કેન્સરનાં આ શરૂઆતી લક્ષણોની અવગણના ન કરશો

14 May, 2020 09:38 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

કેન્સરનાં આ શરૂઆતી લક્ષણોની અવગણના ન કરશો

પ્રતિકાત્મક તસવીર

તાજેતરમાં જ  ભારતે હિંદી ફિલ્મ ઉદ્યોગનાં બે ઉમદા કલાકારો – ઋષિ કપૂર અને ઇરફાન ખાન ગુમાવી દીધા. આ બંને કલાકારોને કેન્સર હતું. સમાજમાં અતિ જીવલેણ ગણાતો આ રોગ અત્યારે લોકોની સામાન્ય વાતચીતનો હિસ્સો બની ગયો છે. છેલ્લાં થોડાં વર્ષોમાં લિસા રે, નફીસા અલી, મનિષા કોઈ રાલા, સોનાલી બેન્દ્રે, રાકેશ રોશન, તાહિરા કશ્યપ અને યુવરાજ સિંહ સહિત ઘણી સેલિબ્રિટીઓએ તેમની કેન્સર સામેની લડાઈ વિશે જાહેરમાં વાત કરીને અંગત અનુભવો વહેંચ્યા હતાં. આ તમામની ખંત અને દ્રઢતા સાથે કેન્સર સામેની લડત આપણને દરેકને પ્રેરિત કરે છે. એનાથી આ રોગ વિશે જાગૃતિમાં પણ વધારો થયો હતો. 

કેન્સરમાં બચી ગયેલા આ તમામ વચ્ચે એક બાબત સામાન્ય હતી – તેમણે હિમ્મત કરીને સંભવિત ચિહ્નો અને લક્ષણોનું નિદાન કરાવ્યું હતું. ઉદાહરણ તરીકે, રાકેશ રોશને જણાવ્યું હતું કે, તેમણે મુખમાં ચાંદી પડવાની અવગણના કરી નહોતી અને ઇએનટી સર્જનની સલાહ લીધી હતી. તેમણે રાકેશ રોશનને બાયોપ્સી કરાવવાની સલાહ આપી હતી, જેમાં તેમને કેન્સર હોવાનું નિદાન થયું હતું. પછી તેમણે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. અત્યારે સોશિયલ મીડિયા પર તેમના વર્કઆઉટનો વીડિયો દરેકને પ્રેરિત કરી રહ્યો છે! આ માટે વહેલાસર નિદાન અને સારવાર દરમિયાન સકારાત્મક અભિગમ મહત્ત્વપૂર્ણ પુરવાર થયો છે.

વહેલાસર પરીક્ષણ માટેની જરૂરિયાત પર ભાર મૂકીને ઇન્ડિયન કેન્સર સોસાયટી કહ્યું હતું કે, “જ્યારે તબીબી ઉન્નતિઓ, સુલભતા અને સસ્તી દવાઓમાં જીવન ટકાવી રાખવાના દરમાં સુધારો જોવા મળે છે, ત્યારે આ રોગના ઘટકોને ઘટાડવાનો અને જીવન ટકાવી રાખવાનાં દરમાં વધારો કરવાની ખૂબ જ જરૂરી રીત એ છે કે જન જાગૃતિ અને કેન્સરના પ્રારંભિક સંકેતો અને ચિહ્નોને ચૂંટવું. "

અહીં કેન્સરના સામાન્ય ચિહ્નો અને લક્ષણો વિશે જાણકારી આપવામાં આવી છે, જેની કોઈ પણ વ્યક્તિએ અવગણના ન કરવી જોઈએ.

મુખમાં લાંબા સમય સુધી ચાંદી પડવીઃ આ ચિહ્નો ગળા કે મુખના કેન્સરના પ્રાથમિક તબક્કાનો સંકેત હોઈ શકે છે. અન્ય ચિહ્નોમાં જીભ પર સફેદ ફોલ્લા કે ચાંદી પડવી કે મુખમાં લસરકા પડવા, કોઈ પણ ચીજને ગળવામાં મુશ્કેલી થવી અને મુખ ખોલવામાં મુશ્કેલી અનુભવવી સામેલ છે.

સ્તનમાં ગાંઠઃ સ્તનમાં નાની ગાંઠો ગુમડા, કેન્સર વિનાની ગાંઠો કે કેન્સરયુક્ત ગાંઠો હોઈ શકે છે. સ્તનના કેન્સરના નિદાન માટે વહેલાસર નિદાન માટે સ્તનની વિસ્તૃત ચકાસણી મહત્ત્વપૂર્ણ છે. મહિલાઓ માટે સ્તનનાં સ્વપરીક્ષણની સૌથી વધુ ભલામણ કરવામાં આવે છે.

અસ્પષ્ટ ક્તપ્રવાહઃ માસિકધર્મના ગાળા વચ્ચે લોહીના ડાઘ કે હળવો રક્તપ્રવાહ અથવા યોનિમાર્ગમાંથી અસાધારણ સ્ત્રાવ – આ સર્વિકલ કેન્સરના ચિહ્નો હોઈ શકે છે. એ જ રીતે સામાન્ય રીતે હરસ-મસાને કારણે મળમાં લોહી જોઈ શકાય છે. પણ જો કોલોનોસ્કોપીમાં કેન્સર સાથે હરસમસા જોડાયેલા હોવાનું નિદાન થાય, તો ચિહ્નો હરસમસા જેવા જ હોય છે. એટલે વહેલાસર નિદાન અને પરીક્ષણ મહત્ત્વપૂર્ણ છે.

સતત કફઃ આ શ્વાસનળીમાં સોજા, ઇન્ફેક્શન કે ફેંફસાના કેન્સરની નિશાની હોઈ શકે છે.

મસાઓ અથવા મોલ્સમાં પરિવર્તન: જો મસોના આકાર, કદ અથવા રંગમાં કોઈ ફેરફાર થાય છે, તો તેને તુરંત જ તપાસવું જોઈએ.

નિયમિત પરીક્ષણથી કેન્સરનું વહેલાસર નિદાન થાય છે અને વધુ અસરકારક સારવાર મળી શકે છે. એટલે નાનામાં નાનાં ચિહ્નો પર ધ્યાન આપો અને જો સારવાર પછી પણ ચિહ્નો વકરે, તો નિષ્ણાત ડૉક્ટરની સલાહ લો.