સ્નૅપચૅટ પર બનાવો તમારો ૧૨૦૦ પ્રકારનો 3D અવતાર

23 July, 2021 12:42 PM IST  |  Mumbai | Harsh Desai

જાતજાતના સ્ટાઇલિશ બૉડી પોઝ, ચહેરાના એક્સપ્રેશન્સ, જૅસ્ચર્સ અને બૅકગ્રાઉન્ડના વિવિધ ઑપ્શન્સ સાથે તમે તમારા જ ફોટાને થ્રી-ડાયમેન્શનમાં સેટ કરીને મૂડ ક્રીએટ કરી શકશો : 3D બિટમોજીની સાથે હવે સ્નૅપચૅટ ઑગ્મેન્ટેડ રિયલિટી શૉપિંગ તરફ વળ્યું

સ્નૅપચૅટ હવે 3D અવતાર અને ઑગ્મેન્ટેડ રિયલિટી શૉપિંગ પર કામ કરી રહ્યું છે

સ્નૅપચૅટ હવે વધુ ને વધુ ટેક્નૉલૉજી પર ફોકસ કરી રહ્યું છે. જનરેશન ઝેડ વધુ સ્નૅપચૅટનો ઉપયોગ કરી રહ્યું છે. ૧૯૯૫ પછી જન્મેલી નવીનક્કોર પેઢીનો સમાવેશ જનરેશન ઝેડમાં કરવામાં આવે છે. પહેલાં સ્નૅપચૅટનો ઉપયોગ ફોટો શૅર કરવા માટે વધુ થતો, પરંતુ હવે એનો ઉપયોગ મલ્ટિપલ યુઝ માટે કરવામાં આવે છે. એનાં ફિલ્ટર સારાં હોવાથી યુઝર્સ આ ઍપનો ઉપયોગ ફોટો ક્લિક કરવા માટે પણ કરે છે. હવે એનો ઉપયોગ ડિજિટલ પ્લૅટફૉર્મ માટે પણ થઈ રહ્યો છે. એચબીઓ મૅક્સ દ્વારા એના કેટલાક શોના એપિસોડને સ્નૅપચૅટ યુઝર્સ દ્વારા ફ્રીમાં જોઈ શકવાની જાહેરાત કરવામાં આવી હતી. એટલું જ નહીં, ૬૩ ફ્રેન્ડ્સ સાથે મળીને આ એપિસોડ જોઈ શકે છે. જોકે સ્નૅપચૅટમાં હવે વધુ ફીચર્સની સાથે એનો કેવી રીતે ઉપયોગ કરવો એમાં પણ એક્સ્પાન્ડ કરવામાં આવી રહ્યું છે. સ્નૅપચૅટ હવે 3D અવતાર અને ઑગ્મેન્ટેડ રિયલિટી શૉપિંગ પર કામ કરી રહ્યું છે. આ વિશે થોડી માહિતી જોઈએ.

3D અવતાર

સ્નૅપચૅટ પર હવે યુઝર્સ તેમના થ્રી-ડાયમેન્શનલ (3D) વર્ઝનને જોઈ શકશે. આ ફીચરની મદદથી યુઝર્સ તેમની સ્નૅપચૅટ અને ફ્રેન્ડશિપ પ્રોફાઇલમાં પોતાના 3D અવતારને જોઈ શકશે. આ માટે બૉડી પોઝ, ચહેરાના એક્સપ્રેશન્સ, જૅસ્ચર અને બૅકગ્રાઉન્ડની સાથે ટોટલ ૧૨૦૦ કૉમ્બિનેશન આપ્યાં છે જેમાં યુઝર્સ પોતાની રીતે પોતાના અવતારને 3Dમાં બનાવી શકશે. આ સાથે જ શાંતિ, પ્રાર્થના અને બીચ જેવાં દૃશ્યો અને ઍનિમલ પ્રિન્ટ જેવા બૅકગ્રાઉન્ડની સાથે પોતાના મૂડને ક્રીએટ કરી શકશે. આ સાથે જ યુઝર્સ તેમની ફેવરિટ ડિઝાઇનર બ્રૅન્ડનાં ક્લોથ્સને પણ ડિટેલમાં જોઈ શકશે અને એ માટે 3D ટેક્નૉલૉજી ખૂબ જ મહત્ત્વનો પાર્ટ ભજવશે. આ સાથે જ પ્રોફાઇલ શૅરિંગ અને સ્નૅપકોડ માટે પણ સરળતાથી ઍક્સેસ કરી શકાય એવું બનાવવામાં આવી રહ્યું છે. હજી ગયા અઠવાડિયે જ ઉજવાયેલા વર્લ્ડ ઇમોજી ડે વખતે સ્નૅપચૅટે  બિટમોજીમાં કેટલાંક સ્ટિકર્સ પણ ઍડ કર્યાં છે. આ સ્ટિકર્સમાં કોવિડ વર્કર્સને રિસ્પેક્ટ આપવાની સાથે ઇન્ડિયાની વૅક્સિનેશન ડ્રાઇવને પણ સપોર્ટ કરવા માટેનાં સ્ટિકર ઉમેરવામાં આવ્યાં છે.

ઑગ્મેન્ટેડ રિયલિટી શૉપિંગ

સ્નૅપચૅટને ઑગ્મેન્ટેડ રિયલિટી (AR)માં ભવિષ્ય દેખાઈ રહ્યું છે. આથી તેમણે વર્ટિબ્રે ફર્મને ખરીદી લીધી છે. આ ફર્મ 3D પ્રોડક્ટ મૉડલ બનાવવામાં માહેર છે. આ પહેલાં સ્નૅપચૅટે વેવઑપ્ટિક્સ, ફિટ ઍનૅલિટિક્સ અને સ્ક્રીનશૉપ ફર્મને ખરીદી લીધી છે. આ તમામ દ્વારા સ્નૅપચૅટ યંગ જનરેશન સુધી

પહોંચવા માગે છે. સ્નૅપચૅટને લાગે છે કે યંગ જનરેશન હવે ઑનલાઇન

શૉપિંગ તરફ વધુ વળી છે. વર્ટિબ્રે કોઈ પણ પ્રોડક્ટને 3D વર્ઝનમાં બનાવી યુઝર્સ સામે મૂકશે જેથી યુઝર્સ એ પ્રોડક્ટને તમામ ઍન્ગલથી જોઈ શકશે. હાલમાં જ લકઝરી બ્રૅન્ડ ગુચીએ સ્નૅપચૅટ સાથે કોલેબરેશન કર્યું હતું. આ

દરમ્યાન તેમને ખૂબ જ સારો રિસ્પૉન્સ મળ્યો હતો. આથી સ્નૅપચૅટ હવે જનરેશન ઝેડ પર ફોકસ કરી રહી છે. સ્નૅપચૅટનું માનવું છે કે ૨૦૨૫ સુધીમાં ૧૩થી લઈને ૬૯ વર્ષની ઉંમરની વ્યક્તિ જેઓ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે છે એમાંથી ૭૫ ટકા વ્યક્તિ વર્ચ્યુઅલ રિયલિટીનો ઉપયોગ કરશે. આ તકનો ફાયદો ઉઠાવીને તેઓ ઑગ્મેન્ટેડ રિયલિટી શૉપિંગ તરફ કદમ માંડી રહ્યા છે.

technology news harsh desai