શું પત્ની માટે વાઇબ્રેટર વાપરી શકાય?

14 August, 2020 07:00 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

શું પત્ની માટે વાઇબ્રેટર વાપરી શકાય?

પ્રતીકાત્મક તસવીર

સવાલ- છેલ્લાં ત્રણેક વરસથી શીઘ્રસ્ખલન અટકાવવા માટે અવારનવાર ડેપોક્સિટિન ગોળી લઉં છું. એનાથી ઘણો ફાયદો હતો. હમણાં ફિઝિકલી નબળાઈ વધુ આવી છે. ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશરની તકલીફ વધી છે. દવાઓના ડોઝ વધી ગયા છે. હમણાંથી ઉત્તેજના આવવામાં જ તકલીફ થાય છે. શીઘ્રસ્ખલનની ગોળીની પણ અસર નથી થતી. મારી પત્ની મારાથી છ વરસ નાની છે અને તેને સમાગમની ઇચ્છા થાય છે. તેને સંતોષ આપવા દેશી વાયેગ્રા ક્યારેક લઉં છું, પરંતુ એ વખતે પત્ની ઝડપથી ઉત્તેજિત નથી થઈ હોતી. શું પત્ની માટે વાઇબ્રેટર વાપરી શકાય? ડેપોક્સિટિન લેવાની બંધ કરી છે છતાં ઉત્તેજના આવવામાં તકલીફ થાય છે. શું દેશી વાયેગ્રા અને આ બન્ને ગોળીઓ સાથે લેવાય?
જવાબ- ડેપોક્સિટિન એ શીઘ્રસ્ખલનને લંબાવવા માટે છે. એનાથી ઉત્તેજના આવવામાં કોઈ મદદ નથી થતી કે ઈવન ઉત્તેજના આવવામાં કોઈ અવરોધ પણ નથી આવતો. જ્યારે ઉત્તેજના ઓછી આવતી હોય ત્યારે વાયેગ્રા લેવી પડે. આ બન્ને ગોળી સાથે લઈ શકાય, પરંતુ તમે બ્લડ-પ્રેશર માટે કઈ ગોળી લો છો એ મહત્ત્વનું છે. એ દવામાં નાઇટ્રેટ હોય તો તમે વાયેગ્રા ન લઈ શકો. આ બાબતે તમારે જાતે નિર્ણય ન લેતાં ફૅમિલી ડૉક્ટર અથવા તો સેક્સોલૉજિસ્ટને બ્લડ-પ્રેશરની દવા બતાવીને પછી આગળ વધો એ બહેતર રહેશે. જો તમારે સેક્સલાઇફ સારી અને સ્વસ્થ રાખવી હોય તો ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશર કાબૂમાં રાખવાં જરૂરી છે. એ માટે માત્ર દવાની ગોળીઓ પર નિર્ભર રહેવા કરતાં ઍક્ટિવ અને સંતુલિત જીવન જીવવું મહત્ત્વનું છે.
પત્નીને મૈથુન દ્વારા પૂરતો સંતોષ ન અનુભવાતો હોય ત્યારે પુરુષ મુખમૈથુન કે હસ્તમૈથુનથી સ્ત્રી પાર્ટનરને સંતુષ્ટ કરી લઈ શકે છે. વાઇબ્રેટર કે આંગળીનો મસાજ પણ સંપૂર્ણપણે સલામત છે, પરંતુ એની સ્વચ્છતા જાળવવા બાબતે સભાન રહેવું જરૂરી છે.
વાઇબ્રેટર વાપરવું હોય તો કોઈ પણ એક જ સ્પીડને બદલે ઍડ્જસ્ટ થઈ શકે એવી સ્પીડવાળું બૅટરી-ઑપરેટેડ વાઇબ્રેટર ખરીદવું જોઈએ. દરેક વખતે વાઇબ્રેટર વાપર્યા પછી ડિસઇન્ફેક્ટન્ટથી સાફ કરીને પછી જ મૂકવું. આ પ્રકારના વાઇબ્રેટર બીજું કોઈ ન વાપરે એ પણ જોવું જરૂરી છે.

dr ravi kothari sex and relationships