No Smoking Day 2021: સ્મોકિંગ છોડતાં જ, તમને જોવા મળશે આ ફેરફાર

10 March, 2021 02:29 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

No Smoking Day 2021: સ્મોકિંગ છોડતાં જ, તમને જોવા મળશે આ ફેરફાર

પ્રતીકાત્મક તસવીર (ફાઇલ ફોટો)

શું તમે જાણો છો કે સિગરેટ તમારા જીવનમાં 11 મિનિટ ઘટાડી શકે છે? યૂનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયા, બર્કલે વેલનેસ લેટરમાં એપ્રિલ 2000 દરમિયાન પ્રકાશિત એક અધ્યયન પ્રમાણે, જો કોઇ વ્યક્તિ દરરોજની એક સિગરેટ પીએ છે, તો તે હજી પણ જોખમી હોઇ શકે છે અને 11 મિનિટ સુધી તેના જીવનને ઘટાડી શકે છે. આ માટે સિગરેટના હાનિકારક પ્રભાવો વિશે લોકોમાં જાગરૂકતા ફેલાવવા માટે આપણે નો સ્મોકિંગ ડે ઉજવીએ છીએ. આ દિવસ દર વર્ષે માર્ચ મહિનાના બીજા બુધવારે ઉજવવામાં આવે છે. દિવસની શરૂઆત 1984માં યૂનાઇટેડ કિંગડમ દ્વારા ધૂમ્રપાનને કારણે થનારા સ્વાસ્થ્ય જોખમ વિશે જાગરૂકતા ફેલવવા માટે કરવામાં આવી હતી.

જેમ વિશ્વભરમાં દરેક નો સ્મોકિંગ ડે ઉજવે છે, આજે જણાવવાનું કે સ્વાસ્થ્યને થનારા 5 એવા લાભ, જે તમને સ્મોકિંગ છોડતાં તરત જ તમને જોવા મળશે.

હ્રદયની બીમારીનું જોખમ ઘટશે
જો તમે સ્મોકિંગ હંમેશા માટે છોડી દો, તો અમુક જ વર્ષમાં તમારા હ્રદયનું સ્વાસ્થ્ય સારું થઈ જશે. અને હાર્ટ અટેકનું જોખમ પણ ઘટી શકે છે.

કેન્સરનું જોખમ ઘટશે
કેન્સર એક જીવલેણ બીમારી છે અને સિગરેટના દરેક કશ સાથે કેન્સર થવાનું જોખમ વધી જશે. સિગરેટ પીવાથી મૂત્રાશય, અગ્ન્યાશય, ગ્રાસનળી, ત્વચા જેવા અનેક પ્રકારના કેન્સર થવાનું જોખમ રહે છે.

બ્લડ પ્રેશર થશે નૉર્મલ
સિગરેટમાં નિકોટીન હોય છે, જે તમારા બ્લડપ્રેશરને ઝડપથી વધારે છે. જેના કારણે હાર્ટ અટેક કે સ્ટ્રૉકનું જોખમ વધે છે. તેથી જ જો મે ધૂમ્રપાન છોડતા હોવ, તો તમારી હાઇપરટેન્શનની તકલીફ 20 મિનિટમાં કન્ટ્રોલમાં આવી શકે છે.

તમારા વાળ અને દાંત થશે સ્વસ્થ
સ્મૉક કરવું તમારા વાળ, દાંત અને નખ માટે સારું નથી, કારણકે આ તમારા દાંત અને નખને પીળા કરે છે. તો વાળ નબળાં પડે છે અને સરળતાથી તૂટવા લાગે છે. તો એવી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે ધૂમ્રપાન કરવું છોડી દેવું જોઇએ.

શ્વાસ લેવાની તકલીફ થશે દૂર
કેટલાક લોકો જે ચેઇન સ્મોકર છે અથવા જેમને દરરોજ એક પેકેટ ધૂમ્રપાન કરવાની આદત છે, તેમને મોટા ભાગે શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. માટે, જો તમે સીધાં 8 કલાક ધૂમ્રપાન કરવાથી બચો છો, તો તમારા ફેફસાં ફરી સામાન્ય થવા લાગે છે અને શ્વાસ લેવામાં ફરક જોવા મળશે, કારણકે તમે ઉધરસ ખાધા વગર સરળતાથી શ્વાસ છોડી શકો છો.

નોંધ: લેખમાં આપેલી સલાહ અને ટિપ્સ ફક્ત સામાન્ય માહિતીના ઉદ્દેશ્ય માટે છે અને આથી પેશાવર ડૉક્ટરની સલાહ તરીકે ન લેવું જોઇએ. આ વિશે વધુ માહિતી માટે પોતાના ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી.

health tips