કબજિયાત નોતરી શકે છે અન્ય બીમારી, યોગ અને ડાયટથી કરો દૂર

26 June, 2019 06:15 AM IST  |  મુંબઈ

કબજિયાત નોતરી શકે છે અન્ય બીમારી, યોગ અને ડાયટથી કરો દૂર

જ્યારે પાચનતંત્ર બરાબર કામ ન કરે અને મળ ત્યાગ સમયે મુશ્કેલી પડે કે પછી તાકાત લગાવવી પડે તો આવી સ્થિતિને કબજિયાત કહે છે. આયુર્વદ તેને વિબંધ કહે છે. કબજિયાની સ્થિતિમાં મળ કડક, સુકુ અને શરૂઆતમાં દુર્ગંધવાળુ હોય છે. આ ઉપરાંત મળત્યાગ સમયે પેટમાં દુખાવો પણ થાય છે.

આ છે કબજિયાતના કારણ

1) ભોજનમાં યોગ્ય માત્રામાં રેસાવાળું ખાદ્યપદાર્થ ન મળે તો.

2) વધુ ચીકણા કે પછી વસાયુક્ત ખાદ્યપદાર્થનું સેવન

3) પાણી અને પ્રવાહી પદાર્થો ઓછા લેવાથી

4) નિયમિત રીતે કસરત ન કરવાથી

5) પેઈનકિલર દવાઓનું વધુ સેવન કરવું

6) ઘણા દિવસથી બીમાર હોવું

7) કબજિયાતની સમસ્યા આંતરડાના રોગથી પણ શરૂ થાય છે. કબજિયાતના કારણ ગમે તે હોય, જો તમને કબજિયાત થાય છે તો તમારા શરીરની સાથે સાથે માનસ પર પણ ખરાબ પ્રભાવ પડે છે.

શારીરિક અસર

કબજિયાતના કારણે પાચન ક્રિયા બગડી જાય છે. આ ઉપરાંત માથાનો દુખાવો, ગેસની તકલીફ, ભૂખ ઓછી લાગવી, નબળાઈ આવવી, જીવ ચૂંથાવો જેવી સમસ્યા થાય છે. આ રીતે ચહેરા પર ચાઠા પડવા, કાળા ડાઘ થવા, મળ ત્યાગ પછી પણ પેટ સાફ ન થાય જેવી સમસ્યા થાય છે. આ ઉપરાંત જીભનો રંગ સફેદ થઈ જાય, મોઢામાથી બદબૂ આવે, કમરમાં દર્દ થાય, મોઢામાં છાલા પડવા જેવી સમસ્યાઓ કબજિયાતના લક્ષણ છે. આ ઉપરાંત શૌચ સમયે વધુ તાકાત લગાવવાથી હર્નિયા જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે.

માનસિક અસર

કબજિયાત પીડિતોને શરૂઆતમાં આળસ આવવી, ઉંઘ ન આવવી, ઉદાસ રહેવું, કારણ વગર ચિંતિત થવું, કોઈ કામમાં મન ન લાગવું, ભૂખ ન લાગવી જેવા લક્ષણ પેદા થાય છે. આધુનિક રિસર્ચથી સામે આવ્યુ છે કે સેરોટોનિન નામના હોર્મોન આપણા મનને પ્રસન્ન રાખે છે. કબજિયાતને કારણે તેનો સ્ત્રાવ ઘટે છે. પરિણામે મન ઉદાસ રહે છે. જો લાંબા સમય સુધી આ સમસ્યા રહે તો વારંવાર ચિંતા, તણાવ, બ્લડ પ્રેશર જેવી મુશ્કેલી સર્જાય છે.

સારવાર

1) સંતુલિત ભોજન લો અને તમાં રેસાદર આહારને સામેલ કરો. ફળ, શાકભાજી અને રેસાદાર અનાજ તેના સારા સ્રોત છે.

2) કિસમિસ કે અંજીર પાણીમાં ગાળીને સેવન કરવાથી પણ કબજિયાતની મુશ્કેલી દૂર થાય છે.

3) રોજ રાત્રે હરડે કે ચૂર્ણ કે ત્રિફળા હૂંફાળા પાણી સાથે પીવાથી કબજિયાત લાભકારી સાબિત થાય છે.

4) નિયમિત રીતે કસરત અને યોગાસન પણ ફાયદો કરાવે છે.

health tips