સંશોધકો કહે છે કે વજન ઘટાડવા ‌બીજુ કંઈ ન ફાવે તો જૉગિંગ કરો

15 January, 2020 04:47 PM IST  |  Mumbai | Health Bulletin

સંશોધકો કહે છે કે વજન ઘટાડવા ‌બીજુ કંઈ ન ફાવે તો જૉગિંગ કરો

જૉગિંગ

ચીનમાં હાથ ધરાયેલા એક અભ્યાસ પ્રમાણે જૉગિંગ મેદસ્વિતા ઘટાડવા માટેનો ઉત્તમ ઉપાય છે. ડૉક્ટરો ઘણી વખત દરદીઓને વજન નિયંત્રિત રાખવા માટે વધુ એક્સરસાઇઝ કરવાની અને ઓછું ભોજન આરોગવાની સલાહ આપે છે. જોકે ચીનાઓની દૃષ્ટિએ આમાંના કશાની જરૂર નથી.

અભ્યાસ પ્રમાણે પાંચ પ્રકારની કસરતો વજન વધતું અટકાવવામાં મદદરૂપ બને છે, જેમાંની એક જૉગિંગ છે. અન્ય ચાર કસરતોને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું જેમાં પર્વત પર ચડાણ કરવું, ચાલવું, ચોક્કસ પ્રકારનાં નૃત્યો અને લાંબી યોગ કસરતોનો સમાવેશ થાય છે.

બીજો એક ખુલાસો નિષ્ણાતો એ પણ કરે છે આ અભ્યાસનાં તારણો અન્ય વંશની તથા લોકલ પબ્લિક પર લાગુ ન પડે એવું બની શકે. જોકે ઓવરઑલ હેલ્થ માટે જૉગિંગને શ્રેષ્ઠ એક્સરસાઇઝમાં સ્થાનની બાબતને વૈજ્ઞાનિકો નિર્વિવાદ માને છે.

health tips