Google 21st birthday: ડૂડલના માધ્યમથી ગૂગલ મનાવી રહ્યું છે જન્મદિવસ

27 September, 2019 09:56 AM IST  |  મુંબઈ

Google 21st birthday: ડૂડલના માધ્યમથી ગૂગલ મનાવી રહ્યું છે જન્મદિવસ

ગૂગલ મનાવી રહ્યું છે પોતાનો જન્મદિવસ

ઈન્ટરનેટનો વપરાશ કરનાર દરેક યૂઝરને ગૂગલ વિશે જાણકારી હશે જ. એક્ઝામના ક્વેશ્ચનથી લઈને ફૂડ રેસિપી સુધી સર્ચ કરવા માટે ગૂગલનો ઉપયોગ કરીએ છે. આજના ટાઈમમાં ગૂગલ માત્ર એક સર્ચ એન્જિન નથી, તે આપાણા જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે. આજે ગૂગલ પોતાનો 21મો જન્મદિવસ મનાવી રહ્યું છે. જે માટે ગૂગલે ખાસ ડૂડલ પણ બનાવ્યું છે.

ગૂગલ ડૂડલમાં શું છે ખાસ?
ગૂગલના ડૂડલમાં તેમને એક ટિપીકલ જૂનું ડેસ્કટોપ જોવા મળશે. ગૂગલે તેમાં શરૂઆતના કમ્પ્યૂટર બતાવ્યા છે. સ્ટોનફોર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ જો સર્જરી બ્રિન અને લેરી પેજનું વિઝન આજે દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન બની ગયું છે. આ સર્ચ એન્જિનમાં ઓછામાં ઓછા 24 મિલિયન પેજીસ છે. ડૂડલમાં માત્ર ડેસ્કટોપ, કી-બોર્ડ માઉસ અને પ્રિંટર જેવું મશીન બતાવવામાં આવ્યું છે,પરંતુ આ 21 વર્ષોમાં આ સર્ચ એન્જિને દુનિયાની પરિભાષા જ બદલી નાખી છે. બાઈનરી નંબર 10100ને googolના નામથી સ્પેલ કરવામાં આવ્યું જે બાદ તે Google બનું ગયું. આજે ગૂગલ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી નીકળીને સ્માર્ટ ફોન સુધી પહોંચી ગયું છે.

આ પણ જુઓઃ સફળ થવાના અડગ 'નિશ્ચય' સાથે આ અભિનેતા કરી રહ્યા છે કમબેક, જાણો તેની સફર

ગૂગલ આજે ન માત્ર એક સર્ચ એન્જિન, પરંતુ દુનિયાની સૌથી મોટી ટેક્નોલોજી કંપનીના લિસ્ટમાં પણ સામેલ થઈ ગયું છે. ગૂગલ હવે અનેક AIથી સજ્જ ઉપકરણો, મોબાઈલ, ડેસ્કટોપ ઓપરેટિંગ સિસ્ટમ, ટીવી ઓએસ પણ બનાવે છે. એટલું જ નહીં ગૂગલ પાસે પોતાની ક્લાઉડ સ્ટોરેજ ડેટા બેંક છે, જ્યાં દુનિયાભરના કરોડો યૂઝર્સનો ડેટા એકઠો થાય છે. 4 સપ્ટેમ્બર 1998ના સ્થાપિત થયેલી આ કંપનીએ આ વખતે 27 સપ્ટેમ્બરને પોતાના જન્મદિવસ તરીકે સેલિબ્રેટ કર્યો છે. ગયા વર્ષે ગૂગલે 26 સપ્ટેમ્બરે પોતાના બર્થ ડે મનાવ્યો હતો. આ પહેલા 2006 સુધી કંપની 27 સપ્ટેમ્બરે જ પોતાનો બર્થ ડે મનાવતી હતી.

google tech news