તમને પણ થાય છે oily skinથી ચિંતા? ઘરગથ્થુ ઉપાયોથી મેળવો oil-free skin

19 December, 2018 07:31 PM IST  | 

તમને પણ થાય છે oily skinથી ચિંતા? ઘરગથ્થુ ઉપાયોથી મેળવો oil-free skin

પ્રતીકાત્મક તસવીર

સુંદર ત્વચા દરેક છોકરીનું સ્વપ્ન હોય છે પણ આ સુંદરતા પર જો તેલની ચીકણાશ વળે તો સારું નથી લાગતું. ખાસ તો આજકાલ વધતાં જતાં પ્રદૂષણને કારણે ચામડીની સમસ્યાઓ ઘણી વધી ગઈ છે જેના કારણે કેટલાય ચામડીના રોગો ફેલાતા જાય છે. પણ જો તમે તમારી ત્વચાની સારસંભાળ સારી રીતે રાખશો તો તમે ઓઈલ ફ્રી ચહેરો મેળવી શકશો. તેની માટે તમારે મોંઘા પ્રોડક્ટ્સ ખરીદવાની જરૂર નથી. કેવળ આ ઘરગથ્થુ ઉપાયોથી તમે ઓઈલ ફ્રી ચહેરાની સાથે ઈન્સ્ટંટ ગ્લો પણ મેળવી શકો છો.

દહીંથી દૂર કરો oilyness

(પ્રતીકાત્મક તસવીર)

દહીં ખાવામાં તો સ્વાદિષ્ટ લાગે જ છે પણ તેની સાથે દહીંથી તમે તમારા ચહેરા પર રહેલા ઓઈલને પણ ઘટાડી શકો છો કારણકે લેક્ટિક ઍસિડ ચહેરા પરના ઓઈલના poresને shrink કરે છે અને ત્વચા moisturise કરવામાં મદદરૂપ બને છે. દહીંને ચહેરા પર 15થી 20 મિનીટ સુધી લગાવી અને ચોખ્ખાં પાણીથી મોં ધોઈ લેવું. અઠવાડિયામાં ઓછામાં ઓછું 2થી 3 વાર લગાડો અને સ્કિન moisturise કરો.

કાકડીથી ત્વચા બનાવો સોફ્ટ

(પ્રતીકાત્મક તસવીર)

સલાડની શોભા વધારતી કાકડી ચહેરા પર રહેલા વધારાના તેલને દૂર કરવા માટે અત્યંત ફાયદાકારક છે કારણકે તેમાં રહેલા mineral, vitamin A અને vitamin E ચહેરા પર astrigentની જેમ કામ કરે છે અને ચહેરા પર આવતાં તેલને ઘટાડીને ત્વચાને સોફ્ટ બનાવે છે. કાકડીને ચહેરા પર લગાડવા માટે પહેલાં તેનો રસ કાઢવો અને પછી હલકાં હાથે મોં પર મસાજ કરવો અને ચોખ્ખાં પાણીથી મોઢું ધોઈ લેવું. દરરોજ આમ કરવાથી ચહેરો ઓઈલ ફ્રી અને સ્કિન સોફ્ટ બનશે.

ઈંડાથી કરો તેલના poresને shrink

(પ્રતીકાત્મક તસવીર)

ઈંડુ સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય જ છે તેની સાથે જ તે ચહેરા માટે પણ ઉપયોગી થાય છે કારણકે ઈંડામાં રહેલા vitamin A સ્કિન ટોનને balance કરે છે તેની સાથે જ ત્વચામાં રહેલા ઓઈલના poresને પણ shrink કરે છે. ઈંડાને ચહેરા પર લગાડવા માટે તેને પહેલા સારી રીતે ફીણવું અને ચહેરા પર હલ્કા હાથે મસાજ કરવું. લગભગ 15 મિનીટ પછી ચહેરાને સાફ પાણીથી ધોઈ લેવો. અઠવાડિયામાં આમ ત્રણ વખત આમ જરૂરથી કરવું. તેનાથી તમારી સ્કિન હંમેશા ઓઈલ ફ્રિ રહેશે અને તમારો ચહેરો ગ્લો કરશે.

ટામેટાથી કરો ઓઈલ બેલેન્સ

(પ્રતીકાત્મક તસવીર)

ભોજનનો સ્વાદ વધારતાં ટામેટા સ્કિન માટે અતિશય ફાયદાકારક હોય છે કારણકે તેમાં રહેલાં vitamin A, C, અને vitamin K ચહેરાની સ્કિનને moisturise કરી સ્કિન પર રહેલા ઓઈલને ઘટાડે છે. તેને ચહેરા પર લગાડવા માટે ટામેટાને છૂંદીને ચહેરા પર મસાજ કરવો અને લગભગ 15 મિનીટ પછી ધોવું. અઠવાડિયામાં 2 વાર આમ કરવાથી તમે ચહેરા પરના ઓઈલને બેલેન્સ કરી શકશો અને સાથે ચહેરો ગોરો પણ થશે.

દૂધની મદદથી મેળવો ઓઈલ ફ્રિ ત્વચા

(પ્રતીકાત્મક તસવીર)

દૂધ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે તે તો આપ સૌ જાણો જ છો પણ દૂધને ચહેરા પર લગાડવાથી તમારી સ્કિન પણ ઓઈલ ફ્રી થઈ શકે છે કારણ કે તેમાં રહેલા protein ચહેરાની impuritiesને દૂર કરે છે અને સ્કિનને મોઈશ્ચ્યુરાઈઝ કરે છે. દૂધને ચહેરા પર હલ્કા હાથે મસાજ કરીને મોં ચોખ્ખાં પાણીથી ધોઈ લેવું. રોજે દૂધથી મસાજ કરો અને તરત જ મેળવો ગોરો નિખાર.
skin care