ડીમ લાઇટમાં વાચવાથી શરીર પર ઘણી ખરાબ અસર પહોંચે છે, ડિપ્રેશન વધી શકે છે

12 June, 2019 11:28 PM IST  |  મુંબઈ

ડીમ લાઇટમાં વાચવાથી શરીર પર ઘણી ખરાબ અસર પહોંચે છે, ડિપ્રેશન વધી શકે છે

લોકોમાં આજેડીમ લાઇટનો ટ્રેન્ડ વધુ ચાલી રહ્યો છે. હોટલ, સ્ટોર અને કેટલાંક ઘરોમાં ડીમ લાઇટ્સ રાખવામાં આવે છે. ડીમ લાઇટને રિલેક્સિંગ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ઓછા પ્રકાશમાં કામ કરવાથી કે વાંચવાથી તમારા શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે?


માથામાં અને આંખમાં દુખાવો

બાળપણમાં આપણને માતા-પિતા ટોકતાં હતાં કે ઓછા પ્રકાશમાં ભણવું ન જોઇએ. એ વાત તદ્દન સાચી હતી. ઓછા પ્રકાશમાં ભણવાથી કે કામ કરવાથી આંખ પર ભાર પડે છે. જે દુખાવો તો પેદા કરે જ છે પણ સાથે જોવાની ક્ષમતાને પણ નુકસાન પહોંચાડે છે. તેનાથી માથાનો દુખાવો ઘર કરી જાય છે. અમુક કિસ્સામાં આ દુખાવો એટલી હદ સુધી વધી જાય છે કે દવાઓ ખાવી પડે છે.


નેક, બેક અને શોલ્ડર પેઇન

ડીમ લાઇટના કારણે મોટાભાગે વસ્તુઓ વધુ સ્પષ્ટ દેખવા માટે આપણે સ્ક્રીન અથવા પુસ્તક તરફ વધારે વળી જઇએ છીએ. આ પોઝિશનમાં લાંબા સમય સુધી રહેવાથી ગરદનથી લઇને પીઠ અને ખભામાં દુખાવો શરૂ થઈ શકે છે. જો આ પરિસ્થિતિ લાંબાગાળા સુધી રહે છે તો કમરનો દુખાવો વધી શકે છે.


કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા

શરીરમાં થતા આ દુખાવાના કારણે વ્યક્તિ પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતી. તેના મગજમાં આવતા વિચારો અને ભણવાની ક્ષમતા ઘટતી જાય છે. તેનાથી કામ પર નકારાત્મક અસર પડે છે.


ડિપ્રેશન
વધુ ડીમ લાઇટમાં રહેવાથી ડિપ્રેશન વધે છે. ઘણીવાર તમે જોયું હશે કે ડિપ્રેશનથી પીડિત વ્યક્તિ વધુ પ્રકાશ પસંદ નથી કરતો. તેને અંધારું અથવા ડીમ લાઇટમાં રહેવું ગમે છે. પરંતુ સાચી વાત એ છે કે તેનાથી ડિપ્રેશન વધે છે. તેથી, શક્ય એટલું વધુ પ્રકાશમાં કામ કરવું અથવા વાંચવું.