હેલ્થ બુલેટિન: ચા પીવાનો આ લાભ તમને નહીં જ ખબર હોય

26 February, 2020 05:32 PM IST  |  Mumbai | Health Bulletin

હેલ્થ બુલેટિન: ચા પીવાનો આ લાભ તમને નહીં જ ખબર હોય

પ્રતીકાત્મક તસવીર

નૅશનલ યુનિવર્સિટી ઑફ સિંગાપોરના સંશોધકોએ હાથ ધરેલા અભ્યાસનાં તારણો સૂચવે છે કે નિયમિતપણે ચા પીનારા લોકોનું દિમાગ ચા ન પીનારા લોકોની તુલનામાં વધુ તંદુરસ્ત અને ક્રીએટિવ હોય છે. રિસર્ચ ટીમે ૩૬ પુખ્ત વ્યક્તિઓના ન્યુરોઇમેજિંગ ડેટા ચકાસીને આ તારણો કાઢ્યાં હતાં. ટીમના લીડર અસિસ્ટન્ટ પ્રોફેસર ફેંગ લી કહે છે, ‘અમારાં પરિણામો મગજના બંધારણમાં ચાના સેવનથી પોઝિટિવ ઇફેક્ટનો પ્રથમ પુરાવો આપે છે અને સૂચવે છે કે નિયમિતપણે ચાનું સેવન કરવાથી દિમાગના બંધારણમાં વય સંબંધિત ઘટાડા સામે રક્ષણાત્મક અસર ઊપજે છે’

 ભૂતકાળના અભ્યાસો પણ સૂચવે છે કે ચાનું સેવન માનવ આરોગ્ય માટે ફાયદાકારક છે તેમ જ મૂડમાં સુધારો અને કાર્ડિયોવૅસ્ક્યુલરની બીમારીઓના નિવારણ સહિતની સકારાત્મક અસરો ઉપજાવે છે.’

health tips