ગુગલ પ્લે સ્ટોરમાંથી શા માટે આ 34 એપ ડિલીટ થઈ?

04 October, 2020 03:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુગલ પ્લે સ્ટોરમાંથી શા માટે આ 34 એપ ડિલીટ થઈ?

ફાઈલ તસવીર

ગૂગલે પ્લે સ્ટોર પરથી 34 એવી એપ્લીકેશનને ડિલીટ કરી દીધી છે, જેમાં જોકર મેલવેયર મળી આવ્યુ છે. ગૂગલે આ કાર્યવાહી જુલાઈ મહિનાથી સપ્ટેમ્બરની વચ્ચે કરી હતી. ‘જોકર’ એક એવો ખતરનાક વાયરસ છે, જે છેલ્લા મહીનાઓથી ઘણી એપ્લિકેશનને પ્રભાવિત કરી ચૂક્યા છે.

ગૂગલે જે પણ એપના પ્રભાવિત થવાની જાણ થઈ રહી છે, તેવી એપ્લીકેશનોને પ્લે સ્ટોર પરથી તેમને ડિલીટ કરી રહ્યુ છે. આ જોકેર મેલવેયર એક પ્રકારના મેલિશિયસ બોટ છે, જેમને Fleeceware તરીકે પણ કેટેગરાઈઝ કરવામાં આવ્યુ છે. આ મેલવેયરનું કામ SMS પર ખોટા ક્લિક કરવાનું હોય છે. જેનાથી આ યૂઝર્સના એકાઉન્ટથી નક્કામાં પ્રીમિયમ પેડ સર્વિસ પર સબ્સક્રાઈબર કરી દેતા હોય છે. આવી ઘટનાઓ બની જાય છે છતાં તે અંગે યૂઝરને કોઈપણ પ્રકારની જાણકારી હોતી નથી.

આ સ્પાઈવેયરસને SMS મેસેજ, કોન્ટેક્ટ લિસ્ટ અને ફોનની જાણકારીઓ ચોરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. આ મેલવેયર યૂઝરસને ચૂપચાપ પ્રીમિયમ વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ WAP સર્વિસ માટે સાઈન-અપ કરાવી દેતા હોય છે. Google તેમને 'Bread' (Joker) તરીકે સ્પોટ કર્યા છે. આ એપ તમારા ફોનના ડેટાની ચોરી કરે છે. તેથી તેને તરત જ ફોનમાંથી ડિલીટ કરી દો.

 

ગૂગલ પ્લે સ્ટોર પરથી ડિલીટ કરાયેલી 34 એપ

tech news google