Year 2021: આ 5 સરળ રીતે નવા વર્ષમાં બદલો તમારી લાઇફસ્ટાઇલ

01 January, 2021 05:34 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Year 2021: આ 5 સરળ રીતે નવા વર્ષમાં બદલો તમારી લાઇફસ્ટાઇલ

તસવીર સૌજન્ય જાગરણ

જ્યારે આપણે વર્ષ 2020 તરફ પાછા વળીને જોઇએ છીએ તો, કેટલીક કડવી સ્મૃતિઓ છે જે ક્યારેય નહીં ભૂલી શકાય. વર્ષ 2020 ફક્ત લોકોને સ્વજનોથૂ દૂર કર્યા છે એટલું જ નહીં પણ ઘણાં લોકોએ પોતાના સ્વજનો કોરોનાવાયરસને કારણે ગુમાવી દીધા. આપણાંમાંથી કેટલાક ફરી આ વર્ષ જીવવા નહી માગે. એવામાં ગયા વર્ષમાંથી કેટલીક એવી સારી બાબતો પણ શીખી શકાય છે અને આગામી વર્ષો માટે પોતાની લાઇફસ્ટાઇલ બહેતર પણ બનાવી શકાય છે.

હકીકતે, કોવિડ-19 મહામારીએ લાઇફસ્ટાઇલને બદલી દીધી એમ પણ કહી શકાય કે વિશ્વના દરેક વ્યક્તિનું જીવન બદલી દીધું છે. જણાવવાનું કે તે બધી લાઇફસ્ટાઇલમાં લાવનારા ફેરફાર વિશે જે બાબતે આ વર્ષે વિચારવા જોઇએ. જેને તમને સ્વસ્થ જીવન આપે અને મહામારી જેવી સ્થિતિ માટે પણ તૈયાર રાખશે.

આ પગલા 2021માં પોતાની લાઇફસ્ટાઇલને બહેતર બનાવવામાં મદદ કરશે

પરિવાર છે સૌથી પહેલા
પહેલી અને સૌથી મહત્વપૂર્ણ વાત જે આ મહામારીએ બધાને શીખવી તે એ છે કે પરિવાર સૌથી પહેલા આવે છે. કોરોના કાળ દરમિયાન અનેક લોકોને પોતાના ગામડે અને ઘરે પહોંચાડી દીધા, જ્યાં તે કેટલાય વર્ષોથી નથી ગયા. લોકોને કોવિડની ગંભીરતા સમજાઇ ગઈ અને એટલે જ તે દરેક જગ્યાએથી પોતોના પરિવાર તરફ વળ્યા. આ દરમિયાન લોકોએ પોતાના માતા-પિતા, દાદા-દાદી, નાના-નાની સાથે સારો સમય વીતાવ્યો. આ વર્ષે સ્થિતિ ગમે તેટલી ખરાબ કેમ ન રહી હોય, પણ આ મહામારીએ બધાને એ સમજાવી દીધું કે પરિવાર સૌથી પહેલા આવે છે.

બચતનું મહત્વ
બચત એક એવી જરૂરી વસ્તુ છે જે ફક્ત 2021માં પણ આવનારા વર્ષોમાં પણ કરવાની રહેશે. આ લૉકડાઉને ફક્ત લોકોના સ્વાસ્થ્ય પર જ નહીં પણ તેમના રોજિંદા જીવન, નોકરી અને રોજગાર પર પરણ અસર પાડી છે. મહામારી સાથે આપણે મંદી, બેરોજગારી, કંપનીઓ બંધ થવી અને એવી અનેક વસ્તુઓ જોઇ જેના કારણે આપણી લાઇફસ્ટાઇલ પર ઊંડી અસર પડી છે. આ વાત તો સ્પષ્ટ છે કે પૈસા બચાવવા લાઇફસ્ટાઇલનો મહત્વનો ભાગ છે.

ફિટનેસ
વર્ષ 2021માં ફિટનેસને સહેજ પણ ભૂલી શકાય નહીં કારણકે આ એક એવી વસ્તુ છે જે આપણા જીવતા રહેવાની શક્યતા વધારે છે. ઇમ્યૂનિટી તે મહત્વના કારકોમાંની એક છે જેના પર બધાએ આખરે કામ કરવાનું શરૂ કરી દીધું છે. તમે કોવિડ-19 પૉઝિટીવ હો કે નહીં, બધાએ યોગ, ધ્યાન અને હેલ્ધી ડાએટ ફૉલો કરવું જોઇએ. તમને ફિટનેસ માટે જિમનો સહારો લેવાની જરૂર નથી, તમે ઘરે પણ શરૂ કરી શકો છો.

જૂના મિત્રો સાથે વાતો
આ લૉકડાઉને કેટલીય એવી વસ્તુઓ શીખવી છે અને તેમાંની એક મહત્વપૂર્ણ વસ્તુ આ પણ છે કે બધાએ પોતાના જૂના મિત્રો અને પરિવારના સભ્યો સાથે જોડડે છે. જે લોકોએ કેટલાય વર્ષોથી એકબીજા સાથે વાત નહોતી કરી, તેમણે ફરી એકવાર પોતાની ખુશી અને દુઃખ વહેંચ્યા. કેટલાય લોકોએ લૉકડાઉન પછી મળવાના પ્લાન બનાવ્યા. આ પણ લાઇફસ્ટાઇલમાં એક મોટો ફેરફાર છે જે આપણે 2021માં પણ જાળવી રાખવો જોઇએ.

life and style health tips