World Coconut Day : સ્વાસ્થ્ય માટે નારિયેળ કેટલું ફાયદાકારક છે?

02 September, 2020 02:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

World Coconut Day : સ્વાસ્થ્ય માટે નારિયેળ કેટલું ફાયદાકારક છે?

ફાઈલ તસ્વીર

દર વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય નારિયેળ દિવસ (World Coconut Day) તરીકે ઉજવવામાં આવે છે. આખા વિશ્વને સમજાયું છે કે નારિયેળ કેટલું ગુણકારી છે. માનવીના આરોગ્ય માટે નારિયેળ પાણીથી લઈને કોપરું અને તેનું તેલ શ્રેષ્ઠ છે. દક્ષિણ ભારતમાં નારિયેળના તેલમાં જ રસોઈ કરવામાં આવે છે. જો તમને પણ ફીટ રહેવું હોય તો તમારા ડાયટમાં નારિયેળ તેલનો સમાવેશ કરો.

નારિયેળ તેલથી હાર્ટથી લઈને પાચન સંબંધિત બિમારીઓથી રક્ષણ મળે છે. નારિયેળ તેલ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે, તેમ જ શરદી-ખાંસી જેવી વાયરલ બિમારીઓથી રક્ષણ આપે છે. નારિયેળ તેલ શરીરમાં આવતા ખરાબ બૅક્ટેરિયાને ખતમ કરે છે અને પેટ સાફ રાખે છે.

ડાયટમાં નારિયેળ તેલનો સમાવેશ કરવાથી પેટ વધતું નથી. મેટાબ઼લીઝમ મજબૂત થતા ફેટ જલદીથી ઓગળે છે. જો તમારે વજન ઘટાડવુ હોય તો ફેટ બર્ન કરવું જરૂરી છે. જેથી નારિયેળ તેલ ઉત્તમ વિકલ્પ છે. નારિયેળ તેલમાં રસોઈ કરવાથી તમારું પાચન તંત્ર મજબૂત બને છે. કબજીયાત અને પેટ સંબંધિત અન્ય બિમારીઓમાં પણ નારિયેળ ફાયદાકારક છે.

નારિયેળ તેલ કીટોન્સનું ઉત્પાદન કરે છે. કીટોન્સ આપણા શરીરમાં સ્વસ્થ્ય સેલ્સને ઉર્જા પ્રદાન કરે છે. કેન્સર સેલ્સને બાદ કરતા શરીરના અન્ય સેલ્સને ઉર્જા મળે છે. તેથી નારિયેળ તેલનું સેવન વધુ કરવું જોઈએ. કેન્સર જેવી ઘાતક બિમારીમાં પણ નારિયેળ ફાયદાકારક છે. નારિયેળ તેલમાં લૉરિક એસિડ હોય છે જે ગુડ કોલેસ્ટ્રોલ માટે ફાયદાકારક છે. શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાથી હાર્ટ સંબંધિત બિમારીઓ થતી નથી.

તેમ જ નારિયેળ તેલનું સેવન કરવાથી દાંત અને હાડકા મજબૂત રહે છે. નારિયેળ તેલથી રસોઈ કરવામાં આવતા ભોજનમાં મેગ્નેશ્યિમ અને કેલ્શિયમનું પ્રમાણ વધે છે, પરિણામે હાડકા મજબૂત થતા તે સંબંધિત રોગ થતા નથી. માથામાં નારિયેળ તેલ લગાડવાથી વાળ લાંબા અને મજબૂત રહે છે. ત્વચા માટે પણ નારિયેળ તેલ ગુણકારી છે. નારિયેળ તેલમાં એન્ટી ઑક્સીડેન્ટ્સ ગુણ હોવાથી ચહેરા ઉપરની કરચલી દેખાતી નથી.

નારિયેળ તેલમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઈન્ફ્લોમેટ્રી તત્વ છે. ચામડી કપાઈ હોય કે બળી ગઈ હોય તો પણ નારિયેળ તેલથી સારુ થઈ જાય છે. શરીરમાં પાણીના અભાવે જ્યારે હોઠ ફાટવા લાગે ત્યારે નારિયેળ તેલના લિપ બામનો ઉપયોગ કરી શકાય છે.

health tips