વારંવાર ગળ્યું ખાવાની ઇચ્છાને આ રીતે કરો કન્ટ્રોલ

24 August, 2021 10:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક્સપર્ટ પ્રમાણે મહિલાઓને દિવસમાં 6 ટી સ્પૂન, તેમજ પુરુષોને 9 ટી સ્પૂન જેટલી સાકર લેવાની સલાહ આપવામાં આવે છે. તો એવામાં વારંવાર થનારી શુરગ ક્રેવિંગને કેવી રીતે શાંત કરવામાં આવે, તે જાણવું ખૂબ જ જરૂરી છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

મોટાભાગના લોકોને મીઠી વસ્તુઓ પસંદ હોય છે. ચા, કૉફી, મિઠાઇ, ચૉકલેટ, આઇસ્ક્રીમ કોઇકને કોઇક રીતે સાકરનું સેવન કરતા હોય છે આ જાણવા છતાં કે સાકર સ્વાસ્થ્ય માટે કેટલી નુકસાનકારક છે લોકો સાકરનું સેવન કરતા હોય છે.. એક્સપર્ટ પ્રમાણે મહિલાઓને દિવસમાં 6 ટી સ્પૂન, તેમજ પુરુષોને 9 ટી સ્પૂન જેટલી સાકર લેવાની સલાહ આપવામાં આવે છે. તો એવામાં વારંવાર થનારી શુરગ ક્રેવિંગને કેવી રીતે શાંત કરવામાં આવે, તે જાણવું ખૂબ જ જરૂરી છે.

એકાએક સાકર છોડવાને બદલે પોતાના ડાએટ રૂટીનમાં સાકરના ઑપ્શન્સની પસંદગી કરવી. જો તમે દિવસ દરમિયાન ચાય-કૉફીમાં 3 ટી સ્પૂન સાકરનું સેવન કરો છો, તો ધીમે ધીમે આને 1 ટી સ્પૂન સુધી પહોંચાડો.

તે ખાદ્ય પદાર્થોના પ્રી-શુગર્ડ બ્રેડ્સને સ્વિચ કરો, જેમાં એડેડ શુગર લખેલું હોય. એવામાં તમારે સાકર મિક્સ કરવાની જરૂર હોતી નથી. આમ તમે સાકરનો ઉપભોગ કરવા પર વધારે નિયંત્રણ મેળવી શકશો અને આથી તમે સાકરનું કેટલું સેવન કરો છો તે પણ સ્પષ્ટ થશે. દુકાનમાંથી લેવામાં આવેલા ગળ્યા ખાદ્ય પદાર્થોના સેવનથી બચવું.

પ્રૉટીનનું સેવન તે લોકો દ્વારા જણાવવામાં આવેલી વધુ એક ટ્રિક છે, જે સાકરની આદત છોડાવવા માટે કારગર છે. પ્રૉટીન તમને લાંબા સમય સુધી તૃપ્ત (ઘણાં સમય સુધી ભૂખ ન લાગવી) કરવા માટે જાણીતા છે, જેથી તમને એકાએક ભૂખ લાગવાની શક્યતા ઘટી જાય છે જે સરળતાથી મિઠાઇ, કેન્ડી કે ચૉકલેટ દ્વારા પૂરી કરવામાં આવે છે.

શુગરની ક્રેવિંગ થાય ત્યારે ચીકૂ, અંગૂર, કેરી, કેળા જેવા ફ્રૂટ્સને ડાએટનો ભાગ બનાવવો. કિશમિશ પણ આમાં સામેલ કરી શકાય છે. જે મીઠા હોય છે અને અનહેલ્ધી પણ હોતા નથી.

health tips