આંખોની નીચેના ડાર્ક સર્કલ્સને દૂર કરવા માટે અપનાવો આ ઉપાયો

18 June, 2019 07:49 PM IST  | 

આંખોની નીચેના ડાર્ક સર્કલ્સને દૂર કરવા માટે અપનાવો આ ઉપાયો

ડાર્ક સર્કલ્સ

તણાવ, ઊંઘ પૂરી ન થવી, યોગ્ય આહાર ન હોવાને કારણે આંખોની નીચે ડાર્કસર્કલ્સ થવા લાગે છે. એવામાં આંખની નીચે થતાં કાળા ઘેરા દૂર કરવા માટે આ ઘરગથ્થૂ ઉપાય કરવાથી અમુક જ અઠવાડિયામાં તમારી આંખ નીચેના કાળાં ઘેરા દૂર થઇ જશે.

ડાર્ક સર્કલ્સ દુર કરવાના ઉપાયો
ચહેરા પર ડાઘા, પિમ્પલ્સ અને ડાર્ક સર્કલ્સ તમારી સુંદરતાને બગાડતા હોય છે. કેટલીય વાર તાણ, ઊંઘ પૂરી ન થવી, અયોગ્ય આહાર, કે પછી તડકો આવા કેટલાય કારણો તમારી આંખ નીચે થતાં કાળાં ઘેરાઓનું કારણ બની શકે છે. તમારું ધ્યાન પણ ડાર્ક સર્કલ્સ પર ત્યારે જ જાય છે જ્યારે આ બાબતે કોઇ ટિપ્પણી કરે છે અથવા તમારી આંખ નીચેના કાળાં ડાઘા ઘેરા થઈ ગયા હોય. એવામાં જરૂરી છે કે ડાર્ક સર્કલ્સને દૂર કરવાના ઉપાયો શોધવામાં આવે. કેટલાક લોકો ડાર્ક સર્કલ્સ દૂર કરવા માટે જુદી જુદી જાતના ઉપાયો કરતાં હોય છે પણ તેમને કોઇ જ લાભ થતો નથી. તમે આ ઉપાયો કરીને ડાર્ક સર્કલ્સથી છૂટકારો મેળવી શકો છો.

બદામનું તેલ અને નાળિયેર તેલ
ડાર્ક સર્કલ્સ મટાડવા માટે બદામ અને નાળિયેરનું તેલ પણ યોગ્ય ઉપાય છે. નાળિયેર તેલ ચહેરાના ડાઘા દૂર કરવામાં પણ કારગર પુરવાર થાય છે. ચામડી તેમ જ વાળ બન્ને માટે બદામ અને નાળિયેરનું તેલ લાભદાયક છે. ડાર્ક સર્કલ્સ મટાડવા માટે નાળિયેર કે બદામના તેલના કેટલાક ટીપા લેવા. રાતે સૂતાં પહેલા તમારી આંખો નીચે ડાર્ક સર્કલ્સ પર તેલ લગાડીને આંગળીઓથી મસાજ કરવી. આ રાત આખી રહેવા દેવું અને સવારે ચહેરો ધોઈ લેવો, રોજ રાતે આમ કરવાથી તમારી સ્કિન પણ સારી અને સ્વસ્થ રહેશે.

આ પણ વાંચો : તમને પણ છે પથારીમાં બેસીને ખાવાની ટેવ, તો થઇ જાઓ સાવચેત

ટામેટાનો ઉપયોગ પણ ફાયદાકારક

ટામેટા તમારી ત્વચા માટે લાભકારક માનવામાં આવે છે. જો તમે તમારી આંખ નીચેના કાળાં ઘેરા મટાડવા માગો છો તો એક વાટકીમાં ટામેટાંનું રસ લેવું. તેમાં એક ચમચી લીંબૂનો રસ ઉમેરવો. ત્યાર પછી રૂ લઇને આ મિક્સ્ચર ડાર્ક સર્કલ્સ પર લગાડવું અને 15 મિનિટ માટે રહેવા દેવું. ત્યાર બાદ મોઢું ઠંડા પાણીથી ધોઇ લેવું. અઠવાડિયામાં 2 થી 3 વાર આમ કરવાથી ડાર્ક સર્કલ્સ લગભગ મટી જશે.

health tips