ભારતીય સ્ટાર્ટ-અપ કંપનીઓમાં રોકાણ કરશે ફેસબુક

28 September, 2019 10:57 AM IST  |  મુંબઈ

ભારતીય સ્ટાર્ટ-અપ કંપનીઓમાં રોકાણ કરશે ફેસબુક

ભારતીય સ્ટાર્ટ-અપ કંપનીઓમાં રોકાણ કરશે ફેસબુક

સોશિયલ મીડિયા કંપની ફેસબુક ભારતમાં ટેક્નોલોજી સ્ટાર્ટ-અપ્સમાં રોકાણનું યોજના બનાવી રહી છે. ફેસબુક ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર અજીત મોહને કેરલમાં આયોજિત હડલ કેરલા-2019 કાર્યક્રમમાં બોલી રહ્યા હતા ત્યારે આ વાતનો ઈશારો કર્યો. મોહને કહ્યું કે અમે ભારતના ટેક્નોલોજી સ્ટાર્ટ-અપમાં સીધું રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમે દેશમાં મોટી માત્રામાં હાજર એન્જિનિયરિંગ ટેલેન્ટ પર પોતાનું ધ્યાન અને સમય લગાવવા માંગે છે.

કેરળમાં આયોજિત હડલ કેરલા એશિયાના મોટા સ્ટાર્ટ-અપ સંમેલનમાંથી એક છે. આ કેરલ સ્ટાર્ટ-અપ અને ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિયેશન દ્વારા આયોજિત કરવામાં આવે છે.

આ પણ જુઓઃ Happy Birthday Lataji: યાદ કરીએ લતાજીના કંઠે ગવાયેલા ગુજરાતી ગીતોને...

મોહને કહ્યું કે ફેસબુકે કેટલાક મહિના પહેલા જ મીશો નામની કંપનીમાં આંશિક રીતે રોકાણ કર્યું હતું. જેનાથી બે લાખ મહિલા ઉદ્યોગ સાહસિકો ઓનલાઈટ પ્લેટફોર્મ પર આવવામાં સફળ રહી. ભારતમાં  આવેલું આ ઈનોવેશન દુનિયાની બાકી જગ્યાઓએ પણ લઈ જવામાં આવી શકે છે. આ રોજગાર નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. ભારતમાં આ સમયે ટેક્નોલોજીના ક્ષેત્રમાં માત્ર 35 ટકા સુધી મહિલાઓ કાર્યરત છે. આપણે આ લિંગભેદને ખતમ કરવાના ઉપાયો પર ધ્યાન લગાવવાનું રહેશે અને એ કારણોની ઓળક કરવી પડશે જે મહિલાઓને આ ક્ષેત્રોમાં આવવાથી રોકી રહી છે. મોહને કહ્યું કે ફેસબુક કૌશલ વિકાસ પર ધ્યાન આપી રહ્યું છે અને સ્ટાર્ટ અપ્સ માટે પ્લેટફોર્મ તૈયાર કરી રહી છે.

facebook tech news