જાણો ડૉ. વિક્રમ રાઉત પાસેથી લિવર ટ્રાન્સપ્લાન્ટેશન પછીની જિંદગી વિશે

13 April, 2021 07:16 PM IST  |  Mumbai | Partnered Content

લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી પછી મોટા ભાગના દર્દીઓને બે-ત્રણ અઠવાડિયા સુધી હૉસ્પિટલ સુપરવિઝનમાં રહેવાનું હોય છે. સમયાંતરે દર્દી ઘરે જ રિકપુરેટ થાય છે અને ત્રણ મહિનાના સમય પછી અંદાજે તે પોતાના રોજિંદા રૂટિનમાં પાછો ફરી શકે છે

ડૉ. વિક્રમ રાઉત અહીં તમામ સવાલોના જવાબ આપે છે અને તમારી ચિંતા ઓછી કરે છે.

ડૉ. વિક્રમ રાઉતને મતે ઇમ્યુનોસપ્રેશન મેડિકલ રેજિમનું પુરી રીતે પાલન કરવાથી દરેક લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીને સફળતા મળે છે. અહીં પ્રસ્તુત છે કેટલાક અવારનવાર પુછાતાં પ્રશ્નો જે દરેક લિવર ટ્રાન્સપ્લાન કરાવનારાને તથા તેમની કાલઝી રાખનારાઓને થતા હોય છે અને પરેશાન કરતા હોય છે. ડૉ. વિક્રમ રાઉત અહીં તમામ સવાલોના જવાબ આપે છે અને તમારી ચિંતા ઓછી કરે છે.

દર્દી:  લિવર ટ્રાન્સપ્લાન્ટ પછી સર્વાઇવલ રેટ કેટલો છે?

ડૉ. વિક્રમ રાઉતઃ લિવર ટ્રાન્સપ્લાન્ટનું આઉટકમ ઉત્તમ હોઇ શકે છે.લિવર મેળવનાર સર્જરીનાં 30 વર્ષ સુધી સાધારણ અને સાહજિક જિંદગી જીવી શકે છે.

તાજેતરનાં અભ્યાસ અનુસાર-

પાંચ વર્ષના ગ્રાફટ સાથે દર્દીનું સર્વાઇવલ 81 ટકા હોય છે, દસ વર્ષ સાથે 65 ટકા અને 15 વર્ષ સાથે 50 ટકા હોય છે.

દર્દી:  એવી ખાતરી કેવી રીતે થાય કે મારી લિવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી સફળ રહી છે?

ડૉ. વિક્રમ રાઉતઃ લિવર મેળવનાર પોતાના ટ્રાન્સપ્લાન્ટની સફળતામાં સીધાં જ ફાળો આપી શકે છે. કોઇપણ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ નિષ્ફળ જવાનું સૌથી મોટું કારણ હોય છે કે ઇમ્યુનોસપ્રેશન મેડિકલ રેજિમનું પાલન ન કરવું. સારું જ પરિણામ મળે તે માટે પેશન્ટ સાથે અમે સતત ફોલો અપ રાખીએ છીએ, તેમાં દવાઓનું શિડ્યુલ સચવાય છે તેની કાળજી રખાય છે, લાઇફસ્ટાઇલ ચેન્જિઝ પણ સુચવાય છે જેથી ઇન્ફેક્શન ટાળવાની તકનિકો અનુસરાય અને આમ અમે ટ્રાન્સપ્લાન્ટેશન પછી દર્દીની જિંદગીને લાંબાવવાનો રસ્તો શોધીએ છીએ.

દર્દી:  લિવર ટ્રાન્સપ્લાન્ટ પછી વ્યક્તિની જિંદગીની ગુણવત્તા કેટલી બદલાય છે?

ડૉ. વિક્રમ રાઉતઃ ખરેખર કહું તો ટ્રાન્સપ્લાન્ટેશન પછીના પહેલા ત્રણ મહિના સૌથી મુશ્કેલ હોય છે.  શરીર ત્યારે એડજસ્ટિંગ મોડમાં હોય છે – પહેલાં તે નવા લિવર સાથે ગોઠવાય છે અને પછી તેની સાથેની દવાઓ સાથે. અમે અમારી ટ્રીટમેન્ટથી એ વાતની તકેદારી રાખીએ છીએ કે દર્દીને હૉસ્પિટલમાંથી બને તેટલો જલ્દી ડિસ્ચાર્જ મળે, તે પોતાની કાળજી જાતે રાખી શકે પણ કેટલીક મર્યાદાઓને અનુસરીને. મેડિકલ ટીમ બહુ ચિવટથી દરેક દર્દીની ડિસ્ચાર્જ પ્રક્રિયા તૈયાર કરે છે. સારા સમાચાર એ છે કે મોટાભાગનાં દર્દીઓ ત્રણ મહિના બાદ કામે પાછા ફરી શકે છે. અમુક દર્દીઓને લાઇટ ડ્યુટી અસાઇનમેન્ટ કરવા પડશે કારણકે તેઓએ કાર્યના સ્થળે ફરી ગોઠવાવાનું છે. વળી તેમણે અલગ અલગ રમત-ગમતમાં પણ ભાગ લેવો જોઇએ, સાથે હેલ્ધી એક્સર્સાઇઝ, લોકોને હળવા મળવાનું અને મુસાફરી પણ શક્ય હોય તો કરવાં જોઇએ. અમે આશા રાખીએ છીએ કે અમારા દર્દી બને તેટલી નોર્મલ જિંદગી જીવે.

દર્દી:  મારા લિવરમાં ફરી રોગ દેખા દે તેની કેટલી શક્યતા છે?

ડૉ. વિક્રમ રાઉતઃ આ બાબત દરેક કેસમાં અલગ રીતે આધાર રાખે છે. અમુક પ્રકારના લિવરના રોગ નવા લિવરમાં દેખાવાની શક્યતાઓ નકારી ન શકાય. એક ઉદાહરણ છે હેપિટાઇટિસ સી. અમારી લિવર ટ્રાન્સપ્લાન્ટ ટીમ તમને લિવરના અમુક રોગ ફરી દેખાય તે સ્થિતિ અંગે જરૂરી સલાહ આપશે. આવા કિસ્સાઓમાં અમારી ટીમ તમને રોજે રોજ નજીકથી મોનિટર કરશે અને કોઇપણ પ્રકારનું દર્દ ફરી ખડું ન થાય તે રોકવાની બધી જ મદદ કરશે.

દર્દી: સાજા થવાનો, ફરી રિકુપરેટ થવાનો સમયે કેટલો લાંબો હશે?

ડૉ. વિક્રમ રાઉતઃ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી પછી મોટા ભાગના દર્દીઓને બે-ત્રણ અઠવાડિયા સુધી હૉસ્પિટલ સુપરવિઝનમાં રહેવાનું હોય છે. સમયાંતરે દર્દી ઘરે જ રિકપુરેટ થાય છે અને ત્રણ મહિનાના સમય પછી અંદાજે તે પોતાના રોજિંદા રૂટિનમાં પાછો ફરી શકે છે. કોઇ કોમ્પ્લિકેશન હોય તો જ લિવર ટ્રાન્સપ્લાન્ટ પછી છ મહિના સુધી ડિસએબલિટીની ગ્રાન્ટ મળે છે અન્ય સંજોગોમાં નહી. બધાં દર્દીઓ માટે મારી એક જ સલાહ છે કે તેમણે પોતાના લાંબા ગાળાના એમ્પ્લોયમેન્ટ પ્લાન્સ માટે એડવાન્સમાં બાબતો નક્કી કરવી જોઇએ જેમ કે તેઓ ફરી વર્કપ્લેસ ક્યારે જોઇન કરશે તે પણ યોગ્ય સમયે અને હેલ્થ કેર ઇન્સ્યોરન્સ કવરેજ વગેરે.

દર્દી:  મારે લિવર ટ્રાન્સપ્લાન્ટ પછી દવાઓ લેવાની રહેશે ?

ડૉ. વિક્રમ રાઉતઃ દર્દીએ લિવર ટ્રાન્સપ્લાન્ટ પછી ઘણી બધી દવાઓ લેવાની રહે છે. આ દવાઓ ઇમ્યુનોસપ્રેસન્ટ એટલે કે શરીર તરફથી નવા લિવરને રિજેક્શન રોકવા અને ઇન્ફેક્શનની સમસ્યાઓ ટાળવા માટે જરૂરી છે. સાતથી દસ જેટલી અલગ અલગ દવાઓ હોય છે. જેમ જેમ દર્દીની તબિયત બહેતર થતી જાય તેમ તેમ દવાઓનું પ્રમાણ ઘટતું જાય છે. ત્રણ મહિના પછી એક બે જ દવા લેવાની રહે છે.

બાબતોને વધુ પારદર્શી બનાવવા હું કહીશ કે દર્દીઓએ ઇમ્યુનોસપ્રેશન મેડિકેશન તેમની બાકીની જિંદગી દરમિયાન નિયમિત લેવાની રહેશે. આ દવાઓ લેવી અને તે પણ સુચવેલા નિયમત સમયે લેવી બહુ જરૂરી છે. દવાઓ લેવાનું ચૂકી જવાય અથવા તો તે લેવાનું પોતાની રીતે નક્કી કરીને જો બંધ કરાય તો રિજેક્શન કે ઓર્ગન ફેલ્યોરના ચાન્સિઝ રહે છે.

દર્દી:  લિવર ટ્રાન્સપ્લાન્ટની દવાઓની કોઇ સાઇડ ઇફેક્ટ્સ હોય છે ખરી?

ડૉ. વિક્રમ રાઉતઃ ઘણી દવાઓની આડ અસર હોય છે, ટ્રાન્સપ્લાન્ટ પછીની દવાઓની જે ટિપીકલ આડ અસર હોય છે તેમાં ઉંચું બ્લડ પ્રેશર, મુડમાં પરિવર્તન, વધતી બ્લડ સુગર, હાડકાં અને સ્નાયુમાં નબળાઇ વગેરેનો સમાવેશ થાય છે. મોટાભાગના દર્દીઓને આ આડઅસરો શરૂઆતમાં વર્તાશે પણ સમયાંતરે તે ઓછી થઇ જાય છે. આ આડઅસરો તકલીફ જનક હોઇ શકે છે પણ દવાઓ ક્યારેય બંધ ન કરવી જોઇએ તે પણ ટ્રાન્સપ્લાન્ટ ટીમની જાણ બહાર કે તેમની સંમતિ વગર તો ક્યારેય નહીં. ગંભીર સ્થિતી હોય તો દર્દીની સહનશક્તિ વધારવા માટે મેડિસિન્સ એડજસ્ટ પણ કરી શકાય છે.

આ શ્રેષ્ઠ ડૉક્ટર વિશે વધુ જાણવા માગો છો?

આગળ વાંચો-

ડૉ. વિક્રમ રાઉત એક અગ્રણી લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે તથા હેપાટોબિલિયેરી માટેના સિનિયર કન્સલ્ટન્ટ છે. તેમને લિવિંગ ડોનર લિવર ટ્રાન્સપ્લાન્ટનો બહોળો અનુભવ છે અને તેમને અત્યાર સુધીમાં 1200 લિવર ટ્રાન્સપ્લાન્ટ્સનો અનુભવ છે. તેમણે પોતે 500થી વધુ લિવિંગ લિવર ડોનર સર્જરી જ પરફોર્મ કરી છે. તેમને લિવર ટ્રાન્સપ્લાન્ટ અને એચપીબી સર્જરીઝમાં લિવર ટ્રાન્સપ્લાન્ટના માંધાતાઓ પાસેથી જે જાપાન, ફ્રાંસ, સાઉથ કોરિયામાં સ્થિત છે તેમની પાસેથી તાલીમ મળી છે. ડૉ વિક્રમ રાઉતને ઇન્ટરનેશનલ લિવર ટ્રાન્સપ્લાન્ટ સોસાયટી તરફથી “ઇન્ટરનેશનલ ટ્રાવેલ સ્કોલર એવોર્ડ 2010”નો એવોર્ડ પણ એનાયત થયો છે. સામાન્ય માણસ માટે પણ લિવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી આસાનતી થઇ શકે તે માટે ડૉ. વિક્રમ રાઉતની ટીમે એક માનવતા ભર્યું મોડલ ખડું કર્યું છે જે લિવરનો રોગ ધરાવતા બાળકોને આર્થિક મદદ કરે છે. ચેરિટેબલ ટ્રસ્ટ અને ક્રાઉડ ફંડિગની મદદથી ટ્રાન્સપ્લાન્ટ માટેનું ભંડોળ એકઠું કરાય છે. હાલમાં ડૉ. વિક્રમ રાઉત પશ્ચિમ ભારતમા સૌથી સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામનુ સુકાન સંભાળી રહ્યા છે. તેમની એક્સપર્ટાઇઝમાં લિવર રિસેક્શન અને લિવર કેન્સર્સ માટે ટ્રાન્સપ્લાન્ટેશન, સ્પ્લિટ લિવર ટ્રાન્સપ્લાન્ટેશન ને એબીઓ ઇનકોમ્પેટિબલ લિવર ટ્રાન્સપ્લાન્ટેશનનો સમાવેશ થાય છે.

અમે બધાં જ ડૉ. વિક્રમ રાઉતના આભારી છીએ કે તેમણે સમય કાઢીને આ તમામ સવાલોના જવાબ આપ્યા.

Website-  http://liverdocindia.com

https://www.livertransplantssurgeon.com
Email- drvikramraut@gmail.com
Whatsapp- +919717657178

 

 

health tips