Amazon Mi Days Saleમાં Xiaomiના ફોન્સ પર Rs 11,000નું ડિસ્કાઉન્ટ

18 June, 2019 03:54 PM IST  |  મુંબઈ

Amazon Mi Days Saleમાં Xiaomiના ફોન્સ પર Rs 11,000નું ડિસ્કાઉન્ટ

જો તમે શાઓમીનો બજેટ ફોન લેવાનો પ્લાન કરી રહ્યા હો, તો આ કદાચ તમારા માટે બેસ્ટ સમય છે. Amazonને શાઓમીના Mi Super saleની સાથે સાથે Mi Days Sale પર શરૂ થઈ છે. આ સેલમાં MI અને Redmiના ફેન્સને મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલમાં Mi A2 પર રૂપિયા 6,500નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઉપરાંત વધારાના ડિસ્કાઉન્ટ જેવા બેન્કિંગ ડિસ્કાઉન્ટ, નો કોસ્ટ EMI અને એક્સચેન્જ ઓફર્સ પણ મળી રહી છે. Mi A2 ઉપરાંત Redmiના અન્ય ફોન્સ જેવા કે Redmi Y2, Redmi Note 5 Pro અને Redmi 6 Pro પર પણ ઓફર્સ મળી રહ્યા છે. આ સેલ 21 જૂન સુધી ચાલશે.

Mi A2ને 16,999માં ભારતમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. ફોનની બે વાર પ્રાઈઝ ઘટી શકી છે. હવે તેને Amazon પર 10,990માં ખરીદી શકાય. આ કિંમત તેના મોટા વેરિયન્ટ 4GB/64GBની છે. તેના 6GB/128GB વેરિયન્ટને રૂપિયા 15,999માં ખરીદી શકાય છે.

ડિસ્કાઉન્ટ ઉપરાંત Amazon નો કોસ્ટ EMI પ્લાન્સ અને એક્સિસ બેન્ક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ EMI ટ્રાન્ઝેક્શન પર 5 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ પર રૂપિયા 11,350 સુધી એક્સચેન્જ ઓફર પણ મળી રહ્યું છે. તો Xiami Inida સ્ટોર Mi એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત 2 હજારના વધારાના એક્સચેન્જ, નો કૉસ્ટ EMI અને ઈન્સ્ટન્ટ કેશ બેક ઓફર મળી રહી છે.

tech news technology news