છોકરીઓને સેનિટરી પૅડ્સ તો આપી દીધા, પણ એ વાપરતાં શીખવ્યું કે નહીં?

29 May, 2020 05:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છોકરીઓને સેનિટરી પૅડ્સ તો આપી દીધા, પણ એ વાપરતાં શીખવ્યું કે નહીં?

છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં ગર્લ્સને પિરિયડ્સ દરમ્યાન પૅડ્સ વાપરવા જોઈએ એ બાબતે ભારતભરમાં સારુંએવું જાગૃતિ અભિયાન ચાલ્યું છે. અક્ષય કુમારે પૅડમૅન ફિલ્મ દ્વારા અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે ગામેગામ અને સરકારી સંસ્થાઓમાં જઈને છોકરીઓને પૅડ્સ સરળતાથી ઉપલબ્ધ થાય એની મુહિમ ચલાવી હતી. જોકે આ બધાની સાથે જે બહુ જરૂરી છે એ છે પૅડ્સનો વપરાશ કઈ રીતે કરવો એનું જ્ઞાન હોવું.

હજી ગઈ કાલે જ વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઇજિન ડે ગયો છે ત્યારે સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ સંસ્થાએ પૅડ્સ કેટલા સમયાંતરે ચેન્જ કરવાં એની ગાઇડલાઇન બહાર પાડી છે એ જાણીએ.

૧. પૅડ ચેન્જ કરવા માટે દરેક વ્યક્તિ માટે એકસરખો સમય નથી, પરંતુ બ્લીડિંગ કેટલું થાય છે એના આધારે નક્કી થાય. બહુ વધારે હોય તો દર ત્રણથી ચાર કલાકે પણ ચેન્જ કરવાં પડે.

૨. છોકરીઓ બે પ્રકારની ભૂલ કરે છે કાં તો હલકી ક્વૉલિટીનું મટીરિયલ યુઝ કરે છે કાં પછી મોંઘા હોવાથી એ લાંબા સમય સુધી ચલાવ્યે રાખે છે. આ બન્ને જોખમી છે. 0

૩. ખૂબ ઓછું બ્લીડિંગ થતું હોય તો પણ દર આઠ કલાકે પૅડ ચેન્જ કરવું જરૂરી છે.

૪. દરરોજ  રાતે સૂતાં પહેલાં નવું પૅડ પહેરવું અને સવારે ઊઠતાંની સાથે એને બદલી નાખવું જરૂરી છે.

૫. લાંબા કલાકો સુધી એમ જ પહેરી રાખવાથી એ ભાગની ત્વચામાં ઇન્ફેક્શન થવાના ચાન્સિસ રહે છે. પિરિયડ્સ ચાલુ હોય એ દરમ્યાન રાતે સૂતાં પહેલાં પ્રાઇવેટ પાર્ટ્સને સાબુ ચોળીને ખૂબબધા પાણીથી સાફ કરીને કોરો કરી લેવો જરૂરી છે.

૬. ટ્રાવેલિંગ કરતા હો ત્યારે પણ વધુમાં વધુ બાર કલાકથી વધારે સમય એકનું એક પૅડ પહેરી રાખવું હિતાવહ નથી.

life and style