WHO ની સલાહ : મચ્છરદાનીમાં સુવાથી ફાયદો થાય છે

11 June, 2019 12:08 AM IST  |  મુંબઈ

WHO ની સલાહ : મચ્છરદાનીમાં સુવાથી ફાયદો થાય છે

File Photo

WHO  એ તેની બુકમાં સલાહ આપી છે કે મેલેરિયા અટકાવવા માટે મચ્છરદાનીમાં સુવુ જોઇએ. મેલેરિયા ફેલાવનારા અનોફિલિસ મચ્છર રાત્રે સક્રિય થાય છે. તેથી રાત્રે મચ્છરદાની લગાવીને સૂવાની સલાહ આપવામાં આવે છે, જેથી મચ્છરદાની તેની અંદર પ્રવેશી ન શકે. જંતુનાશકો કરતાં મચ્છરદાની વધુ સુરક્ષા પ્રદાન કરે છે. આટલું જ નહીં, જો પથારી અને મચ્છરદાની વચ્ચે એક છિદ્ર અથવા થોડું અંતર હોય તો પણ મચ્છર અંદર દાખલ થશે નહીં. આ દાવો વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના એક પુસ્તકમાં કરવામાં આવ્યો છે.


મેલેરિયા વિશે HCFI ના અધ્યક્ષે આપ્યું નિવેદન
મેલેરિયા વિશે હાર્ટ કેર ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા (HCFI)ના અધ્યક્ષ પદ્મ શ્રી ડો. કે. કે. અગ્રવાલે સમાચાર સંસ્થા IANSને કહ્યું કે, 'વર્ષ 2030 સુધી સમગ્ર દેશભરમાં મેલેરિયાને નાબૂદ કરવાનો ધ્યેય પ્રાપ્ત કરવા માટે લાંબો રસ્તો પસાર કરવો પડશે. મેલેરિયા એક સંપૂર્ણપણે રોકી શકાય તેવી બિમારી છે. તેનો ઉપચાર યોગ્ય પણ છે. માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે આ રોગનું નિદાન અને તેની સારવાર સમયસર થઈ જાય. મેલેરિયાના લક્ષણો પરિવર્તશીલ હોઈ શકે છે. વાયરલ ચેપ, ટાઇફોઇડ અને મેલેરિયાના નિદાનના રૂપમાં અન્ય રોગો પણ પણ હોઈ શકે છે. મેલેરિયાનું તબીબી નિદાન કરી શકાતું નથી. તેથી નિદાનની ખાતરી માઇક્રોસ્કોપી અથવા રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ (RTD) દ્વારા કરાવવી જોઈએ.'


યુનાઇટેડ નેશન્સ હેલ્થ એજન્સીની 2018ની મેલેરિયા રિપોર્ટ મુજબ, ઘણા વર્ષોથી સતત ઘટાડો થયા બાદ મચ્છર દ્વારા થતી બીમારીના વાર્ષિક કિસ્સાઓનો અંત આવી ગયો છે. જોકે, મેલેરિયા એક વર્ષમાં 20 કરોડથી વધુ લોકોને ચેપ લગાડે છે અને 2017માં 4,35,000 લોકો આ રોગના કારણે મૃત્યુ પણ પામ્યા હતા. તેમાંના મોટાભાગના લોકો આફ્રિકાના હતા.


મેલેરિયાથી બચવા શું કરવું જોઇએ?
ઘરમાં સંગ્રહિત તાજા પાણીમાં મેલેરિયાના મચ્છર ઉત્પન્ન થાય છે. તેથી તમારા ઘરમાં અને આસપાસના વિસ્તારોમાં પાણી જમા ન થવા દો. મચ્છરનું ચક્ર પૂરું થવામાં 7થી 12 દિવસ લાગે છે. તેથી જે વાસણ અથવા પાત્રમાં પાણીનો સંગ્રહ કરવામાં આવતો હોય તેને અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત ચોખ્ખા પાણીથી સાફ કરવું, જેથી મચ્છરના પ્રજનનની કોઈ શક્યતા રહેશે નહીં.


જો છત પર પાણીની ટાંકી અથવા મની પ્લાન્ટ યોગ્ય રીતે ઢાંકવામાં આવેલા ન હોય તો તેમાં ભરાયેલાં પાણીમાં મચ્છર ઈંડાં મૂકી શકે છે. આ ઉપરાંત, જો છત પર રાખવામાં આવેલા પક્ષીઓના પાણીના વાસણને દર અઠવાડિયે ચોખ્ખા પાણીથી સાફ ન કર્યા તો તેમાં પણ મચ્છર ઇંડા મૂકે છે.


મચ્છર વિશે એવું કહેવાય છે કે જે મચ્છર અવાજ કરતા હોય તે રોગનું કારણ નથી બનતા. પરંતુ મેલેરિયાના મચ્છર અવાજ નથી કરતા. તેથી મેલેરિયાનો રોગ જીવલેણ માનવામાં આવે છે.

health tips