18 February, 2025 07:01 AM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
આપણા દેશની સૌથી મોટી લાચારી કોઈ હોય તો એ કે આપણે દેખાદેખીમાં બહુ જઈએ છીએ પછી વાત વિદેશના સ્ટૅમ્પથી ભરાયેલા પાસપોર્ટની હોય કે પ્રાઇવેટ પાર્ટની હોય. છેલ્લા થોડા સમયથી પ્રાઇવેટ પાર્ટની સાઇઝની બાબતમાં વધુ ધ્યાન આપવાનું શરૂ થયું હોય એવું બન્યું છે, જેનું કારણ ઇન્ટરનેટ છે. આજે છે એવી અવેલેબિલિટી એક સમયે પૉર્નની નહોતી પણ ઇન્ટરનેટને લીધે હવે એ પ્રકારનું સાહિત્ય થોડી મહેનતે મળવા માંડ્યું છે, જેને લીધે સરખામણી શરૂ થઈ અને એ સરખામણીએ લોકોના મનમાં જાતજાતની આશંકાઓ ઘુસાડવાનું શરૂ કર્યું.
લગભગ બે દસકાથી સેક્સ-વિષયક સવાલ-જવાબની કૉલમ લખતો આવ્યો છું એટલે દાવા સાથે કહી શકું કે દરેક ચોથા સવાલમાં એ વાત પુછાતી રહે છે કે મારા પ્રાઇવેટ પાર્ટની સાઇઝ નાની છે અને આ દરેક સવાલના જવાબમાં ગાઈવગાડીને કહ્યું છે કે ઇન્ટિમેટ રિલેશનમાં ક્યારેય પ્રાઇવેટ પાર્ટની સાઇઝ મૅટર કરતી જ નથી, ઇન્ટિમેટ રિલેશન પ્લેઝર પર આધારિત છે. પણ મુદ્દો ફરી ત્યાંનો ત્યાં જ. હમણાં દેશના બહુ જાણીતા ડાયમન્ડ મર્ચન્ટના દીકરાને મળવાનું થયું. એ ભાઈએ ફૉરેનમાં એજ્યુકેશન લીધું છે અને અંગ્રેજી ઉપરાંત ફ્રેન્ચ, સ્પૅનિશ જેવી ભાષાઓ પર જબરદસ્ત પ્રભુત્વ ધરાવે છે. તેમને મળીને આપણે એવું જ માની બેસીએ કે આ ભાઈ તો કોઈ ભ્રમણાનો ભોગ ન જ બન્યા હોય, પણ મારી આ માન્યતા ભાંગીને ત્યારે ભૂકો થઈ જ્યારે તેણે મને એ જ સવાલ પૂછ્યો જે સવાલ સામાન્ય રીતે બધા છોકરાઓ પૂછતા આવ્યા છે. તેમનો સવાલ હતો કે મારા પ્રાઇવેટ પાર્ટની સાઇઝ બહુ નાની છે, શું હું મારી વાઇફને પ્લેઝર આપી શકીશ?
ટેક્નિકલી જો સમજાવવાનું હોય તો કહેવું પડે કે વજાઇનાના આગળના બેથી અઢી ઇંચના એરિયામાં જ સેન્ટિમેન્ટ્સ હોય છે એટલે પ્રાઇવેટ પાર્ટની સાઇઝ બે કે અઢી ઇંચથી પણ ઓછી હોય તો પણ મહિલાના સેન્ટિમેન્ટ્સને સરળતાથી પામી શકાય અને એટલે ડરવાની સહેજ પણ જરૂર નથી. સાઇઝ ડઝન્ટ મૅટર અને એના વિશે ક્યારેય ચિંતા કરવાની જરૂર નથી. પૉર્ન ફિલ્મોમાં દેખાડવામાં આવતો સ્ટૅમિના કે પછી પાર્ટની સાઇઝમાં વાસ્તવિકતા અને એના કરતાં પણ જુગુપ્સા વધારે હોય છે. એક પેશન્ટે પ્રશ્ન કર્યો હતો કે ઇન્ટિમેટ રિલેશનશિપ દરમ્યાન મારી વાઇફનાં એક્સપ્રેશન્સ સાવ ફ્લૅટ હોય છે. મારો જવાબ હતો, તમે એ એક્સપ્રેશન્સ જોવાની લાયમાં તમારો આનંદ પણ વેડફી રહ્યા છો. આવું જ અહીં છે. પાર્ટની સાઇઝને નહીં, પાર્ટનરના પ્લેઝરને જુઓ અને એનો આનંદ લો.
- ડૉ. મુકુલ ચોકસી
( ડૉ. મુકુલ ચોકસી સેક્સોલૉજિસ્ટ, સાઇકિયાટ્રિસ્ટ અને કવિ છે. )