બ્રેસ્ટ-ફીડ કરાવું છું, કોરોનાની વૅક્સિન લઈ શકું ખરી?

16 April, 2021 02:38 PM IST  |  Mumbai | Dr. Pankaj Parekh

જો તમે વૅક્સિન લેવા માગતા હો તો આરામથી લઈ શકો છો

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૩૯ વર્ષ છે. ડાયાબિટીઝ અને બ્લડપ્રેશરની તકલીફ હોવાથી ઘણી તકલીફો બાદ ત્રણ મહિના પહેલાં જ દીકરો જન્મ્યો છે. જન્મથી જ બહુ વીક છે. વારંવાર ડાયેરિયા કે કબજિયાત થઈ જાય છે. એને કારણે તેનું વજન જોઈએ એટલું વધતું નથી. મારાં હસબન્ડને બે મહિના પહેલાં જ કોરોના થઈ ગયો અને સાસુ-સસરાએ વૅક્સિન લઈ લીધી છે. માહોલ એવો છે કે જરાઅથમા તાવમાં પણ ડર લાગવા લાગે છે. તો શું હું વૅક્સિન લઈ શકું? એવું સાંભળ્યું છે કે મા વૅક્સિન લે તો એની અસર દૂધ પીતા બાળકને પણ થાય છે. શું આ વાત સાચી છે? બીજું, દીકરાનું વજન વધે અને ઇમ્યુનિટી સુધરે એ માટે શું કરવું?

 

ઘરમાં નવજાત શિશુ હોય ત્યારે ચિંતા થવી સ્વાભાવિક છે. જોકે એમાં તમારે પૅનિક થવાની જરૂર નથી, વધુ સાવધાની રાખવાની જરૂર છે. તમારા સૌથી પહેલા સવાલનો જવાબ એ છે કે જો તમે વૅક્સિન લેવા માગતા હો તો આરામથી લઈ શકો છો. 

રહી વાત બ્રેસ્ટ-ફીડિંગની તો એની કોઈ ચિંતા કરવા જેવી નથી. તમે વૅક્સિન લીધી હોય કે ન લીધી હોય, તમે બાળકને આરામથી બ્રેસ્ટ-ફીડ કરાવી જ શકો છો. રાધર, તમારે બ્રેસ્ટ-ફીડિંગ કરાવવું મસ્ટ છે. ઑન્લી થિન્ગ ઇઝ કે તમારે આ સમય દરમ્યાન બાળક સાથે પણ પૂરતું સોશ્યલ ડિસ્ટન્સિંગ મેઇન્ટેન કરવું જરૂરી છે. તમે વૅક્સિન લીધી હોય કે ન હોય, જ્યારે પણ ફીડ કરાવો ત્યારે તમારા મોંએ માસ્ક હોવો જોઈએ. બાળકને કોઈ પણ કારણસર અડતાં કે ઉઠાવતાં પહેલાં તમારા હાથ પ્રૉપરલી સેનિટાઇઝ થયેલા હોવા જોઈએ. તમારા ઘરમાં ભલે વડીલોએ વૅક્સિન લઈ લીધી હોય, પણ તેમણે પણ બાળકને સ્પર્શ કરતાં પહેલાં બરાબર હાથ ધોવા જરૂરી છે.

બીજું, વજન કેમ વધી નથી રહ્યું એનાં કારણો ઘણાં હોઈ શકે. તમારે પૂરતું બ્રેસ્ટ-ફીડ કરાવવું જરૂરી છે ને બાળકને એ પચે એ પર એટલું જ જરૂરી છે. આ સમયગાળામાં બાળકોની ઇમ્યુનિટી પણ થોડીક વીક થયેલી હોય છે એટલે અમે અત્યારે એક વર્ષથી નાનાં બાળકને વિટામિન ડી અને મલ્ટિ-વિટામિનનાં સપ્લિમેન્ટ્સ આપવાનું રેકમેન્ડ કરીએ છીએ.

columnists