જ્યારે નીંવ ન્યૂટ્રિશને બદલી નાખી હિરેન શાહની જિંદગી

03 February, 2021 12:07 PM IST  |  Mumbai | Partnered Content

જ્યારે નીંવ ન્યૂટ્રિશને બદલી નાખી હિરેન શાહની જિંદગી

હિરેન શાહની બિફોર આફ્ટર તસવીરો છે બોલતો પુરાવો

જ્યારે 41 વર્ષના હિરેન શાહને એ સમજાયું કે તેમણે પોતાના શરીરને સ્વસ્થ બનાવવું જ પડશે અને વધારાનું વજન ઉતારવું પડશે ત્યારે પછી કોઇ બાબતે પાછું જોવાનું નહોતું. તેમની વજન ઘટાડાની સફર પ્રેરણાત્મક છે અને સાબિત કરે છે કે જો તમે નક્કી કરી લો તો કંઇ પણ શક્ય બને છે.

સૌથી વધુ નોંધાયેલું વજન – 140 કિલો

વજન ઉતાર્યું – 50 કિલો

અત્યારનું વજન – 90 કિલો

કેટલા સમયમાં વજન ઉતાર્યું – 1 વર્ષ


મેં આ પહેલાં ક્યારેય પણ વજન ઉતારવાનો પ્રયાસ નહોતો કર્યો કારણકે મને ખાવાનો શોખ છે અને મને સ્વાદિષ્ટ ખાવાનું જતું કરવાની કોઇ જ ઇચ્છા ન હતી. મને હંમેશા લાગતું કે ડાયેટિંગ એટલે ભૂખ્યા રહેવું અથવા તો સૂપ્સ અને સલાડ્ઝ જ ખાવાં.  પણ નીંવ ન્યુટ્રિશને ડાયેટ પ્રત્યેનો માટો અભિગમ બદલી નાખ્યો. મારી પત્ની જીજ્ઞા જેણે પણ 25 કિલો વજન ઉતાર્યું હતું તેણે મને કોઇપણ પ્રકારનો ખોરાક બંધ કર્યા વિના વજન ઉતારવા માટે અને ડાએટ કરવા માટે તૈયાર કર્યો. પહેલા મહિનામાં મેં 5 કિલો વજન ઉતાર્યું. વળી તેમના ફેટ બ્રેકિંગ મેસેજીઝ અને અન્ય ઇન્ચ લોસ થેરાપીઝને કારણે મને પ્રોબ્લેમ એરિયાઝમાંથી ઇંચ લોસ કરવામાં ખૂબ મદદ મળી.

નીંવ ન્યુટ્રિશનના ફાઉન્ડર ઉષ્મા છેડાએ મને સ્વાસ્થ્યપૂર્ણ અને સ્વાદિષ્ટ ખોરાકના વિકલ્પો બ્રેકફાસ્ટ અને લંચ માટે આપ્યા. ડિનરમાં મારે માટે વેરાયટી પૂર્ણ મને જોઇએ એવાં ફેન્સી વિકલ્પો હતા જેવાં કે રોલ્સ, બરિતો બાઉલ્સ, મૈસૂર મસાલા ઢોસા વગેરે. તેમની પાસે લોકોને ભાવી જાય તેવી 500 જેટલી રેસિપીઝ છે.

મેં કોઇપણ ફેડ ડાએટ ન કર્યું અને નીવ ન્યુટ્રીશનની અલગ અલગ ઇનોવેટિવ રેસિપીઝથી વજન ઉતાર્યું. મેં એની તકેદારી રાખી કે હું ક્યારેય પણ મીલ મિસ ન કરું અને વજન ઉતારવા માટે ભૂખ્યો ન રહું.

વજન કાંટા પર નંબર્સ ઓછા થતા ગયા અને મને રોજે રોજ પ્રેરણા મળતી ગઇ. જ્યારે પણ મને આ છોડી દેવાનું મન થયું ત્યારે મારી પ્તની અને ઉષ્મા મેડમે મારો ઉત્સાહ જાળવ્યો. મારે માટે સ્થૂળ અને મેદસ્વી હોવાનો સૌથી મુશ્કેલ મુદ્દો એ હતો કે મારુ શરીર લવચિક નહોતું, ફ્લેક્સિબલ નહોતું અને એને લીધે હું જે રીતે જિંદગી જીવતો તેની પર બહુ અસર પડી.

મને એ સમજાઇ ગયું છે કે સ્વાસ્થ્ય જ સાચી મુડી છે અને જો તમે નક્કી કરી લો તો જિંદગીમાં કંઇપણ શક્ય છે.

https://www.neevnutrition.in
https://www.facebook.com/neevnutritionandweightlosscentre

https://www.instagram.com/neev.nutrition/

 

 

health tips mumbai news life and style