96 રૂપિયાના પ્લાનને BSNLએ કર્યો રિવાઈઝ, હવે મળશે આ ફાયદાઓ

08 October, 2019 02:56 PM IST  |  મુંબઈ

96 રૂપિયાના પ્લાનને BSNLએ કર્યો રિવાઈઝ, હવે મળશે આ ફાયદાઓ

BSNLનો રિવાઈઝ્ડ પ્લાન

સરકારી કંપની BSNLએ પોતાના 96 રૂપિયાનો પ્લાન ફરીથી રજૂ કર્યો છે. જેમાં પહેલા કરતા ઓછા કૉલિંગ બેનિફિટ્સ આપવામાં આવશે. નવા પ્લાનમાં કંપની 90 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. ત્યાં જ, અનલિમિટેડ કૉલિંહને 250 મિનિટનો કરી દેવામાં આવ્યો છે. આ બેનિફિટ દરેક દિવસ માટે છે. એ સિવાય તમામ બેનિફિટ્સ એક જેવા હશે. એ સિવાય કંપનીએ 118 રૂપિયા અને 153 રૂપિયાના વાઉચરમાં પણ ફેરફાર કર્યા છે.

BSNLનો 96 રૂપિયાનો પ્લાન
આ પ્લાનને જુલાઈ મહિનામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં હાલ અનલિમિટેડ કૉલિંગ અને 100 એસએમએસ રોજના આપવામાં આવી છે. તેના બેનિફિટની અવધી 21 દિવસ અને પ્લાનની અવધિ 180 દિવસ કરવામાં આવી હતી. હવે તેને એક પ્રમોશનલ પ્લાન તરીકે રિવાઈઝ કરવામાં આવ્યો છે. ઓછા કૉલિંગના બેનિફિટ્સ સિવાય તમામ બેનિફિટ્સ એક જેવા જ છે. નવા પ્લાનને 6 ઑક્ટોબરથી લાગૂ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં 100 એસએમએસ પણ આપવામાં આવશે. જેની વેલિટિડી 21 દિવસની હશે.

આ પણ જુઓઃ શું તમને ખબર છે લાખોની 'ડ્રીમ ગર્લ' નુસરત ભરૂચા ગુજરાતી છે!

118 રૂપિયા અને 153 રૂપિયાના વાઉચરની વાત કરીએ તો અને આ પ્લાનના બેનિફિટ્સ પહેલા જેવા જ રહેશે. બસ તેમાં પર્સનલાઈઝ્ડ રિંગટોનની સુવિધા આપવામાં આવી છે. 118 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તેમાં 0.5 જીબી ડેટા અને 250 મિનિટ રોજ આપવામાં આવશે. જેની વેલિડિટી 28 દિવસની છે.

bsnl tech news