વજન ઘટાડવાના સરળ ઉપાયો: એક સફરજન તમને વધતા વજનથી અપાવશે છૂટકારો

04 July, 2019 03:16 PM IST  |  મુંબઈ ડેસ્ક

વજન ઘટાડવાના સરળ ઉપાયો: એક સફરજન તમને વધતા વજનથી અપાવશે છૂટકારો

સફરજનથી થશે આટલા લાભ

સ્લિમ ફિટ હોવું ફક્ત સ્વાસ્થ્ય માટે જ નહીં, પણ રોજબરોજના જીવનમાં સ્ફુર્તિ જાળવવા માટે પણ જરૂરી છે પણ ઘણીવાર હેલ્થ પ્રૉબ્લેમ્સ કે પછી અન્ય વર્કઆઉટને કારણે સમય ફાળવી શકાતો ન હોવાને લીધે ઘણાં પ્રયત્નો છતાં સ્ત્રીઓ વજન ઘટાડવામાં અસફળ રહે છે. આવી પરિસ્થિતિમાં મહિલાઓ સ્ટ્રેસમાં આવી જતી હોય છે અને કૉમ્પ્લેક્સમાં અટવાય છે. જો તમે પણ તમારા વધતાં વજનને લઇને ચિંતામાં છો તો અમે તમને વજન ઘટાડવાના સરળ ઉપાયો બતાવવા જઈ રહ્યા છીએ. જેમાં તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી અને ખૂબ જ સરળતાથી તમારું વજન ઘટી શકશે.

સફરજન
સફરજન માટે અંગ્રેજીમાં કહેવત છે, An apple a day, keeps a doctor away, એટલે કે રોજનું સફરજન ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ડૉક્ટર પાસે જવાની જરૂર નથી પડતી. સફરજનમાં રહેલા પોષક તત્વો વિશે બધા માહિતગાર છે જ. ઘણા બધાં ગુણોની સાથે સાથે સફરજનમાં ફાઇબર પણ ઘણી માત્રામાં જોવા મળે છે. તેથી જ તે વેટ લૉસ માટે ઉપયોગી માનવામાં આવે છે.

આ પણ વાંચો : વરસાદી વાતાવરણમાં આ રીતે રાખો તબિયતનું ખાસ ધ્યાન

હેલ્થ બેનિફિટ્સથી ભરપૂર છે સફરજન
સફરજનમાં સોડિયમ ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. આ શરીરમાંથી વધારાના પાણીને બહાર કાઢવામાં મદદરૂપ બને છે. વિટામિનનું સ્ત્રોત માનવામાં આવતું મધ પણ એનર્જી લેવલ વધારે છે અને કેલરી બર્ન કરવામાં પણ મદદરૂપ થાય છે. એક નાનકડા સફરજનમાં લગભગ 65 કેલરી મળે છે જેમાં ફેટની માત્રા હોતી જ નથી. અને મીડિયમ સાઇઝના સફરજનમાંથી 110 કેલરી મળે છે. સફરજન ખાવાથી વેટલૉસ સિવાય અન્ય પણ કેટલાક ફાયદાઓ થાય છે જેમ કે દાંત સફેદ અને હેલ્ધી રહે છે. મગજ પણ સ્વસ્થ રહે છે. ડાઇજેશન યોગ્ય રાખવામાં સફરજન ઉપયોગી બને છે. જેના ડાયેટરી ફાઇબર્સ પાચન ક્રિયાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સફરજન નિયમિત રૂપે ખાવાથી કેન્સર અને ડાયાબિટીઝનું જોખમ પણ ઘટી જાય છે. આ હ્રદયને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. સફરજનમાં રહેલા એન્ટિઓક્સિડેન્ટ્સ શરીરના ટૉક્સિન્સથી દૂર કરવામાં મદદ કરે છે.

health tips