5G રોલ આઉટઃ સરકાર મોનોપોલીને નહીં આપે પ્રોત્સાહન

28 July, 2019 05:50 PM IST  |  નવી દિલ્હી

5G રોલ આઉટઃ સરકાર મોનોપોલીને નહીં આપે પ્રોત્સાહન

5G રોલ આઉટઃ સરકાર મોનોપોલીને નહીં આપે પ્રોત્સાહન


દેશની ટેલીકોમ કંપનીનો સીઈઓ અને ટેલિકોમ મિનિસ્ટર વચ્ચે શનિવારે બેઠક થઈ જેમાં સરકારે એ સાફ કરી દીધું છે કે 5G રોલઆઉટને લઈને કોઈ મોનોપોલી નહીં કરવામાં આવે. જેથી ટેલિકોમ સેક્ટરમાં એકસરખી સ્પર્ધા જળવાઈ રહે. સાથે જ સરકારે ટેલિકોમ કંપનીઓને પોતાની નેટવર્ક ક્વોલિટી અને સર્વિસમાં સુધારો કરવાની સલાહ પણ આપી છે. જેથી 5G રોલ આઉટ માટે એક બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી શકાય અને ભારતની 5 ટ્રિલિયન વાળી ઈકોનોમીનો ગૉલ પુરો કરવામાં મદદ મળે.

શનિવારે રવિશંકર પ્રસાદે  Bharti Airtel, Reliance Jio, Vodafone Idea Limited અને પબ્લિક સેક્ટરની કંપની બીએસએનએલ સાથે મુલાકાત કરી. આ મુલાકાતમાં ટેલિકોમ કંપનીની બિઝનેસ સમસ્યાઓને સાંભળવામાં આવી. જે બાદ તેમના પર કામ કરવાનું આશ્વાસન પણ આપવામાં આપ્યું.

ટેલિકોમ મંત્રી સાથે એક કલાક સુધી ચાલેલી આ બેઠકમાં ટેલિકોમ કંપનીઓના ટોચના અધિકારીઓ હાજર હતા. મીટિંગ બાદ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ટેલિકોમ કંપનીઓને ભારતમાં  5G રોલ આઉટ કરવાની સાથે જ ભારતીય પેટેંટ વાળી 5G ટેક્નોલોડી વિકસિત કરે. કેન્દ્ર સરકારની ભારતને 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનાવવામાં ટેલિકોમ કંપનીઓનું 25 ટકા યોગદાન હશે.

આ પણ જુઓઃ બોલબાલા ટ્રસ્ટઃ 28 વર્ષથી રાજકોટની સેવા કરે છે આ સંસ્થા

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હાલ દેશના 43, 000 ગામડાઓમાં મોબાઈલ નેટવર્કની કનેક્ટિવિટી નથી. જેના માટે ટેલિકોમ કંપની અને COAI મળીને એક વર્ષની અંદર ત્યાં કનેક્ટિવિટી પહોંચાડે. જેના માટે ટેલિકોમ વિભાગ તેમને મદદ કરવા માટે તૈયાર છે. સાથે જે તેમણે કહ્યું કે તેઓ ફેર કોમ્પિટીશન ઈચ્છે છે. કોઈની મોનોપોલી નહીં ચાલે.

airtel vodafone ravi shankar prasad