હૃદયને સ્ટ્રૉન્ગ બનાવવા બ્લુબેરી ખાઓ

06 June, 2019 02:23 PM IST  | 

હૃદયને સ્ટ્રૉન્ગ બનાવવા બ્લુબેરી ખાઓ

હૃદયને સ્ટ્રૉન્ગ બનાવવા બ્લુબેરી ખાઓ

રોજની એક વાટકો બ્લુબેરી ઝાપટી જવાથી કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝનું જોખમ ટળી જાય છે એવું શોધી કાઢવામાં આવ્યું છે. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રોજિંદા આહારમાં બ્લુબેરી તેમ જ અન્ય બેરી ઍડ કરવાથી હૃદય મજબૂત બને છે. બ્રિટનની યુનિવર્સિટીના સંશોધકોએ બ્લડ-પ્રેશર, બ્લડ-શુગર અને સ્થૂળતાનાં લક્ષણો ધરાવતી મધ્યમ વયની વ્યક્તિઓ પર કરેલા અભ્યાસ મુજબ બ્લુબેરીમાં મેટાબોલિક સિન્ડ્રૉમને કન્ટ્રોલ કરવાનો ગુણધર્મ છે.

આ પણ વાંચો : માનસિક તાણથી મેળવવો છે છૂટકારો? આ છે ઉપાયો

બ્લુબેરી ખાવાથી રક્તપરિભ્રમણની પ્રક્રિયા અને ધમનીની તીવ્રતામાં સતત સુધારો થાય છે પરિણામે હૃદયનો હુમલો આવવાની શક્યતા પંદર ટકા જેટલી ઘટી જાય છે.

health tips