Health: યૂરિન અટકાવી રાખવાથી શું થાય છે? જાણી લેશો તો નહીં કરો આ ભૂલ ક્યારેય

05 August, 2022 12:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે યૂરિનને અટકાવી રાખવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

આવું લગભગ બધા સાથે થાય છે જ્યારે કોઈકને કોઈક કારણસર તમારે યૂરિન રોકી રાખવું પડે. અનેક વાર કામમાં વ્યસ્ત થવાને કારણે યૂરિન અટકાવી રાખવામાં આવે છે. તો કેટલાક લોકો એવા પણ છે જે અનેક વાર માત્ર આળસને કારણે યૂરિન અટકાવી રાખે છે. જો તમે પણ એવું જ કરો છો તો જણાવવાનું કે આ તમારી માટે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે યૂરિનને અટકાવી રાખવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે.

હેલ્થ ગુરુ સ્ટેફની ટેલર પ્રમાણે બ્લેડર ફુલ થવા પર તેને વારંવાર ઇગ્નોર કરવાની તમારે અનેક પ્રાકરની મુશ્કેલીઓ આવી શકે છે. તેમણે કહ્યું યૂરિનને ઘણીવાર સુધી હોલ્ડ કરવાથી તમારું પેલ્વિક ફ્લોર ડેમેજ થઈ શકે છે.

સ્ટેફનીએ કહ્યું કે ઘણીવાર સુધી યૂરિનને હોલ્ડ કરી રાખવાથી બ્લેડરમાં રહેલા મસ્લસ જરૂર પડવા પર સંકુચિત થવાની ક્ષમતા ગુમાવી બેસે છે. જેને કારણે તમારું બ્લેડર સંપૂર્ણ રીતે ખાલી થઈ શકતું નથી. યૂરિન અટકાવી રાખવાથી તમે ઘણીવાર ઇચ્છા છતાં યૂરિન પાસ કરી શકતા નથી. એટલું જ નહીં, યૂરિનને ઘણો સમય સુધી અટકાવી રાખવાથી ઘણીવાર ડ્રાઈનેસની સમસ્યાનો સામનો કરવાની સાથે યૂરિન નીકળી જવાની સમસ્યાન પણ સામન કરવ પડે છે.

એક એવરેજ એડલ્ટનું બ્લેડર 2 કપ યૂરિન અટકાવી રાખી શકે છે. જ્યારે આ લગભગ એક ચતુર્થાંશ ભરાઈ જાય છે ત આ તમારા મગજને એક સંદેશ મોકલે છે. જ્યારે તમે યૂરિન ઘણીવાર સુધી અટકાવી રાખો છો તો આથી ખતરનાક બેક્ટિરીયા પેદા થાય છે જેથી તમને યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (UTI)નો સામનો કરવો પડે છે. યૂટીઆઇ ખૂબ જ પીડાદાયક હોય છે અને આમાં યૂરિન પાસ કરતી વખતે વધારે પીડાનો સામનો કરવો પડે છે. જો યૂટીઆઇની સમયસર સારવાર ન થાય તો બેક્ટેરિયા વધારે ફેલાય છે અને તે સેપ્સિસમાં પરિણમી શકે છે.

સ્ટેફનીએ જણાવ્યું કે એવા અનેક સંકેતો છે જેનાથી તમે આ વાતનો તાગ મેળવી શકો છો કે તમારું પેલ્વિક ફ્લોર યોગ્ય રીતે કામ કરી શકે છે કે નહીં. આમાં સામેલ છે, ઉધરસ ખાતી વખતે યૂરિન લીક થવું અને વારંવાર પેશાબ જવા જેવું અનુભવવું.

તમને પેલ્વિક એરિયા અને સેક્સ દરમિયાન પણ પીડાનો અનુભવ થઈ શકે છે. કબજિયાત કે મળ ત્યાગ દરમિયાન થનારો દુઃખાવો પણ આ તરફ ઇશારો કરે છે કે તમારું પેલ્વિક ફ્લોર ઘણું નબળું છે.

શું છે ઉકેલ?

સ્ટેફનીએ જણાવ્યું કે આગળ આવનારી મુશ્કેલીઓથી બચવા માટે તમે કેટલીક વસ્તુઓ કરી શકે છે.

સ્ટેફનીએ કહ્યું કે અનેક લોકો પાર્ટીમાં શરાબનું સેવન કરે છે જેથી તમને ઘણી જલ્દી પેશાબ લાગે છે. આ સિવાય શરાબના સેવનથી બ્લેડર પણ ડિસ્ટર્બ થાય છે. એવામાં જરૂરી છે કે તમે ચોક્કસ પ્રમાણમાં જ શરાબનું સેવન કરો.

સ્ટેફનીએ એ પણ કહ્યું કે પીરિયડ્સના છેલ્લા દિવસોમાં પેલ્વિક ફ્લોરના મસલ્સ ઓછા એસ્ટ્રોજન લેવલને કારણે ખૂબ જ નબળાં પડી જાય છે જેથી તમને વારંવાર યૂરિન પાસ કરવાની જરૂરિયાત અનુભવાય છે. સ્ટેફનીએ સલાહ આપી છે કે પેડ અને ટેમ્પૂનને બદલે મેન્સ્ટ્રૂઅલ કપ બ્લડને પાંચ ગણું વધારે અટકાવી રાખે છે અને આ 12 કલાક સુધી ચાલે પણ છે.

જો, તમે લૉન્ગ ટર્મ સૉલ્યૂશનની વાત કરીએ તો સ્ટેફનીએ કહ્યું કે પેલ્વિક ફ્લોરના નબળાં હોવાને કારણે તમારે વારંવાર પેશાબ જવાની જરૂરિયાત અનુભવાય છે. સ્ટેફનીએ કહ્યું કે જો તમે ઇચ્છો છો કે તમારા પેલ્વિક ફ્લોર મસલ્સ નબળાં ન પડે તો બ્લેડર ભરાતાં તરત યૂરિન પાસ કરવું.

health tips