણા વખતથી ખબરો આવી રહી છે. એક નવી રિપોર્ટ પ્રમાણે, ભારતીય ટિપ્સટર ઈશાન અગ્રવાલે Pixel 3 અને Pixel 3 XL Lite ભારતમાં લૉન્ચ થવાની માહિતી આપી છે. એમાં કહેવાયું છે કે આ બન્ને ફોન્સ ટૂંક સમયમાં જ ભારતમાં લૉન્ચ થશે. જોકે, તેણે તારીખની બાબત વિશે કોઈ જ ખુલાસા કર્યા નથી.

google india