ફ્રી કૉલિંગ બાદ ફ્રી ડેટા પણ નહિ મળે, ટેલિકૉમ કંપનીઓએ TRAIને આપી સલાહ

04 December, 2019 06:08 PM IST  |  Mumbai Desk

ફ્રી કૉલિંગ બાદ ફ્રી ડેટા પણ નહિ મળે, ટેલિકૉમ કંપનીઓએ TRAIને આપી સલાહ

3 ડિસેમ્બરથી બધી ટેલિકૉમ કંપનીઓએ અનલિમિટેડ ફ્રી કૉલિંગ બંધ કરી દીધી છે. તેની સાથે સાથે કંપનીઓએ અન્ય નેટવર્ક પર ફ્રી કૉલિંગ માટે લિમિટ સેટ કરી દીધી છે. એટલું જ નહીં, ટેલિકૉમ કંપનીઓએ પોતાના પ્રીપેડ પ્લાન્સના દરમાં પણ વધારો કર્યો છે. હવે ટેલિકૉમ કંપનીઓ યૂઝર્સને વધુ એક ઝાટકો આપવાની તૈયારીમાં છે. Bharti Airtel, Vodafone-Idea અને Reliance Jioએ ટેલિકૉમ રેગ્યૂલેટર TRAIને ડેટા સર્વિસ માચે ફ્લોર પ્રાઇસિંગનો પ્રસ્કાવ આપ્યો છે. TRAIને સોંપવામાં આવેલા પત્રમાં COAIના ડાયરેક્ટર જનરલ રંજન મેથ્યૂઝે કહ્યું કે આ સમયે માર્કેટમાં ચાલતી સ્પર્ધા વચ્ચે કોઇપણ ટેલિકૉમ કંપનીઓને પોતાના ટેરિફમાં સુધારો કરવાની શક્યતા નથી. એવામાં રેગ્યુલેટર મોબાઇલ ડેટા માટે એક મિનિમમ ટેરિફ સેટ કરી શકે છે.

રેગ્યુલેટરને એ ખબર છે કે મોબાઇલ ડેટા અને વૉઇસ સર્વિસ યૂઝર્સ માટે એક જરૂરિયાતનું સાધન બની ગયું છે. એવામાં રેગ્યૂલેટરને વર્તમાન સ્થિતિને જોતાં પૂર્વાભાસના આધારે ટેરિફ સેટ કરવાનું રહેશે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં મોબાઇલ ડેટાની કિંમત અન્ય વિકસિત આ વિકાસશીલ દેશની તુલનામાં 50 ગણું ઓછું છે. ટેલિકૉમ કંપનીઓ Bharti Airtel, Vodafone-Idea અને Reliance Jio આ વાતથી સંપૂર્ણપણે સહેમત છે કે TRAIને મોબાઇલ ડેટા માટે પણ એક ફ્લોર પ્રાઇસ સેટ કરવી જોઇએ.

COAI એટલે કે સેલ્યુલર ઑપરેટર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા ટેલિકૉમ કંપનીઓ Bharti Airtel, Vodafone-Idea, Reliance Jio, BSNL અને MTNLના રિપ્રેઝેન્ટેટર તરીકે કામ કરે છે. પોતાના પત્રમાં રંજન મૈથ્યૂઝે લખ્યું કે TRAIએ આ સુનિશ્ચિત કરવાનું રહેશે કે ટેરિફને ટૂંક સમયમાં જ રેગ્યુલેટ કરવામાં આવશે, જેથી ટેલિકૉમ ઇન્ડસ્ટ્રી સદૈવ વિકસિત રહે.

આ પણ વાંચો : આટલી ખૂબસૂરત છે બિગ બૉસ 13ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Madhurima Tuli, જુઓ તસવીરો

આ સમયે ટેલિકૉમ સેક્ટર પર લગભદ રૂપિયા 7.5 લાખ કરોડ બાકી છે. તાજેતરમાં જ આવેલા સુપ્રીમ કોર્ટના AGR પર નિર્ણય પછીથી સેક્ટર પર દબાણ હજી વધારે વધી ગયું છે. સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવેલા ત્રૈમાસિક રિઝલ્ટમાં Bharti Airtel અને Vodafone-idea પર કુલ મળીને Rs 75,000 કરોડનું નુકસાન થયું છે. જો, TRAIના ડેટા પર નજર નાખીએ તો ટેલિકૉમ કંપનીઓની ARPU (એવરેજ રિવેન્યુ પર યૂઝર) Rs 80 પ્રતિ મહિને સુધી પહોંચી ગઈ છે, જે 2010માં પ્રતિ મહિને 141 રૂપિયા પ્રતિ મહિને હતી. 2017માં ARPU ઘટીને Rs 117 પહોંચી ગઈ હતી, જે હવે ઘણી નીચે પહોંચી ગઈ છે.

trai idea vodafone business news tech news technology news