શું સાચ્ચે કિડની સ્ટોનની દવા છે બીયર, વાંચો આર્ટિકલ

23 March, 2019 04:21 PM IST  | 

શું સાચ્ચે કિડની સ્ટોનની દવા છે બીયર, વાંચો આર્ટિકલ

ફાઈલ ફોટો

કિડની સ્ટોનની સમસ્યા આજકાલ સામાન્ય થઈ ગઈ છે અને એનાથી હેરાન મહિલાઓની સંખ્યા વધતી જઈ રહી છે. કારણકે આ કિડની સ્ટોનનો દુખાવો પીડાદાયક હોય છે અને પીડા સમયે શું થઈ રહ્યું છે તે સમજી શકતું નથી. જ્યારે સ્ટોનનો દુખાવો થાય ત્યારે બેચેન થઈ જવાય છે કારણકે પેટથી લઈને પીઠ સુધી કિડની સ્ટોનનો દુખાવો થાય છે.

જ્યાારે બહુ દુખાવો થાય ત્યારે એકમાત્ર ઉપાય છે, બીયર. હાં, સાંભળવામાં થોડુ અજીબ લાગે છે, પણ કિડની સ્ટોનથી બચવા માટે બીયર પીવાથી સ્ટોન નીકળી જાય છે અને દુખાવાથી આરામ મળે છે.

કિડની સ્ટોનના કારણ

કિડની સ્ટોન અમારી ખરાબ લાઈફસ્ટાઈલ, બૉડમાં પાણીની કમી, એક્સરસાઈઝની કમી, અધિક ચા-કૉફીનું સેવન, તળેલું ભોજન, વધારે મીઠું અને યૂરીનને રોકવું આ બધા કારણોથી કિડની સ્ટોનની સમસ્યા થાય છે. એ સિવાય સ્ટોન થવાનું મુખ્ય કારણ શરીરમાં ઉચ્ચ કેલ્શિયમની હાજરી છે. જ્યારે મીઠું અને અન્ય મિનરલ એકબીજાના સંપર્કમાં આવે છે તો સ્ટોન તૈયાર થવા લાગે છે, જેને કિડની સ્ટોન કહેવાય છે. એટલે કિડનીમાં પથરી કેલ્શિયમ, ઑક્સલેટ અને કેલ્શિયમ ફૉસ્ફેટથી બને છે. સ્ટોનની સમસ્યા દુખાવાની સાથે ઘણી હેરાનીને સ્વાગત આપે છે.

આ પણ વાંચો : હેર ટ્રાન્સપ્લાન્ટ કરતાં પહેલાં ચેતજો, નહીં તો થઈ જશો હેરાન

શું સ્ટોનનો ઈલાજ છે બીયર?

પથરીનો જડથી વિનાશ કરવા કોઈ ટ્રીટમેન્ટ નથી, પરંતુ કેટલાક ઘરેલૂ ઉપાયથી નાની સાઈની પથરીને નીકાળી શકાય છે. એના માટે વધારે લિક્વિડ પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ મોટી સાઈઝની પથરી માટે ઑપરેશનની જરૂર પડે છે. કેટલાક અભ્યાસો એવો દાવો કરે છે કે એવામાં રેગ્યુલર થોડી માત્રામાં બીયર પીવાથી સ્ટોન નીકળી જાય છે. પરંતુ ધ્યાનમાં રાખવું કે બીયર Barleyથી બનેલી હોવી જોઈએ અને બીયર પીવાથી ફક્ત નાની સાઈઝના જ સ્ટોન નીકળી જાય છે.

life and style