કોરોનાને લઈને IIT દિલ્હીથી ખુશખબર, અશ્વગંધાથી કોવિડ-19ની સારવાર શક્ય

19 May, 2020 03:12 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

કોરોનાને લઈને IIT દિલ્હીથી ખુશખબર, અશ્વગંધાથી કોવિડ-19ની સારવાર શક્ય

કોરોના પર અશ્વગંધા છે કારગર

કોરોના મહામારીથી જ્યાં આખું વિશ્વ મુશ્કેલીમાં છે ત્યાં ભારતમાં આની દવાને લઈને એક સારા સમાચાર આવ્યા છે. આ શુભ સમાચાર IIT દિલ્હીએ આપ્યા છે. ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (IIT) દિલ્હીના બાયોકેમિકલ ઇન્જીનિયરિંગ માટે પ્રૉ ડી. સુદરે જાપાનના નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ એડવાન્સ્ડ ઇન્ડસ્ટ્રિયલ સાયન્સ એન્ડ ટેક્નોલૉજી સાથે મળી શોધ કરી છે કે પ્રાકૃતિક ઔષધિ અશ્વગંધાથી કોવિડ-19ની સારવાર થઈ શકે છે.

અશ્વગંધાથી કેમ બંધાણી આશા
અશ્વગંધાનો એક રાસાયણિક પદાર્થ, કોવિડ-19ની કોશિકોઓમાં વિકસિત થવાને અટકાવવામાં કારગર થઈ શકે છે. અશ્વગંધા કેવી રીતે કોવિડ-19ની વિકસિત થવાની પ્રક્રિયાને અટકાવે છે તેની પ્રણાલીની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.

15 વર્ષથી અશ્વગંધા પર જાપાન કરે છે કામ
પ્રૉ ડી. સુંદર 15 વર્ષથી અશ્વગંધા પર જાપાનની ઇન્સ્ટિટ્યૂટ સાથે કામ કરે છે. તેમણે જણાવ્યું કે, "અમારા આ શોધપત્રની પહેલી રિપોર્ટને આંતરરાષ્ટ્રીય શોધ પત્રિકા જર્નલ ઑફ બાયોમૉલિક્યૂલર ડાયનામિક્સમાં પ્રકાશિત કરવાની પરવાનગી મળી ગઈ છે."

અશ્વગંધાથી કોવિડ-19ની દવાઓ બનાવવાની દિશામાં થશે કામ
બે દિવસમાં આના પ્રકાશિત થવાની આસા છે. આ શોધ આગળ વધારતાં અશ્વગંધાથી કોવિડ-19ની દવાઓ બનાવવાની દિશામાં અમે કામ કરશું. તેમણે જણાવ્યું કે અશ્વગંદાથી કોવિડ-19ની દવાઓ બનાવવા માટે કેટલાય ક્લીનિકલ ટ્રાયલ કરવાની જરૂર છે. અત્યાધુનિક લૅબમાં આનું ટ્રાયલ થવું જોઇએ. તેના પર પણ અમે કામ કરશું.

અશ્વગંધાનો ઉપયોદ આયુર્વેદિક ઉપચાર માટે
ભારતમાં પારંપરિક રૂપે અશ્વગંધાનો ઉપયોગ આયુર્વેદિક ઉપચાર માટે કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે એક મહિના પહેલા કેન્દ્ર સરકારે આયુષ મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) જોડતાં એક ટાસ્ક ફોર્સની ટીમ બનાવી હતી. જેમાં તેમને કહેવામાં આવ્યું હતું કે અશ્વગંધા, જેઠીમધ, ગુડુચીને પીપરીમૂળ સાથે, આયુષ-64 (મલેરિયાની દવાઇ) જેવી આયુર્વેદિક ઔષધિઓ પર કોવિડ-19ના સંદર્ભમાં શોધ કરવી.

ઘણાં સંશોધકો કરી શકે છે ઉપયોગ
પ્રૉ ડી. સુંદરે કહ્યું કે અમારા તરફથી સ્વતંત્ર રૂપે અશ્વગંધા પર શોધ કરવામાં આવી છે. બીજા ઘણાં સંશોધકો કોવિડ-19ને લઈને અમારી શોધનો ઉપયોગ કરી શકે છે.

health tips covid19 national news coronavirus