તમને પણ છે પથારીમાં બેસીને ખાવાની ટેવ, તો થઇ જાઓ સાવચેત

17 June, 2019 07:49 PM IST  |  મુંબઈ

તમને પણ છે પથારીમાં બેસીને ખાવાની ટેવ, તો થઇ જાઓ સાવચેત

પથારીમાં સૂતાં સૂતાં ખાવાની ટેવ છે?

રૂમમાં ટીવી નથી જોતાં, તો તમે પોતાના લેપટોપ પર કે ફોન પર નેટફ્લિક્સ કે અન્ય કંઇક જોતાં હશો. આખા દિવસના થાક પછી પથારી પર જ ચિપ્સ ખાતાં ખાતાં સ્ક્રીન જોવાથી સારું શું હોઇ શકે... આપણને પથારી પર જ ખાઇ લેવું સહજ લાગતું હોય છે ખાસ તો જ્યારે તમે થાકેલા હોવ ત્યારે અથવા તમને આળસ આવતી હોય ત્યારે પણ આ મુદ્દો તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

ક્યારેક પથારીમાં જ બેઠા બેઠા નાસ્તો કરી લેવો કે જમી લેવું એ ચાલે પણ આને આદત બનાવી લેવી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ શકે છે. આ માટે તમને એવા કેટલાક કારણો જણાવીએ જેના પછી તમે પોતે જ પથારીમાં બેઠા બેઠા જમવાનું ટાળી દેશો કારણકે આ તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.

તમારી ઊંઘ પર પડી શકે છે પ્રભાવ

જે પથારીમાં તમે સૂઓ છો ત્યાં જ જમવાથી તમારી ઊંઘ પર અસર થઇ શકે છે. જો તમે પથારીમાં બેઠાં બેઠાં ટીવી જોતાં જોતાં ખાવા જેવી ક્રિયાઓ કરો છો તો તમારા મગજને લાગશે કે આ પથારી સૂવા માટે એક શાંત જગ્યા નથી. પથારીમાં ખાવાથી તમારી ઊંઘ પર પ્રભાવ પડશે કારણકે આમ કરવાથી તમારું મન અશાંત રહેશે.

પથારી પર ખાવાથી બેક્ટેરિયા અને જીવાણુંઓનો થાય છે વધારો

પોતાની ચાદરોને ચોખ્ખી રાખવી એટલી સરળ નથી હોતી જેટલી માનવામાં આવે છે ખાસ તો જ્યારે તમે રોજે તેના પર જ બેસીને જમતાં હોવ. એમ કરવાથી તમારી પથારી પર જીવાણું અને બેક્ટેરિયા માટે તે એકરીતે પ્રજનન કેન્દ્ર બની જાય છે. પ્રત્યેક વ્યક્તિને થોડાં થોડાં સમયે પોતાની ચાદર બદલવી જોઈએ જેનાથી તમારી ઊંઘ ખરાબ ન થાય.

મન થઈ શકે છે વિચલિત

પથારી પર જમવાને કારણે મન વિચલિત થઈ શકે છે. બધાંને ખ્યાલ છે કે જ્યારે તમારું મન વિચલિત થાય છે ત્યારે તમે વધારે જમી લેતાં હોવ છો. જ્યારે તમે આરામદાયક પથારીમાં નેટફ્લિક્સ જોતાં જોતાં નૂડલ્સ ખાઓ છો ત્યારે તમે તમારા શરીરનું પણ નથી સાંભળતા. એમ કરવાથી અનેક પ્રકારના નિયંત્રણ ભૂલી જવાય છે.

વણજોઈતાં મહેમાનોને આપી દેતાં હોઈએ છીએ આમંત્રણ

પથારી પર જમવાથી કીડીઓ તેમજ વાંદાઓ આકર્ષિત થતાં હોય છે. એક નાનકડો ટૂકડો પણ તમારી ચાદર પર કીડીઓની લાઈન લગાડી શકે છે. કીડીઓ કરડવાથી શરીર પર લાલ રંગના નિશાન થઈ શકે છે, જે તમે ક્યારેય નહીં ઇચ્છતા હોવ.

આ પણ વાંચો : ઠંડીમાં એક ચમચી મધનું સેવન કરવાથી થાય છે આટલા ફાયદા

જો તમને જખમ ન થયો હોય કે તમે બીમાર ન હોવ તો તમારે પથારીમાં જમવાથી બચવું જોઇએ. પથારી કરતાં તમે ડાઇનિંગ ટેબલ કે જમીન પર બેસીને જમી શકો છો.

mumbai food health tips