Summer Special Health Care Tips: ઉનાળામાં પરસેવાની ગંધને કહો બાય-બાય, કરો આ ઉપાય

15 June, 2022 12:38 PM IST  |  Mumbai | Shilpa Bhanushali

Health Tips: ઉનાળામાં કેટલાય લોકોને શરીરની દુર્ગંધની સમસ્યા થતી હોય છે. એવામાં કેટલીક ટિપ્સ તમારા શરીરની દુર્ગંધને દૂર કરવા બનશે મદદરૂપ.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

Remove Body Odor: ઉનાળામાં શરીરમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ થતી હોય છે. જેમ કે ડિહાઇડ્રેશન, સનબર્ન, રેશેસ વગેરે. પણ કેટલાક લોકોને શરીરની દુર્ગંધની સમસ્યા પણ થઈ જતી ગોય છે. કેટલાક લોકોમાં આ તકલીફ એટલી વધારે હોય છે કે નજીક બેઠેલા લોકોને પણ તકલીફ થઈ પડે છે. જે લોકો વધારે તીખું કે પછી સ્થૂળતાનો શિકાર હોય છે. તેમને હોર્મોન સાથે જોડાયેલી મુશ્કેલી થાય છે કે પછી એસિડિટીને કારણે પણ આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેને કારણે તેને વધારે પરસેવો થાય છે અને સાથે જ શરીરમાંથી દુર્ગંધ પણ આવતી હોય છે. આથી અમે લઈને આવ્યા છીએ એવી કેટલીક ટિપ્સ જે તમારા શરીરની દુર્ગંધને દૂર કરવામાં મદદ કરશે. 

ઓછી ગંધ ધરાવતા ખોરાકનું સેવન
જો તમે એવા ખોરાકનું સેવન કરી રહ્યા છો જેમાં સારી કે ખરાબ ગંધ છે તો એવામાં આ પ્રકારના ખાદ્ય પદાર્થ તમારા શરીરની દુર્ગંધને વધારી શકે છે. જો તમે કાંદો, લસણ, માછલી વગેરેનું વધારે સેવન કરો છો તો એવામાં તમારા શરીરમાંથી વધારે ખરાબ ગંધ આવી શકે છે.

ડીહાઇડ્રેશનથી બચવું- 
જો તમે પાણીનું ઓછું સેવન કરો છો તો એવામાં પણ તમારા શરીરમાંથી દુર્ગંધ આવી શકે છે. ઓછું પાણી પીવાથી તમારા શરીરમાં ગરમી વધશે અને પરસેવો વધારે નીકળશે એવામાં ડીહાઇડ્રેશનને કારણે પણ પરસેવામાંથી વાસ આવતી હોય છે.

ધાણા-ફૂદીનાની ડ્રિંકનું કરો સેવન
લીંબુ ફૂદીનાની ડ્રિંક બનાવવા માટે તમને જરૂર પડશે આ સામગ્રીની
સામગ્રી- અડધો કપ ધાણાં, અડધો કપ ફૂદીનો, કાળું મીઠું, લીંબુ અને પાણી
રીત- સૌથી પહેલા લીંબૂનો રસ કાઢી તમે બધી વસ્તુઓ એક સાથે બ્લેન્ડ કરી લો અને પોતાના રોજિંદા ડાએટમાં સામેલ કરો. 

આ સિવાય તમે આ રીત પણ અપનાવી શકો છો જેથી તમારા શરીરની દુર્ગંધ ઘટે

દરરોજ નહાવું અને સારા ડ્યૂરિંગનો ઉપયોગ કરવો.
ફ્રેશ ફ્રૂટ્સને ડાએટમાં સામેલ કરી શકો.
વધારે સ્પાઇસી ખોરાકનું સેવન ટાળવું.
પગ સારી રીતે ધોવા 
ઉનાળામાં એવું કાપડ પહેરવું જેથી સ્કિન શ્વાસ લઈ શકે જેમ કે નેશનલ ફાઇબરવાળું કાપડ અને કૉટનનું કાપડ.

health tips