ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જોડાશે દોઢ કરોડ લોકો

12 June, 2019 08:57 PM IST  |  વડોદરા

ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જોડાશે દોઢ કરોડ લોકો

પ્રતીકાત્મક તસવીર

ગાંધીનગર, રાજસ્થાન સરકાર ભલે શૈક્ષણિક કેલેન્ડરમાં રજા વધારીને યોગ દિવસ ઉજવવાથી સાઇડમાં ખસી ગયા હોય. પરંતુ ગુજરાત સરકાર 21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર લગભગ દોઢ કરોડ લોકો સાથે યોગ દિવસની ઉજવણી કરશે.

ભુપેન્દ્ર ચુડાસમાને યોગ દિવસના સમારોહના સંચાલક બનાવાયા
મુખ્યપ્રધાન વિજય રુપાણીએ વરિષ્ઠ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમારોહના સંચાલક બનાવ્યા છે. ચૂડાસમાની અધ્યક્ષતા હેઠળ બુધવારે એક બેઠક થઇ. જેમાં જણાવ્યું કે ગયા વર્ષે 21 જૂનના સવા કરોડ મહિલાઓ અને પુરુષોએ તેમજ બાળકોએ યોગ કર્યો હતો, પણ આ વર્ષે દોઢ કરોડ લોકોને સામેલ કરવામાં આવશે. ચૂડાસમાએ કહ્યું કે આજે યોગ એક દેશ કે ઘર્મ સુધી સિમિત રહ્યા પછી સર્વ ધર્મ તેમજ વૈશ્વિક પરંપરા બન્યું છે. આને કારણે લોકોના સ્વાસ્થ્ય અને તંદુરસ્તીમાં પણ સુધારો થયો છે.

નોંધનીય છે કે સરકાર, સામાજિક. ધાર્મિક. સાંસ્કૃતિક સંસ્થાઓ સિવાય વ્યાવસાયિક, રમત, વિવિધ સમાજના લોકોએ યોગ દિવસ પર દરેક શહેર, ગામમાં યોગ દિવસ પર યોગ કરે છે. માછીમાર સમુદાયના લોકો જ્યાં સમુદ્રમાં યોગનું પ્રદર્શન કરે છે, તો તરવૈયા ક્લબના લોકો નદી તળાવમાં સ્વિમીંગ તેમજ બોટ પર યોગ દિવસનું પ્રદર્શન કરે છે.

આ પણ વાંચો : યોગ એટલે ખરેખર શું?

મહર્ષિ પતંજલિની દૃષ્ટિએ
યોગના સૌથી પ્રાચીન એવા ૧૯૬ સૂત્રના ‘શ્રી પાતંજલ યોગ સૂત્ર’ નામના ગ્રંથમાં માત્ર ત્રણ જ શબ્દોમાં યોગની વ્યાખ્યા સ્પષ્ટ કરાઈ છે. ‘ફાધર ઑફ મૉડર્ન યોગા’ તરીકે ઓળખાતા પતંજલિ ઋષિએ સાયન્ટિફિક ફૉમ્યુર્લાની જેમ શૉર્ટ ઍન્ડ સ્વીટ સૂત્રો દ્વારા યોગને પામવા માટેનાં સીક્રેટ્સ શૅર કર્યાં છે. બીજા જ સૂત્રમાં શ્રી પતંજલિ કટ ટુ કટ શબ્દોમાં યોગની વ્યાખ્યા કરતાં કહે છે, ‘યોગ ચિત્તવૃત્તિ નિરોધ:’. મનની વૃત્તિઓનો નિરોધ કરવો એટલે યોગ. ચિત્તની વૃત્તિઓ એટલે સરળ ભાષામાં મનમાં સતત ચાલતા વિચારો, કલ્પનાઓ, અપેક્ષાઓ દ્વારા ઉત્પન્ન થતી તમામ હલચલોને રોકવી એ યોગ. આ ઉતાર-ચડાવથી જ આપણને સુખ, દુ:ખ, ઈર્ષ્યા, અભિમન વગેરે જાગતાં હોય. ચિત્તને, તમારા મનને જે વાસ્તવિક નથી એની અંદર ઉલઝાવેલું રાખે એ વૃત્તિ. એ સારી પણ હોય અને ખરાબ પણ હોય. આ વૃત્તિઓને ચિત્ત તરફ આવતાં રોકવું એ યોગ.

vadodara gujarat