Amazon Prime Day 2019 15 જુલાઈથી થશે શરૂ, મળશે ડિસ્કાઉન્ટ

24 June, 2019 06:01 AM IST  |  મુંબઈ

Amazon Prime Day 2019 15 જુલાઈથી થશે શરૂ, મળશે ડિસ્કાઉન્ટ

એમેઝોન પ્રાઈમ ડે સેલ

એમેઝોને આ વર્ષના પોતાના પ્રાઈમ ડે સેલ ઈવેન્ટની તારીખ જાહેર કરી દીધી છે. આ પ્રાઈમ ડે સેલ જુલાઈ મહિનાની 15 તારીખે શરૂ થશે. અને 15થી 16 જુલાઈ એમ બે દિવસ સુધી ચાલશે. ગત વર્ષે એમેજોનનું આ વાર્ષિક સેલ 36 કલાક સુધી ચાલ્યું હતું, જો કે કંપનીએ આ વખતે સેલ 48 કલાક સુધી રાખવાની જાહેરાત કરી છે. ભારતમાં એમેઝોનનું આ ત્રીજુ પ્રાઈમ ડે સેલ અને ગ્લોબલી પાંચમું સેલ છે. એમેઝોન આ સેલમાં સારી ડીલ્સ, નવી પ્રોડક્ટ લોન્ચ, પ્રાઈમ વીડિયો અને પ્રાઈમ મ્યુઝિકની નવી રિલીઝ સહિત ઘણું કરવાનું છે.

પ્રાઈમ ડે સેલ એ વાર્ષિક સેલ છે, જે આખી દુનિયામાં એક્સક્લુઝિવસી એમેઝોન પ્રાઈમ સબસ્ક્રાઈબર્સ માટે જ હોય છે. આ સેલમાં એમેઝોન ગ્લોબલી 1 મિલિયન ડીલ્સ ઓફર કરશે. મનાઈ રહ્યું છે કે આ એમેઝોનની વર્ષની સૌથી મોટી ઈવેન્ટ છે. ભારતમાં પ્રાઈમ ડે સેલમાં 1 હજાર નવી પ્રોડક્ટ લોન્ચ, વન પ્લસ, એમેઝોન બેઝિક્સ, સેમસંગ, ઈન્ટેલ સહિતની અન્ય બ્રાન્ડ્ઝની નવી પ્રોડક્ટ ઓફર કરાશે. આ સેલમાં એલજીનો નવો W30 સ્માર્ટ ફોન, સેમસંગ ગેલેક્સી M40ની નવી કોકટેલ ઓરેન્જ કલર વેરિયન્ટ, JBLનું નવું ઓડિયો ગિયર અને 4K ટીવી સામેલ છે.

નવી પ્રોડક્ટ લોન્ચ ઉપરાંત AMAZON હાલ નવી ફિલ્મો અને મ્યુઝિક રિલીઝને પણ પ્રમોટ કરશે. 1 જુલાઈથી 14 જુલાઈ સુધી એમેઝોન પ્રાઈમ વીડિયો નવી રિલીઝ ઓફર કરશે. AMAZONને સલમાન ખાન અને આલિયા ભટ્ટ જેવી સેલિબ્રિટીઝ સાથે પ્રાઈમ મ્યુઝિક પર ક્યુરેટેડ મ્યુઝિક પ્લેલિસ્ટ માટે ટાય અપ કર્યું છે. આ બંને સેવાઓ પ્રાઈમ સબસ્ક્રાઈબર્સ માટે કોમ્પ્લીમેન્ટરી છે.

એમેઝોન પ્રાઈમ ડે સેલમાં મોબાઈલ ફોન્સ પર ડીલ્સ અને બંડલ્ડ પણ ઓફર્સ કરવામાં આવશે. એમેઝોન પ્રાઈમ ડે પર ભારતના લેન્ડિંગ પેજ પર પ્રીમિયમ સ્માર્ટ ફોન્સ પર એવી ઓફર્સ મળશે, જે આજ સુધી યુઝર્સને ક્યારેય નથી મળી. આ સાથે જ 5 હજારથી ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ પણ સસ્તા ભાવમાં મળી રહેશે.

આ પણ વાંચોઃ લો બોલો, હવે રોબોટ શીખવશે કે બાળકોને કેવી રીતે સાચવવા !!!

Prime Day sale એ એમેઝોનની પ્રોડ્ક્ટ્સ ખરીદવાનો પરફેક્ટ સમય હોય છે. સેલ દરમિયાન એમેઝોન કિન્ડલ, ફાયર ટીવી સ્ટીક, અને એમેઝોન ઈકોના સ્માર્ટ સ્પીકર્સ પર ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે જ ઈ કોમર્સ કંપની મોટી સ્ક્રીનના ટીવી અને હોમ અપ્લાયન્સીસ પર 50 ટકા ડિસ્કાઉન્ટ મળશે. સેલમાં પુસ્તકો, રમકડા અને ગેમિંગ કન્સોલ્સ પર પણ મોટું ડિસ્કાઉન્ટ મળશે.

આ વર્ષે એમેઝોને HDFC બેન્ક સાથે ટાય અપ કર્યું છે. જેને કારણે એચડીએફસી ક્રેડિટ અને ડેબિટ કાર્ડ યુઝર્સને સેલ દરમિયાન 10 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અપાશે. એમેઝોન પે ICICI બેન્ક ક્રેડિટ કાર્ડ સાથે અનલિમિટેડ રિવોર્ડ્ઝ પોઈન્ટ્સ પણ ઓફર કરવામાં આવશે. કેટલાક પેમેન્ટ વિકલ્પ પર નો કોસ્ટ EMI પેમેન્ટ વિકલ્પ પણ આપવામાં આવશે.

amazon life and style business news