મોબાઇલના વધુ પડતા ઉપયોગથી માથામાં ઉગી રહ્યું છે નવું હાડકું

18 June, 2019 10:50 PM IST  |  Mumbai

મોબાઇલના વધુ પડતા ઉપયોગથી માથામાં ઉગી રહ્યું છે નવું હાડકું

Ahmedabad : વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લોકો એટલો સમય સ્માર્ટફોન અને ટેબ્લેટસ પાછળ ખર્ચ કરી રહ્યા છે કે તેમની ખોપરીના પાછળના ભાગે હાડકાની ગાંઠ ઉભી થવા લાગી છે ! ઓસ્ટ્રેલિયામાં સનશાઈન કોસ્ટ યુનિવર્સિટીના શોધકર્તાઓના અભ્યાસ અનુસાર આવા લોકોની સંખ્યામાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. આ હાડકાની ગાંઠને ઓસીસીપિટલ પ્રોટુબર્સ કહેવાય છે જે યુવાનોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.

૧૮થી ૩૦ વર્ષના યુવાઓમાં આ બીમારી વધુ જોવા મળી રહી છે. ૨૮ વર્ષના યુવકમાં આ પ્રકારની ગાંઠ ૨૭.૮ એમએમ આકારની જોવા મળી છે યારે ૫૮ વર્ષના વ્યકિતમાં આ ગાંઠની સાઈઝ ૨૪.૫ એમએમ જેટલી જોવા મળી છે. અભ્યાસકર્તાઓએ ૧૮થી ૮૬ વર્ષના એક હજારથી વધુ લોકોની ખોપરીનું સ્કેનિંગ કયુ હતું.

આ પણ વાંચો : WhatsApp Update : હવે વૉટ્સએપ પર નહીં થાય આ ભૂલ, આવ્યું નવું ફિચર

અભ્યાસનું નેતૃત્વ કરનારા ડો.ડેવિડ કહે છે કે મારી કારકીદિર્ને ૨૦ વર્ષ થઈ ગયા છે અને આ દરમિયાન મેં હજારો લોકોની સારવાર કરી છે પરંતુ પાછલા એક દશકામાં મારા ધ્યાન પર આવ્યું છે કે મારી પાસે સારવાર લઈ રહેલા દર્દીઓની ખોપરીમાં હાડકાની ગાંઠ નીકળી રહી છે. ડોકટરોના જણાવ્યા અનુસાર ગેજેટસ પર વીતાવવામાં આવેલા કલાકો શરીરના ઓછા ઉપયોગ કરાયેલા હિસ્સાઓ ઉપર એટલું દબાણ નાખી શકે છે કે માનવ હાડકા બદલાઈ જાય છે. બ્રિટનમાં સરેરાશ વ્યકિત પ્રતિ સાહ ૨૪ કલાક સ્માર્ટફોન પાછળ ખર્ચે છે. સરેરાશ લોકો દર ૧૨ મિનિટે પોતાનો ફોન જુએ છે.

health tips technology news