ભવિષ્યમાં મગજથી નિયંત્રિત કરી શકાશે ઉપકરણો, Facebook લાવશે ટેક્નોલોજી

25 September, 2019 06:26 PM IST  |  મુંબઈ

ભવિષ્યમાં મગજથી નિયંત્રિત કરી શકાશે ઉપકરણો, Facebook લાવશે ટેક્નોલોજી

ભવિષ્યમાં મગજથી નિયંત્રિત કરી શકાશે ઉપકરણો, Facebook લાવશે ટેક્નોલોજી

Facebook એક સ્ટાર્ટઅપને ખરીદવા માટે ડીલ કરી રહ્યું છે. આ સ્ટાર્ટઅપ એવી ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે કે કેવી રીતે કંપ્યૂટર અને ડિવાઈસીસને ક્લિક અને સ્વાઈપની જગ્યાએ મગજથી કંટ્રોલ કરવામાં આવી શકે. CTRL-લેબ્સ, ફેસબુક રિઆલિટી લેબ્સનો ભાગ બનશે અને તેનું લક્ષ્ય આ ટેક્નોલોજીને પર્ફેક્ટ કરવાનું હશે. આ ખબર એંડ્રૂ, ફેસબુકના AR અને VR વાઈસ પ્રેસિડેન્ટે કન્ફર્મ કરી છે.

એંડ્રૂએ ફેસબુક પર એક પોસ્ટ લખ્યું કે- અમને ખબર છે કે ડિવાઈસીસ સાથે વાત કરવાની બીજી પણ કુદરતી રીતો છે અને અમે તેને વિકસિત કરવા માંગીએ છે. આ પ્લાનમાં એક Wristband પર કામ કરવામાં આવશે. જે લોકોના મૂવમેન્ટના આધાર પર ડિવાઈસ કંટ્રોલ કરવાની આઝાદી આપશે. તેમણે જણાવ્યું કે, Wristband ઈલેક્ટ્રિકલ ઈમ્સલ્નને ડિકોટ કરશે. જેવી રીતે, હાથના મસલ્સ કેવી રીતે મૂવમેન્ટ કરવા ઈચ્છે છે કે કંપ્યૂટર, જેવી રીતે બટન પ્રેસ કરવું કે કંપ્યૂટર માઉસ પર ક્લિક કરવું વગેરે.

આવી હશે ટેક્નોલોજી
ફેસબુકના અનુસાર, Wristband ઈમ્પલ્સને એ સિગ્નલ્સમાં બદલશે, જેને ડિવાઈસ સમજી શકશે.  જે બાદ બટન પ્રેસ કરવાની કે માઉસ ક્લિક કરવાની જરૂર નહીં પડે. તે તમારા ખ્યાલને પકડી લેશે, જેમ કે તમારા ફ્રેન્ડ સાથે ફોટો શેર કરવો છે, તો બસ તમારે એ વિશે વિચારવું પડશે અથવા તો એવી રીતે મૂવમેન્ટ કરવાની રહેશે અને તમારું કામ થઈ જશે. તેમણે જણાવ્યું કે, કઈ રીતે દિમાગથી કમાન્ડ લેવાની ટેક્નોલોજી આવતા જ AR અને VRનો અનુભવ પૂરી રીતે બદલાઈ જશે, જેને હાલ હાથથી કંટ્રોલ કરવાનું રહે છે. ફેસબુકે હાલ ડીલ સાથે જોડાયેલી નાણાંકીય જાણકારી આપી છે. કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર, આ ડીલ 500 મિલિયન ડૉલરથી વધારેમાં થઈ છે. જો કે, આ જાણકારી કન્ફર્મ નથી.

આ પણ જુઓઃ Kimberley Mcbeath: રોંગ સાઈડ રાજુની 'ગોરી રાધા'ના આવા કામણગારા છે અંદાજ

ટેક્નોલોજીના ક્ષેત્રમાં થશે મોટો ફેરફાર
Facebook 2014ની શરૂઆતમાં VR ગિયર સેટઅપ Oculus લઈને આવ્યું હતું. માર્ક ઝકરબર્ગ ના પ્રમાણે, કંપ્યૂટિંગ પ્લેટફોર્મમાં આગામી મોટું પગલું હતું. 2017ની શરૂઆતમાં ફેસબુકે એવા પ્રોજેક્ટની જાહેરાત કરી હતી, જેમાં યૂઝર્સ પોતાના મગજથી મેસેજ ટાઈપ કરી શકશે. એવા સમયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં એન્જીનિયર્સ, વૈજ્ઞાનિકોની ટીમ કામ કરી રહી છે, જેઓ એવી સિસ્ટમ બનાવવાનો પ્રયાસ કરી રહી છે, જેનાથી સીધું મગજ એક મિનિટમાં 100 શબ્દો ટાઈપ કરી શકશે. એવી ટેક્નોલોજીથી લોકો ટેક્સ્ટ મેસેજથી લઈને ઈમેઈલ સુધી મગજથી વિચારીને જ મોકલી શકશે.

facebook tech news