World Cancer Day 2023 : શું છે આ વર્ષની થીમ? જાણી લો આજનો ઇતિહાસ

04 February, 2023 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

૪ ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

‘વિશ્વ કેન્સર દિવસ’ (World Cancer Day) દર વર્ષે ૪ ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. દર વર્ષે વૈશ્વિક સ્તરે કેન્સર નાબૂદી માટે જાગૃતિ ફેલાવવા અને તેને રોકવા માટેના પગલાંનો પ્રચાર કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. કેન્સરની નાબૂદી માટે અને જાગૃતિ ફેલાવવા માટે આજના દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. જાણો આ વર્ષની શું થીમ છે અને આજના દિવસનો ઇતિહાસ શું છે…

વિશ્વ કેન્સર દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

દર વર્ષે ચોથી ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. કેન્સર બીનચેપી રોગ છે. આ રોગને કઈ રીતે રોકવો, તેની જાણ કઈ રીતે થાય અને સારવાર વિશે માહિતી આપવા અને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય કેન્સર નિવારણ, ઘટનાઓ અને અસ્તિત્વને પ્રભાવિત કરતા સામાજિક-આર્થિક પરિબળોની તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પણ છે.

આ પણ વાંચો - World Cancer Day : કેન્સર સામે સિતારાઓની જંગ, કોઇ જીત્યું કોઇ હાર્યું

વિશ્વ કેન્સર દિવસ ૨૦૨૩ની થીમ

વિશ્વ કેન્સર દિવસ માટેની આ વર્ષની થીમ "ક્લોઝ ધ કૅર ગૅપ" ઝુંબેશનું બીજું વર્ષ છે. જે કેન્સરની સંભાળમાં અસમાનતાઓને સમજવા અને તેના ઉકેલ માટે જરૂરી પ્રગતિ કરવા પગલાં લેવા વિશે છે.

વિશ્વ કેન્સર દિવસનો ઇતિહાસ

વૈશ્વિક સ્તરે કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા અને સામાન્ય લોકોને આ રોગ વિશે જાગૃત કરવા માટે ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ એસોસિએશન (UICC) દ્વારા ૪ ફેબ્રુઆરી ૨૦૦૦ના રોજ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ફ્રાન્સની રાજધાની પેરિસમાં આયોજિત પ્રથમ વિશ્વ સમિટમાં વર્ષ ૨૦૦૦માં પ્રથમ વખત કેન્સર સામેની લડાઈ તરીકે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પછી દર વર્ષે ૪ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ (UICC) વૈશ્વિક સ્તરે કેન્સર સામે કામ કરતી અગ્રણી સંસ્થા છે. જેની સ્થાપના વર્ષ ૧૯૯૩માં જીનીવા, સ્વિટ્ઝર્લેન્ડમાં કરવામાં આવી હતી. આ સંસ્થા કેન્સર સામેની લડાઈમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

આ પણ વાંચો - કૅન્સરમાંથી બચી જવાયું અને જીવનમંત્ર બન્યો ‘આઇ લવ યુ’

વિશ્વ કેન્સર દિવસનો હેતુ શું છે?

વિશ્વ કેન્સર દિવસ દ્વારા લોકોને કેન્સર વિશે જાગૃત કરવામાં આવે છે. જેથી આ રોગ સમયસર શોધી શકાય અને સારવારની પ્રક્રિયા સમયસર શરૂ કરી શકાય. આ દિવસ દ્વારા તમામ નાગરિકોને આ રોગની સારવાર માટે યોગ્ય તબીબી સહાય અને અન્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવે છે. વિશ્વ કેન્સર દિવસ આ રોગ વિશેની સામાજિક ગેરસમજને દૂર કરવા અને પીડિતની સંભાળ માટે સહાય પૂરી પાડવા માટે મહત્વપૂર્ણ છે. તેમજ આ દિવસ દ્વારા તમામ નાગરિકોના સહયોગથી આ રોગની વૈશ્વિક નાબૂદી માટે સંકલ્પ લેવામાં આવે છે.

life and style health tips cancer