વરસાદી વાતાવરણમાં આ રીતે રાખો તબિયતનું ખાસ ધ્યાન

04 July, 2019 06:40 AM IST  |  મુંબઈ ડેસ્ક

વરસાદી વાતાવરણમાં આ રીતે રાખો તબિયતનું ખાસ ધ્યાન

વરસાદમાં કરો ઘરે બેઠા આટલું

આમ તો આજના સમયમાં મહિલાઓ પોતાની હેલ્થને લઈને પોતાનું ધ્યાન રાખતી થઈ છે અને આ જ કારણ છે કે હવે જિમમાં માત્ર પુરુષો જ નહીં પણ સ્ત્રીઓ પણ જતી જોવા મળે છે. પણ વરસાદની ઋતુ શરૂ થઈ જતાં મહિલાઓના રોજબરોજની જીવનશૈલીમાં પરિવર્તન આવી જાય છે અને તેમનું વર્કઆઉટ રુટીન બગડી જાય છે. હકીકતે મહિલાઓને પોતાની માટે ખૂબ જ ઓછો સમય મળતો હોય છે. એવામાં જો વરસાદ પડે તો તે પોતાની એક્સરસાઇઝનો પ્લાન સ્કિપ કરી દેતી હોય છે. કેટલીય વાર એવું થાય કે મહિલાઓ પોતાના આરોગ્યને અવગણતી હોય છે. પણ તેમને આમ કરવાની જરૂર નથી. જો મૂશળધાર વરસાદ પડી રહ્યો છે અને તમે બહાર જઈને વર્કઆઉટ ન કરી શકતા હોવ તો આ કેટલીક એક્સરસાઇઝ છે જે તમે ઘરે પણ કરી શકો છો. જેનાથી તમારું રુટિન પણ ન ખોરવાય અને તમે આવી ઇન્ડોર એક્સરસાઇઝ કરીને પોતાનું સ્વાસ્થ્ય પણ જાળવી શકો.

સાઇક્લિંગ


મશીન વગર સાઇક્લિંગ, સાંભળવામાં થોડું અજીબ લાગે પણ જો તમે ઘરે જ સાઇક્લિંગ જેવું કંઈ કરી શકો છો. બસ તમારે કરવાનું એ છે કે તમે જમીન પર સૂઈ જાઓ અને પછી પગને હવામાં લઈ જઈને સાઇકલની જેમ થોડી વાર માટે ફેરવો. તમે આ એક્સરસાઇઝ તમારી ફેવરિટ સિરીયલ જોતાં જોતાં પણ કરી શકો છો.

સ્ટેપર
તમે જિમમાં ઘણીવાર સ્ટેપર કરતાં હશો. આ એક એવી એક્સરસાઇઝ છે જેનાથી તમે કેલરી બર્ન કરી શકો છો. જો તમારા ઘરમાં પગથિયાઓ હોય કે ફક્ત એક પગથિયું હોય તો તમે તેની મદદથી પણ આ એક્સરસાઇઝ કરવી. તમને કરવાનું એ છે કે પહેલા તમે એક પગથિયા પર પગ રાખો પછી બીજો. દરમિયાન પહેલો પગ પાછો જમીન પર મૂકી દેવો. ફરી પહેલો પગ પગથિયા પર મૂકવો અને બીજો પગ મૂકતી વખતે પહેલો પગ નીચે લઈ લેવો. આ રીતે તમે ઘરે જ આ સ્ટેપરની પ્રેક્ટિસ સરળતાથી કરી શકશો.

ડાન્સ
વરસાદી વાતાવરણમાં એમ પણ મન નાચવા લાગે છે હવે વરસાદ પડી રહ્યો છે અને તમે એક્સરસાઇઝ કરવા નથી જઈ શકતાં તેને કારણે મુશ્કેલીમાં છો. તો બસ આ પળોને માણતાં માણતાં એક્સરસાઇઝ કરો. પોતાના મનગમતાં ગીત વગાડો અને ડાન્સ શરૂ કરી દો. તમારો બધો જ તણાવ દૂર થઈ જશે, સાથે જ તમારું વર્કઆઉટ પણ થઈ જશે અને તમને ખબર પણ નહીં પડે.

આ પણ વાંચો : હવે નવું સંશોધન કહે છે કે વૉટ્સઍપ તમારી હેલ્થ માટે સારું છે, બોલો

યોગ

ઘરે રહીને જો તમારા તનમનને સ્વસ્થ રાખવા માગો છો તો યોગથી સારો ઉપાય અન્ય કોઈ નથી. જો તમે પહેલેથી જ યોગાભ્યાસ કરતાં આવ્યા છો તો ઘરે મેટ પાથરીને ખૂબ જ સરળતાથી યોગા કરી શકો છો. જો આ તમારી શરૂઆત છે તો સૂર્ય નમસ્કાર, શવાસનનું અભ્યાસ કર્યા પછી પ્રાણાયમ કરવું. આનાથી આખા શરીરનું વ્યાયામ થઈ જાય છે અને કોઈપણ મહિલા ખૂબ જ સરળતાથી આ કરી શકે છે.

health tips