કૅન્સરના દરદીની આવરદા વધારવામાં વિટામિન ડીનો રોલ ખૂબ જ મહત્ત્વપૂર્ણ

19 June, 2019 01:15 PM IST  | 

કૅન્સરના દરદીની આવરદા વધારવામાં વિટામિન ડીનો રોલ ખૂબ જ મહત્ત્વપૂર્ણ

હેલ્થ બુલેટિન

કૅન્સર જેવી જીવલેણ બીમારીથી પીડાતા દરદી ત્રણ વર્ષ સુધી વિટામિન ડીનું સેવન કરે તો તેની આવરદા વધી જાય છે એવું શોધી કાઢવામાં આવ્યું છે. સામાન્ય રીતે કૅન્સરના દરદીનાં હાડકાં ખૂબ નબળાં હોય છે. નબળાં હાડકાં વિટામિન ડીની ઉણપ બતાવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ હાથ ધરેલા અભ્યાસમાં તારણ નીકળ્યું છે કે કૅન્સરના દરદી વિટામિન ડીનો ઇનટેક વધારે તો તેમનાં હાડકાં મજબૂત બને છે. રોગપ્રતિકારક શક્તિ વધતાં તેઓ થોડાં વધુ વર્ષ જીવી શકે છે. સંશોધનકર્તાઓએ કૅન્સર તેમ જ અન્ય જીવલેણ રોગના આશરે એંસી હજાર દરદીઓ પર અભ્યાસ કર્યા બાદ ઉપરોક્ત રિપોર્ટ રજૂ કર્યો છે. જોકે વિટામિન ડીમાં કૅન્સરને નાથવાની શક્તિ છે કે નહીં એ સંદર્ભે હજી રિસર્ચ ચાલે છે.

લવ બ્રેકઅપ થયા બાદ મૂવઑન કરવામાં પુરુષોને સમય લાગે છે

પ્રેમમાં મળેલી નિષ્ફળતામાંથી બહાર આવવું કોઈ પણ વ્યક્તિ માટે અઘરું હોય છે. મનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે બ્રેકઅપ બાદ ભૂતકાળને ભૂલીને આગળ વધવું એ વ્યક્તિના ઇમોશન્સ પર આધાર રાખે છે. આપણી સામાન્ય માન્યતા છે કે સ્ત્રીઓ લાગણીશીલ હોવાથી તેઓ લવ બ્રેકઅપના આઘાતમાંથી જલદી બહાર નીકળી શકતી નથી, પરંતુ તાજેતરમાં થયેલા એક મનોવૈજ્ઞાનિક સંશોધનમાં જાણવા મળ્યું છે કે લવ બ્રેકઅપમાંથી બહાર નીકળવામાં મહિલાઓને નહીં, પુરુષોને વધુ સમય લાગે છે. બ્રેકઅપ બાદ મૂવઑન કરવામાં પુરુષોને વાર લાગે છે. ઇવૉલ્યુશનરી બિહેવ્યરલ સાયન્સિસ જર્નલમાં પ્રકાશિત અહેવાલમાં આ સંદર્ભે અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. નેગેટિવ ઇફેક્ટ આફ્ટર હાર્ટબ્રેક પર લંડનની યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ બાબત નોંધવામાં આવી હતી. બ્રેકઅપનો સામનો કરી રહેલાં યુવક-યુવતીઓનાં ઇમોશનલ અને ફિઝિકલ પેઇનનો અભ્યાસ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે બ્રેકઅપની સ્ત્રીના જીવન પર નકારાત્મક અસર પડે છે પણ તેઓ ભૂતકાળને ભૂલી આગળ વધી જાય છે, જ્યારે પુરુષો માટે ભૂતકાળને ભૂલવો અઘરું હોય છે.

આ પણ વાંચો : મેનોપૉઝ પછી બ્રેસ્ટ-કૅન્સરનું જોખમ ટાળવા વજન ઘટાડો

health tips