વધારે પાણી પીવાથી નીપજે છે મોત? કઈ રીતે પાણી બને છે ઝેર, બ્રૂસ લીએ ગુમાવ્યો જીવ

23 November, 2022 06:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હવે વૈજ્ઞાનિકોએ જે દાવો કર્યો છે, તેને જાણ્યા બાદ લગભગ બધા ચોંકેલા છે. બધા એ જાણવા માગે છે કે વધારે પાણી પીવાથી કોઈ વ્યક્તિનું મોત કેવી રીતે થઈ શકે છે? આ વિશે જાણો વધારે વિસ્તારથી...

બ્રૂસ લી (ફાઈલ તસવીર)

How Hyponatremia Can Cause Death: જાણીતા અભિનેતા અને માર્શન આર્ટ્સના લેજેન્ડ બ્રૂસ લી (Bruce Lee)ના મોતના લગભગ 50 વર્ષ પછી ફરી એકવાર આ વાતને લઈને ચર્ચાઓ થઈ રહી છે. આનું કારણ તાજેતરમાં થયેલી રિસર્ચ છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્રૂસ લીનું મોત અત્યાધિક પાણી પીવાને કારણે થયું હતું. 1973માં હૉંગકૉંગમાં બ્રૂસ લીનું મોત માત્ર 32 વર્ષની ઉંમરે થયું હતું. ત્યારે ડૉક્ટર્સે તેમના મોતનું કારણ સેરેબ્રલ એડિમા (Cerebral Oedema) એટલે કે મગજમાં સોજો જણાવ્યું હતું. હવે વૈજ્ઞાનિકોએ જે દાવો કર્યો છે, તેને જાણ્યા બાદ લગભગ બધા ચોંકેલા છે. બધા એ જાણવા માગે છે કે વધારે પાણી પીવાથી કોઈ વ્યક્તિનું મોત કેવી રીતે થઈ શકે છે? આ વિશે જાણો વધારે વિસ્તારથી...

જાણો કેવી રીતે થયું બ્રૂસ લીનું નિધન?
ન્યૂયૉર્ક પોસ્ટના રિપૉર્ટ પ્રમાણે રિસર્ચ કરનારા સંશોધકોનું કહેવું છે કે બ્રૂસ લીનું મોત અત્યાધિક પાણી પીવાથી થયું. જ્યારે શરીરમાં પાણીની માત્રા વધારે થઈ જાય છે અને વધારાનું પાણી બહાર નથી નીકળી શકતું, ત્યારે હાઈપોનેટ્રિમિયા (Hyponatraemia)ની કંડીશન થઈ જાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે બ્રૂસ લીએ પણ આ જ કારણે નાની ઉંમરમાં પોતાનો જીવ ગુમાવી દીધો. આ સિવાય તેમની કિડની પણ વધારાના પાણીને બહાર ફેંકવામાં નિષ્ફળ રહી, જેને કારણે તેના લોહીમાં સોડિયમની માત્રા ખૂબ જ ઘટી ગઈ. બ્રૂસ લીનાં મોત બાદ આ અફવા પણ ઉડાડવામાં આવી હતી કે તેમની ઝેર આપીને હત્યા થઈ હતી. જો કે ત્યારે ડૉક્ટર્સે મોતનું કારણ પેઇન કિલર લેવાને કારણે બ્રેનમાં સોજો આવ્યો એ જણાવ્યું હતું.

શું છે હાઈપોનેટ્રિમિયાની કંડીશન?
માયોક્લીનિકના રિપૉર્ટ પ્રમાણે હાઈપોનેટ્રિમિયા (Hyponatraemia) એક એવી કંડીશન છે, જેમાં કોઈ વ્યક્તિના બ્લડમાં સોડિયમની કન્સ્ટ્રેશન નૉર્મલથી વધારે ઓછી થઈ જાય છે. સોડિયમ એક ઇલેક્ટ્રોલાઈટ હોય છે, જે શરીરના સેલ્સની આસપાસ પાણીની માત્રાને રેગ્યુલેટ કરે છે. આ અમારી બૉડીની ફંક્શનિંગને મેન્ટેઇન કરવા માટે એક જરૂરી હોય છે. અત્યાધિક પાણી પીવાથી પણ શરીરમાં સોડિયમ ડાઈલ્યૂટ થઈ જાય છે અને સેલ્સમાં સોજો આવવાની શરૂઆત થઈ જાય છે. અનેક વાર લોકોના જીવ પણ ચાલ્યા જાય છે. બ્લડમાં સોડિયમની નૉર્મલ માત્રા 135થી 145 mEq/L થાય છે. બ્લડમાં આથી ઓછું સોડિયમ થવા પર હાઈપોનેટ્રિમિયા થઈ જાય છે.

આ પણ વાંચો : પેચોટી ખસી જાય એવું બને?

હાઈપોનેટ્રિમિયાનું જાણો કારણ
અત્યાધિક પાણી પીવાથી હાઈપોનેટ્રમિયાની સમસ્યા થઈ શકે છે.
એન્ટી ડિપ્રેશન અને પેઈન કિલર દવાઓ ખાવાથી પણ આ તકલીફ થઈ શકે છે.
હાર્ટ, કિડની અને લિવર ડિઝીસ થવા પર પણ હાઈપોનેટ્રિમિયાની પ્રૉબ્લેમ થઈ શકે છે.
એનએપ્રોપ્રિયેટ સિન્ડ્રોમ અને એન્ટીડ્યૂરેટિક હૉર્મોનને કારણે પણ એવું શક્ય છે.
અત્યાધિક ઉલ્ટી, ડાયરિયા અને ડિહાઈડ્રેશનને કારણે પણ એવું થઈ શકે છે.

જાણો હાઈપોનેટ્રિમિયાના લક્ષણ
ઝાડા અને ઊલ્ટી
માથું દુઃખવું
કન્ફ્યૂઝન થવું
એનર્જી ઓછી હોવી
અત્યાધિક થાક અનુભવવો
બેચેની અને ચિડચિડિયાપણ
માંસપેશીઓમાં નબળાઈ
એકએક દોરા પડવા
બેભાન થઈને કોમામાં જવું

આ પણ વાંચો : કિડની ડિસીઝ હોય તો મા બની શકાય?

શું હોય છે હાઈપોનેટ્રિમિયાની સારવાર?
લોકોએ હાઈપોનેટ્રિમિયાના લક્ષણો દેખાતા ડૉક્ટર્સને મળવું જોઈએ. ડૉક્ટર લક્ષણો પ્રમાણે ટેસ્ટ કરાવ્યા બાદ તમને આની દવા આપી શકે છે. જો યોગ્ય સમયે હાઈપોનેટ્રિમિયાની સારવાર કરાવવામાં આવે તો લોકોનો જીવ બચી શકે છે અને બ્લડમાં સોડિયમ કન્સન્ટ્રેશનના નૉર્મલ કરવામાં આવી શકે છે. સમયે સમયે હેલ્થ ચેકઅપ દ્વારા પણ આ સમસ્યાને ઓળખી શકાય છે

health tips bruce lee international news